SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ન્યૂન શરીરી નહિ) તથા જઘન્યથી આગળ અને ઉત્કૃષ્ટથી અવક–અંદરના સર્વ મધ્યમ અવગાહનાવાળા જીવો કહેવાય છે. સામાન્ય એવો નિયમ છે કે અન્તિમ સમયે મનુષ્યના મૂલશરીરની જે અવગાહના હોય તેના ત્રીજા ભાગે હીન અવગાહનાએ તે જીવો મોક્ષમાં ઉત્પન્ન થાય. તેથી ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ કાયાવાળા જીવો ચૌદમે ગુણસ્થાનકે અયોગી અવસ્થામાં શૈલેશીકરણ વખતે, સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી ધ્યાનના બલવડે પોતાનાં શરીરના મુખ–ઉદરાદિ સર્વ પોલાણ ભાગોને સ્વાત્મપ્રદેશોવડે પૂરે છે અને સર્વ આત્મપ્રદેશોને ભેગા કરવાપૂર્વક પ્રદેશઘન કરવાથી (જે શરીર વિસ્તૃત હતું તે તેના પોલાણ ભાગો પૂરાઈ જવાથી ત્રીજે ભાગે હીન થયું, કારણકે પ્રાયઃ સ્વશરીરમાં ત્રીજા ભાગનું પોલાણ હોય છે.) પ૦૦ ધનુષ્યની કાયાનું માન ત્રીજે ભાગે હીન થતાં ૩૩૩ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો વા એક ગાઉનો છઠ્ઠો ભાગ એટલું થયું. એ જ અવગાહનાએ એ જીવો લોકાત્તે આવેલા સિદ્ધસ્થાનમાં ઉત્પન્ન થાય છે, તેથી આ સિદ્ધસ્થાને પહોંચ્યા પછીની પરમ–ઉત્કૃષ્ટ અવગાહના એક ગાઉના છઠ્ઠા ભાગ (૩૩૩ ધનુષ્ય)ની જાણવી. રૂતિ ઉઠ્ઠાવાદના || મધ્યમ અવગાહના, તે સાત હાથના શરીરવાળો આત્મા (જેમ પ્રભુ મહાવીર) સૂક્ષ્મધ્યાનબલથી પૂર્વોક્ત રીતે પ્રદેશઘન કરવાપૂર્વક ત્રીજે ભાગે હીન થતાં સિદ્ધમાં ઉત્પન્ન થાય ત્યારે ૪ *હાથ અને ૧૬ અંગુલની હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે. ખરી રીતે તો જઘન્યથી આગળ અને ઉત્કૃષ્ટથી અવક, તે સર્વ મધ્યમ અવગાહના જ કહેવાય છે. છતાં આગમમાં નિશ્ચિતપણે (૪ હાથ–૧૬ અંગુલ) કહી છે તેથી એ રીતે અહીં કહી છે. તિ મધ્યમવાદના || આ સિદ્ધ થનારા જીવો મૃત્યુ સમયે સૂતેલ–બેઠેલ–ઉભેલ, ચત્તા–ઉંધા કે ટૂંકમાં જે જે અવસ્થામાં રહીને કાળ કરે, તેવા જ સંસ્થાને, તે જ આકારે સિદ્ધસ્થાનમાં ઉત્પન્ન થાય છે. વળી અંતિમ સમયે પોલાણ પુરાવાથી અચોક્કસ આકૃતિવાળું પ્રદેશઘન થતું હોવાથી તે સંસ્થાનને (ઘટાકાશ પુરુષથી કંઈક ન્યૂન પ્રમાણની હોય છે. એ હિસાબે જ્યારે મરુદેવાના પતિ નાભિકુલકર પ૨૫ ધનુષ્યના હતા, ત્યારે મરુદેવા કંઈક ન્યૂન પ્રમાણ માનીએ ૫૦૦ ધનુષ્યના જ સાચી રીતે સમજવા જોઈએ. બીજો ખુલાસો ભાષ્યકારે એ કર્યો છે કે મોક્ષે ગયા ત્યારે મરુદેવા હાથીના અંધ ઉપર હતા તેથી કંઈક સંકોચાએલી કાયાવાળા હતાં એથી તે વખતે ૫૦૦ ધનુષ્ય જેટલી ઊંચાઈવાળા હતા. ભાષ્યકારમત] સંગ્રહણીવૃત્તિ (શ્રીચન્દ્રીયાની ગાથા ૨૦૭)કારે તો સ્પષ્ટ અભિપ્રાય આપતાં જણાવ્યું છે કે “આગમમાં જઘન્યમાન સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય કહ્યું છે તે મોટે ભાગે તે પ્રમાણે એમ સમજવું પણ એકાંત નિયમ ન સમજવો’ એટલે કે જઘન્યમાં અંગુલ પૃથકત્વ અને ઉત્કૃષ્ટમાં ધનુષ પૃથકત્વ વડે ચૂનાધિક પણ હોઈ શકે છે. અને એ માટે “સિદ્ધપ્રાભૃત’નું પ્રમાણ આપ્યું છે. સિદ્ધપ્રાભૂતમાં–“.વ ઘણુયાડું, ઘyદyહરેન હિઝાડું” પ્રતટીવાવ્યાહ્ય –પૃથર્વશો વદુત્વવાવ, વહુર્ત વેદ પડ્યૂવિંશતિરૂપં દ્રવ્યમતિ” આથી એ સિદ્ધ થયું કે સિદ્ધપ્રાભૂતકારે પૃથકત્વનો અર્થ ૨૫ ધનુષ્ય અધિક કર્યો છે. આ રીતે ખુલાસા કર્યા છે. ૪૨૫. આ અવગાહનાને મધ્યમ અવગાહના કહી તે ઉપલક્ષણવાળી જાણવી એટલે કે જઘન્ય–ઉત્કૃષ્ટ વચ્ચેની તમામ અવગાહનાઓનું ગ્રહણ સમજી લેવું. અહીં શંકા ઉપસ્થિત થશે કે ઉપર નિશ્ચિતપણે મધ્યમ અવગાહનાનું પ્રમાણ કેમ કહી શકાય ? તો ખુલાસો એ છે કે–તીર્થકર જેવી વિશિષ્ટ વ્યક્તિને ઉદ્દેશીને મધ્યમ અવગાહના બતાવવાની ઈચ્છાથી આ પ્રસ્તાવ કરવો પડ્યો છે, પરંતુ વાસ્તવિક રીતે તેમ ન સમજવું. અન્ય કેવલીઓની અનેક રીતે અવગાહના હોઈ શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy