________________
[ ૪૯ /
હવે સંગ્રહણી ગ્રન્થના કર્તા સાથે સંબંધ ઘરાવતી બાબતો તથા તેઓશ્રીની ગુરુ પરંપરા
જોઈએ ગ્રન્થકર્તાના દાદાગુરુ શ્રી અભયદેવસૂરિજી
સંગ્રહણીના રચયિતા શ્રી ચન્દ્રમહર્ષિના ગુરુ હેમચન્દ્રસૂરિજી હતા. એમના ગુરુ શ્રી અભયદેવસૂરિજી હતા. તેઓ પ્રશ્નવાહનકુલની મધ્યમ શાખામાં સ્થપાએલા હર્ષપુરીય ગચ્છના અગ્રણી પુરુષ હતા. આ શાખાનો સંબંધ તે ગચ્છવાળા, શ્રુતકેવલી સ્થૂલભદ્રસ્વામી સુધીનો જણાવે છે. અતિત્યાગી વૈરાગી શ્રી અભયદેવસૂરિજી વધારે પડતા મલીન વસ્ત્ર પહેરતા હતા, તેથી રાજા કર્ણદિને તેમણે માલધારી ગુરુદેવ કહ્યા. ત્યારથી હર્ષપુરીય ગચ્છ મલધારિ ગચ્છ' તરીકે ઓળખાતો થયો. જૂનાગઢના રાજવી ખેંગારે જેમનું બહુમાન કર્યું હતું. તેઓશ્રીએ રાજા કર્ણ, સિદ્ધરાજ જયસિંહ તથા અન્ય રાજવીઓ દ્વારા જીવદયા, અહિંસાના ઘણાં કાર્યો કરાવ્યાં હતાં. અનેક દેરાસરોની અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ પણ કરાવી હતી. વળી તેમના ઉપદેશથી શાકંભરીના રાજા પૃથ્વીરાજ પાસે રણથંભોલમાં જિનાલય ઉપર સુવર્ણકળશ ચઢાવરાવ્યો હતો.
તેમની પાટે શ્રી હેમચંદ્રસૂરિજી તેમની પાટ ઉપર શ્રી હેમચંદ્રસૂરિજી થયા. તેઓ સંસારીપણામાં પ્રદ્યુમ્ન રાજાના દીવાન હતા. સૂરિજી એક સમર્થ વિદ્વાન હતા. વાદી શ્રી દેવસૂરિજી અને દિગમ્બરાચાર્ય વાદી કુમુદચંદ્રસૂરિજી જોડે જ્યારે વાદવિવાદ થયો ત્યારે મધ્યસ્થી તરીકે શ્રી હેમચંદ્રસૂરિજીને નીમવામાં આવ્યા હતા. એ વાદ-વિવાદમાં દિગમ્બરોનો સખત પરાજય થયેલો અને શરતાનુસારે તેઓને ગુજરાત છોડીને બીજા પ્રદેશમાં જતું રહેવું પડ્યું હતું. શ્રી હેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાન ગ્રન્થ ઉપર ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે. પાંચમા કર્મગ્રન્થની વૃત્તિ, અનુયોગદ્વાર સૂત્રની ટીક, સં. ૧૫૭૧ માં જીવસમાસ વિવરણ, ભવભાવના ટીક, પુષ્પમાળા પ્રકરણ, નંદીસૂત્ર ટીપ્પણ વગેરેની રચનાઓ કરી છે. કહેવાય છે કે તેઓશ્રીએ બધા થઈને એક લાખ શ્લોક પ્રમાણ ગ્રન્થરચના કરી છે. પાટણ નરેશ સિદ્ધરાજના રાજમહેલમાં રાજાને પ્રતિબોધ કરવા અવરનવર જતા હતા. સિદ્ધરાજ દ્વારા જિનમંદિરો ઉપર સોનાના કળશો ચઢાવરાવ્યા. જીવદયાના ઘણાં કાર્યો કરાવ્યાં હતાં. ગુજરાતમાંથી સંઘ કાઢીને શત્રુંજયની યાત્રાએ આવ્યા અને તેઓ પાલીતાણામાં કાળધર્મ પામ્યા હતા. આ આચાર્ય બારમી સદીમાં જન્મ્યા હતા. શ્રી હેમચંદ્રસૂરિજીની પાટે તેમના શિષ્ય આ સંગ્રહણીગ્રન્થના રચયિતા
શ્રી ચન્દ્રમહર્ષિ અને બારમી સદી શ્રી ચન્દ્રમહર્ષિનો સમય બારમી શતાબ્દીનો છે. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે ધોળકા નગરમાં ધોળશા શેઠની વિનંતિથી શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરિત્રની રચના કરી હતી. આવશ્યક વૃત્તિ ઉપર, પ્રદેશ વ્યાખ્યા ઉપર તેમને ટીકા લખી છે. તેમને ક્ષેત્રસમાસ ઉપર ટીકા, ન્યાયપ્રવેશ ટીપ્પણ, નિરયાવલિકા વૃત્તિ, નંદી, ટીપ્પણ વગેરેની રચનાઓ કરી છે. ક્ષેત્રસમાસ અને સંગ્રહણીની રચના સહુથી પહેલાં શ્રી જિનભદ્રગણિ. ક્ષમાશ્રમણજીએ કરી છે. ત્યારપછી એ જ બંને ગ્રન્થની રચના શ્રી ચન્દ્રમહર્ષિએ પોતાની રીતે કરી છે.
શ્રી ચન્દ્રમહર્ષિના સમકાલીન આચાર્યો અનેક થયા છે. એમાં બબે રાજાઓને પ્રતિબોધ કરનાર જેમના વિરાટું વ્યક્તિત્વનું અને સર્જનની પ્રતિભાનું માપ કાઢી શકાય તેમ નથી એવા અનોખા પ્રકારના મહાન જ્યોતિધર મહર્ષિ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી તેમના સમકાલીન હતા. પછી સમર્થ ટીકાકાર શ્રી
૧. નવાંગી ટીકાકારથી આ જુદા સમજવા. ૨. સાચો શબ્દ મલધારિ છે પણ મલ્લધારિ નહીં. ૩. કલિકાલ સર્વજ્ઞથી અન્ય સમજવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org