________________
[ ૫૦] મલયગિરિજી, વાદી દેવસૂરિજી, સમર્થ આગમવાદી વર્ધમાનસૂરિજી, ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ દાદા જિનદત્તસૂરિજી, જિનવલ્લભસૂરિજી, ધર્મઘોષસૂરિજી વગેરે અનેક સમર્થ વિદ્વાનો ગ્રન્થકર્તાઓ, રાજપ્રતિબોધકો વિદ્યમાન હતા. અજન, સમાજમાં શ્રીમાન શંકરાચાર્યજી જેવા સમર્થતાદવિદ્વાન પણ ત્યારે વિદ્યમાન હતા. યથાર્થ રીતે કહીએ તો એ યુગ બધી રીતે એક સોનેરી યુગ હતો.
સંગ્રહણીના ટીકાકાર શ્રી ચન્દ્રીયા સંગ્રહણીના ટીકાકાર તેઓશ્રીના જ શિષ્ય શ્રી દેવભદ્રસૂરિ છે. ટીકા સરળ અને પ્રસાદપૂર્ણ કરી છે.
ગ્રન્થ વિષય પરિચય પૂર્ણ થયો.
સંગ્રહણીની હસ્તલિખિત સચિત્ર પ્રતો અને તે મારાં ચિત્રો અંગે જરૂરી જાણવા જેવું
મારી લગભગ ૨૨ વર્ષની ઉમ્મરે આજથી પચાસેક વર્ષ ઉપર એટલે લગભગ સં. ૧૯૯૩ ની આસપાસ સંગ્રહણીની હસ્તલિખિત પ્રતો જોવા મળી હતી. મોગલ જમાનાની લખાએલી પ્રતના ચિત્રો થોડાં સારાં હતાં. બાકીની પ્રતનાં ચિત્રો સામાન્ય કક્ષાનાં હતાં. જૈન જ્ઞાનભંડારોમાં સંગ્રહણીની સચિત્ર પ્રતો ૧૦૦-૧૨૫થી વધુ નહિ હોય અને ચિત્ર વિનાની પ્રતોનું પ્રમાણ અંદાજે ૨૫૦-૩૦૦ હશે ખરૂં. મેં સંગ્રહણીની સચિત્ર ત્રીસેક પ્રતિઓ જોઈ હશે. ચિત્રોનું પ્રમાણ પચીસેકથી લઈને ૪૦-૪૫ આસપાસનું હોય છે. સંગ્રહણીની ઉત્તમ સારા ચિત્રોવાળી ૮-૧૦ પ્રતિઓને છોડીને બાકીની સચિત્ર બધી પ્રતિઓનાં ચિત્રો સામાન્ય ચિત્રકારોએ દોર્યા હોય એવાં ગ્રામીણકલાનાં હતાં. આ ચિત્રો લગભગ આંખને ન ગમે એવાં, વળી પ્રમાણભાન વિનાનાં, ગાથાનો અર્થ કંઈ હોય અને ચિત્ર જુદી રીતે જ બનાવ્યું હોય, કેટલાંક ચિત્રો મોં માથા વિનાનાં, વિચિત્ર રીતે ચીતરેલાં જોઇને કયારેક અત્યન્ત ખેદ થાય, અને કહેવાનું મન થાય કે શું કામ આવા ચિત્રો ચીતરાવ્યાં હશે, એમ કેમ બન્યું હશે? જૂના વખતમાં આપણે ત્યાં ચિત્રકલાના મહત્ત્વના પ્રત્યેકટીવ કે પ્રપોશન વગેરે સિદ્ધાન્તોનું જ્ઞાન લગભગ ન હતું. લાઈટ-ફોડનું જ્ઞાન ઓછું હતું એટલે જે વસ્તુ જેવી બતાવવી હોય તેવી બતાવી શકતા ન હતા.
કહેવાની વાત એ કે ચિત્રો બનાવવા માટે પ્રાચીન ચિત્રોનો આધાર લેવાની વાત હતી જ નહિ. મેં મારા ચિત્રો મારી ચિંતનાત્મક બુદ્ધિનો ઊંડો ઉપયોગ કરી બનાવ્યાં હતાં. હા, જ્યાં જરૂર પડી ત્યાં મારા ગુરુદેવ કે મારા વિદ્યાગુરુ ચંદુલાલ માસ્તરની સલાહ લેતો. બાકી પ્રતોમાંથી તો અનુકરણ કરવા જેવું કે લેવા જેવું લગભગ કશું જ નથી. આ બીજી આવૃત્તિમાં મૂકેલાં મારાં ચિત્રો મેં મારી કલ્પનાશક્તિ, બુદ્ધિ અને બીજા ઘણા અનુભવોથી કરાવ્યાં છે.
આ બીજી આવૃત્તિમાં જે ચિત્રો મૂકવામાં આવ્યાં છે તે સં. ૨૦૦૩માં જાણીતા ડભોઇના કુશળ ચિત્રકાર રમણલાલને વડોદરા કોઠીપોળના જૈન જ્ઞાનમંદિરમાં રાખીને મારા ક્ષયોપશમ પ્રમાણે ખૂબ ખૂબ ચિંતન, મનન અને મંથન કરીને સેંકડો વરસના ઈતિહાસમાં થવા ન પામ્યાં હોય એવાં ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. એ વખતે સંગ્રહણીની પહેલી આવૃત્તિની બુકો ખપી જવા આવી હતી. સં. ૧૯૯૫માં પ્રસિદ્ધ થયેલી સંગ્રહણી સં. ૨૦૦૫ આસપાસમાં વેચાઈ ગઈ. બીજી છપાવ્યા વિના ચાલે તેવું ન હતું. હંમેશા ચિત્રો કરવાનું કામ ઘણો સમય માગી લે તેવું અને કપરું હોવાથી એ કામ મેં મુદ્રણ પહેલાં જ કરાવી લીધું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org