________________
( ૪ ) ૨, નરકગતિ- આ અધિકારમાં ઉક્ત નવે ધારોની વ્યાખ્યા, તત્રસંગે તેમની વેદનાના પ્રકારો, તેમનાં દુઃખોનાં પરિપાકો, તેમનો આકાર વ્યવસ્થા, નરક વિસ્તાર, ઘનોદધ્યાદિની વ્યવસ્થા, નરકાવાસાઓનું સ્થાન તથા આકૃતિ સ્વરુપ અને વેશ્યાનું સ્વરુપ વગેરે દશાવેલ છે.
૩. મનુષ્યગતિ- આ અધિકારમાં ભવન વિના આઠ દ્વારોની વ્યાખ્યા દરમિયાન ચક્રવર્તી વાસુદેવનું સ્વરુપ તથા તેમના રત્નોની સુવિસ્તૃત વ્યાખ્યા, લિંગ-વેદાશ્રયી ગતિ, એકસમય સિદ્ધિસંખ્યા તથા સિદ્ધશિલા તેમજ સિદ્ધના જીવોનું વર્ણન તથા પ્રાસંગિક સિદ્ધના જીવોનો પરિચયાદિ આપવામાં આવેલ છે.
૪. તિર્યંચગતિ- આ અધિકારમાં પ્રથમ ગ્રન્થાન્તરથી તિય જીવોનો સંક્ષિપ્ત પરિચય દશવી ભવન વિના આઠે દ્વારોની વ્યાખ્યા, તપ્રસંગમાં તેમની કાયસ્થિતિ સંબંધી સુંદર વર્ણન, ભવસ્થિતિનું સ્વરુપ તથા નિગોદ, વેશ્યાદિકનું વર્ણન પણ આપવામાં આવેલું છે.
ત્યારબાદ ચારે ગત્યાશ્રયી સામાન્ય અધિકારમાં ત્રણ પ્રકારના અંગુલની, કુલકોટી, યોનિ ભેદોની, આયુષ્યના વિવિધ પ્રકારોની, અબાધાકાળ, ઋજું-વક્રાગતિ, આહારી--અનાહારી, છ પ્રકારની પયપ્તિ તથા દશ પ્રકારના પ્રાણો વગેરેની સવિસ્તૃત વ્યાખ્યાઓ, બાદ ૧૬ પ્રકારની સંજ્ઞાઓ, ગ્રન્થકાર અને ગ્રન્થ રચવાનું પ્રયોજન તેમજ ૨૪ દંડકોની વિસ્તૃત વ્યાખ્યા વગેરે દેશવિલું છે.
ત્યારબાદ પ્રક્ષિપ્ત ગાથા દ્વારા ૧૮ ભાલરાશિ તથા ગ્રન્થકાર અને ગ્રન્થકારના ગુરુઓનો પરિચય આપી ગ્રન્થની સમાપ્તિ કરી છે. ગ્રન્થ પરિચયનું ઉડતું અવલોકન કરાવ્યું. હવે ભાષાંતર માટે શું પદ્ધતિ સ્વીકારેલી છે તે જોઈએ.
(અનુવાદનો પરિચય) આ સંગ્રહણીની દરેક ગાથાનો અનુવાદ પાંચ વિભાગે કર્યો છે. પાંચ ભાગ કેવી રીતે ?
તો ૧. સંગ્રહણીની ભૂલ ગાથા, તે પછી ૨. ગાથા પ્રાકૃતમાં હોવાથી પ્રાકૃત ભાષાના અણજાણ વાચકોને મૂલગાથાનો બોધ થાય એ માટે મૂલગાથાની સંસ્કૃત છાયા, તે પછી ૩. વિદ્યાર્થીઓને પ્રાકૃત શબ્દોના અર્થનું જ્ઞાન થાય એટલા માટે તેના શબ્દના અર્થો. તે પછી ૪. માત્ર ગાથાનો જ મૂલ અર્થ, ટૂંકા ગાથાથથી અર્થનો વિશેષ ખ્યાલ ન આવે એટલે છેલ્લે પ. વિશેષાર્થ આપ્યો છે. આમ મૂલ ગાથા સહ પાંચ વિભાગ દ્વારા અનુવાદ કરવામાં આવ્યો છે. ગાથાનો વિશેષાર્થ માત્ર ગાથાના ભાવને લક્ષ્યમાં રાખીને લખવામાં નથી આવ્યો પરંતુ જુદા જુદા ગ્રન્થોના આધારે જ્યાં જ્યાં વિષયનો વિસ્તાર કરવાનો હતો ત્યાં યથોચિત રીતે કર્યો છે.
( કોઠાઓ-ચત્રો અંગે યત્નો એટલે જે ગાથાઓ હોય તેની જે વાત, તેને કોઠા-ચત્રો દ્વારા ડાયરીની જેમ રજૂ કરવી તે. આ પદ્ધતિ વિષયની જલદી જાણકારી માટે તથા યાદ રાખવા માટે સારૂં સાધન ગણાય છે. કોઠાઓ-ચત્રો કરવાની પ્રથા સેંકડો વરસ જૂની છે અને તેથી અમોએ પહેલી આવૃત્તિમાં વધુમાં વધુ સંખ્યામાં યત્રો બનાવી છાપ્યાં હતાં. કેટલાંક વત્રો માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડયો હતો.
વર્તમાનકાળમાં મને એવું લાગ્યું છે કે હવે પરિસ્થિતિ-રુચિ બદલાઇ છે. વાચકો માટે યન્ત્રોની ઉપયોગિતા ઘટી ગઇ છે, એટલે ન આપવા એવું વિચારેલું પણ પછી થયું કે એમ કરવું ઉચિત નહીં રહે, એટલે આ વખતે તો તે છાપવા એટલે અહીં છાપ્યાં છે. બીજી આવૃત્તિમાં લગભગ ૧૨૭ વસ્ત્રો છે. આટલી મોટી સંખ્યા પાઠય પુસ્તકમાં ભાગ્યેજ જોવા મળે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org