________________
४६८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉત્કૃષ્ટથી એક જ સમયમાં એકસો ને આઠ મોક્ષે જાય છે. લિંગમાં– "ગૃહસ્થ લિંગે એક સમયમાં ચાર, અન્યલિંગે (એટલે અન્ય ધર્મના તાપસાદિક લિંગમાં) દસ અને સ્વલિંગ (સ્વ=પોતાના સાધુ લિંગે) ઉત્કૃષ્ટ એક સમયમાં એકસો ને આઠ મોક્ષે જાય છે. ૨૭રા
' વિશેષાર્થ—અહીં લિંગ અથવા વેદાશ્રયી ગતિ બતાવી છે. જો કે આમ તો વેદોનું અસ્તિત્વ સર્વત્ર છે પણ અહીં તો મનુષ્યજાતિ આશ્રયી વર્તતા ત્રિવેદનો પ્રસંગ છે એટલે તેની જ વાત અહીં સમજાવવાની છે.
પુરુષને પુરુષ જ, સ્ત્રીને સ્ત્રી જ અને નપુંસકને નપુંસક જ એમ કયા કારણે ઓળખીએ છીએ? તો તેનું કારણ (કર્મગ્રન્થની ભાષામાં) રે, (સાહિત્યક ભાષામાં) નિફ અને લોકવાણીમાં નાતિ કહો તે જ છે. અહીં વેદ, લિંગ કે જાતિ એ સમાનાર્થક શબ્દો છે. આ વેદના દરેકના બળે પ્રકારો છે. તે 9 દ્રવ્યવેદ અને ભાવથી પડે છે.
દ્રવ્યઃ એટલે પૌદ્ગલિક આકૃતિ આકાર, આ “નામની વિવિધ પ્રવૃતિઓના ઉદયના ફળસ્વરૂપે પ્રાપ્ત થાય છે.
માવઃ એટલે ચિત્તમાં ઉત્પન્ન થતો માનસિક વિકાર–અભિલાષ તે મોહનીયકર્મના ઉદયના ફળસ્વરૂપ છે.
આ દ્રવ્યવેદ અને ભાવવંદ વચ્ચે સાધ્ય–સાધન અને પોષ્ય-પોષકનો સંબંધ રહેલો છે.
આ વેદના પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ આ ત્રણ પ્રકારો છે. સ્વસ્વ કમનુસાર નામકર્મની વિવિધ પ્રવૃતિઓના ઉદયથી પ્રાણી પુરુષાકૃતિ, સ્ત્રીઆકૃતિ અને નપુંસકાકૃતિને પ્રાપ્ત કરે છે. એથી આ દ્રવ્યવેદ કહેવાય છે જેની ઓળખ બાહ્યલિંગ યા ચિહ્નથી જ સહેલાઈથી થઈ જાય છે.
હવે માવ —જેને તાત્વિક રીતે વેદ કહેવો છે, કારણકે અહીં ભાવનો અર્થ જ ઈચ્છા, અભિલાષ-વિકાર કરવાનો છે. આ વેદ મોહનીય કર્મના ઉદયના ફળરૂપે હોય છે, જે વાત ઉપર કહી પણ છે.
અહીં ભાવપુરુષ વેદના ઉદયથી જીવને સ્ત્રીના વિષયોપભોગરૂપ) સંસર્ગસુખની ઈચ્છા થાય
૪૦૫. અન્ય દર્શનના તાપસાદિ વેષપણે પણ મોક્ષે જઈ શકે છે, કારણકે તેઓ સગુરુના યોગે વા તથાવિધ અન્ય જિનધર્મના અનુમોદનાદિકનું આલંબન મળતાં સમ્યગુદર્શન–શાન–ચારિત્ર મેળવી–પ્રાપ્ત કરી ઉત્તરોત્તર શુભ ભાવનાના યોગે કેવળી થઈ મોક્ષે જાય છે, પરંતુ તાપસના ધર્મે કરીને તો નહીં જ, કારણ કે વેષલિંગ ગમે તે હોય પરંતુ જીવનમાં ધર્મ તો સમ્યગુદર્શનાદિ મોક્ષે જવા માટેનો હોવો જ જોઈએ. વળી એ જ પ્રમાણે ભલે વેષ ગૃહસ્થનો હોય પરંતુ જન્માન્તરીય સંસ્કારોથી સ્વાભાવિક વૈરાગ્યને પામી, સમ્યક્યારિત્રને પ્રાપ્ત કરી અન્નકૃત કેવલી થઈ મોક્ષે જાય છે.
૪૦૬. વધુમાં ઉક્ત બને લિંગમાં મોક્ષ કહ્યો છે, તેઓનું શેષ આયુષ્ય અન્તર્મુહૂર્ત બાકી રહ્યું હોય અને કેવલજ્ઞાન થાય અને મોક્ષે ચાલ્યા જાય તદાશ્રયી સમજવું પરંતુ જો અંતર્મુહૂર્ત અધિકાયુષ્ય હોય તો જૈન સાધુનો યથાર્થ વેષ અવશ્ય સ્વીકારવો પડે છે અને પછી તેવા મોક્ષે જનારા સ્વલિંગસિદ્ધ કહેવાય છે, ગૃહસ્થ કેવલી તરીકેનો કૂમપુત્રનો એક જ અપવાદ છે, જેને કેવલજ્ઞાન થયા બાદ સકારણ છ માસ થયાં છતાંય સાધુવેષ પ્રાપ્ત થયો નહીં અને એથી આ એક જ અપવાદ આશ્ચર્યરૂપ કહેવાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org