________________
त्रण वेदनां लक्षणोनुं वर्णन
૪૬૬
છે. ભાવત્રીવેદના ઉદયવાળા જીવને પુરુષના સંસર્ગસુખની ઇચ્છા-અભિલાષ થાય છે, અને ભાવનપુંસકવેદના ઉદયથી સ્ત્રી-પુરુષ બન્નેના સંસર્ગસુખની કામના થાય છે. આ રીતે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના વેદનું સ્વરૂપ કહ્યું.
વિરારમાં અત્યવહત-પુરુષવેદનો વિકાર સહુથી ઓછા સમય સુધી ટકે છે. સ્ત્રીવેદનો વિકાર એનાથી વધારે સમય સ્થાયી રહે છે અને નપુંસકવેદનો વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ વધુ લાંબા સમય સુધી ટકે છે.
આ ત્રણેય ભાવ વેદની વિકાર સ્થિતિને શાસ્ત્રમાં ત્રણ ઉપમાઓથી સમજાવી છે. એટલે કે પુરુષવેદ તૃણાગ્નિસમાન, સ્ત્રીવેદ ગોમય–અગ્નિ સમાન અને નપુંસકવેદ નગરદાહ–અગ્નિ સમાન.
તૃણાગ્નિ–તૃણ એટલે ઘાસની આગ જેવો. જેમ ઘાસ ઝડપથી સળગી ઉઠે છે અને ઓલવાઈ– બુઝાઈ પણ જલદી જાય છે, તેવી જ રીતે પુરુષવેશવાળા પુરુષનો–સ્ત્રીસંસર્ગરૂપ વિકાર–પુરુષની પોતાની તથા પ્રકારની વિશિષ્ટ રચનાને લીધે સત્વર ઉત્થાન પામે છે અને એ વિકાર ઝડપથી શાંત પણ થઈ જાય છે, સ્ત્રીવેદનો વિકાર છાણાના અગ્નિ જેવો યા અંગારા જેવો છે, જે તેની વિશિષ્ટ અને ગહન શારીરિક રચનાના કારણે સ્ત્રીને તે) જલદી પ્રગટ થતો નથી, તેમજ પ્રગટ થયા પછી (પુરુષ સંસર્ગ થવા છતાં પણ) જલદી શાંત પણ થતો નથી. અને નપુંસક વેદનો વિકાર તો નગરદાહ સમાન કે તપેલી ઈટના જેવો હોવાથી બહુ જ લાંબા કાળે શાંત થાય છે. નપુંસકને કામવિકાર પ્રગટ થતાં કેટલી વાર લાગે તે સંબંધી ઉલ્લેખ જોવામાં આવ્યો નથી તેથી મધ્યમ સમય કલ્પવો ઠીક લાગે છે.
પુરુષમાં કઠોરભાવ મુખ્ય હોવાથી તેને કોમળતત્વનું આકર્ષણ રહ્યા કરે છે. સ્ત્રીમાં અતિમૃદુ-સુકોમળ ભાવનું પ્રાધાન્ય હોવાથી કઠોરત્વ (પુરુષ)ની અપેક્ષા રાખે છે. જ્યારે નપુંસકમાં બંને ભાવોનું મિશ્રણ હોવાથી બંને તત્ત્વોના ભોગવટાની ઝંખના રહ્યા કરે છે.
ક્રમશઃ ત્રણેય વેદના લક્ષણો બતાવતી શ્રી સ્થાનાંગ તથા પન્નવણા સૂત્રની ટીકામાં આપેલી ગાથાઓ નીચે રજૂ કરૂં છું. मेहनं खरता दाढ्य शोण्डीर्यं श्मश्रु धृष्टता । स्त्रीकामितेति लिङ्गानि, सप्तपुंस्त्वे प्रचक्षते ॥१॥
અર્થ–પુરુષનું ગુપ્ત લિંગ–ચિહ્ન કઠોરતા, દઢતા મક્કમતા, પરાક્રમ, દાઢી, ધૃષ્ટતા અને સ્ત્રી સંસર્ગની કામના એ સાત પુરુષવેદના લક્ષણો છે. . योनिदुत्वमस्थैर्यं मुग्धता क्लीबता०६ स्तनौ, पुंस्कामितेति लिङ्गानि सप्त१० स्त्रीत्वे प्रचक्षते ॥२॥
૪૦૭. દિગમ્બરીય મતાનુસારે.
૪૦૮. નપુંસકો માત્ર વિચાર દ્વારા જ સંતોષ માને છે. તેઓની સક્રિય રીતે ભોગવટો કરવાની કોઈ ગુંજાશ નથી હોતી. તેઓના શરીરની ઉત્તેજનાત્મક પ્રચિઓ નિષ્ક્રિય જ હોય છે. ४०६. क्लीबता इति पाठः विशेषोचितः अन्येषु कोषेषु वान्तपाठदर्शनात्
વસ્તીવોડપૌરુષષષ્ઠયોઃ (અને સંપ્રદે રાફરૂ૨) આ સામર્થ્ય હીન-અવિક્રમ અર્થમાં વપરાયો છે. ૪૧૦. તનાવતી સ્ત્રી ચાકુ, રોમશ: પુરુષ: મૃત: 1 ૩મયાન્તરે ય, ત૬માવે નપુંસક્યમ્ II (સ્થાનાંગવૃત્તિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org