SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ नव निधाननुं स्वरूप વગેરેના દાગીના આભૂષણો ઈત્યાદિ આભરણ બનાવવા સંબંધી સર્વ વ્યવસ્થા આ તૃતીય નિધાનને આધીન છે. ૪. સર્વરત્ન નિધિ – ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્નો તેમજ સાત પંચેન્દ્રિય રત્નો એ સર્વ આ નિધિના પ્રભાવે ઉત્પન્ન થાય છે. આ નિધાનના પ્રભાવથી ચૌદ રત્નો ઘણા કાન્તિમય થાય છે એમ કેટલાક કહે છે. ૫. મહાપદ્ય નિધિ – સર્વ પ્રકારનાં વસ્ત્રો વગેરેની ઉત્પત્તિ–રંગવા ધોવાની વ્યવસ્થાનું જ્ઞાન આ નિધિ દ્વારા થાય છે. ૬. કાલ નિધિ – અતીત, અનાગત અને વર્તમાન વિષયક સકલ જ્યોતિષ શાસ્ત્ર સંબંધી કાળ જ્ઞાન, કૃષિવાણિજ્યાદિ કર્મ તેમજ કુંભકાર, લુહાર, ચિત્રકાર, વણકર, નાપિત ઇત્યાદિ મૂલભેદ ૨૦ અને ઉત્તરભેટવાળા સો પ્રકારનાં શિલ્પો, વળી જગતના તીર્થકરચક્રી–બલદેવ-વાસુદેવના વંશોનું શુભાશુભપણું આ કાલસંશક નિધિદ્વારા થાય છે. ૭. મહાકાલ નિધિ –લોઢું તેમજ સોનું-રૂપું વગેરે ધાતુઓ અને તેની ખાણો, વળી મણિ–મોતી–પ્રવાલ–હીરા-માણેક ચન્દ્રકાન્ત મણિ વગેરે રત્નો એ સર્વ વસ્તુઓ આ નિધિવડે પ્રાપ્ત થાય છે અથવા તેની ઉત્પત્તિ આ નિધિમાં કહેલી છે. ૮. માણવક નિધિ – લડવૈયાઓ તેઓને પહેરવાનાં બખ્તરો, હાથમાં ધારણ કરવાનાં શસ્ત્રો, યુદ્ધની કળા, યૂહરચના, સાત પ્રકારની દંડનીતિ, વગેરે સર્વ વિધિ આ નિધાન દ્વારા જાણી શકાય છે. ૯. મહાશંખ નિધિ – નાટક, વિવિઘ કાવ્યો, છંદો, ગદ્ય-પદ્યાત્મક ચંપૂ, સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ અને સંકીર્ણ આમ ચારે પ્રકારનાં કાવ્યો–ભાષાઓ આ નવમા નિધિવડે જણાય છે. આ પ્રમાણે ચક્રીને પોતાના પરમ પુણ્યોદયે મનુષ્ય જાતિ અને માનવ સ્વભાવને ઉપયોગી તમામ સાધન-સામગ્રી આ નિધિઓ દ્વારા પ્રાપ્ત થાય છે. [૨૬૮] (ક્ષેપક ગાથા ૬૫) અવતાર-હવે એકંદર જંબૂદ્વીપમાં સમકાળે ઉત્કૃષ્ટ તથા જઘન્યથી કેટલી રત્નસંખ્યા હોય? તે કહે છે. - जंबूदीवे चउरो, सयाइ वीसुत्तराई उक्कोसं । रयणाइ जहण्णं पुण, हुंति विदेहमि छप्पना ॥२६॥ પ્રિક્ષેપ . ૬૬] સંસ્કૃત છાયાजम्बूद्वीपे चत्वारि शतानि विंशत्युत्तराणि उत्कृष्टम् । रलानि जघन्येन पुनर्विदेहे षट्पञ्चाशत् ॥२६६।। શબ્દાર્થ સુગમ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy