________________
કર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ નવે નિધાનો મોટી મંજૂષા–પેટી રૂપે હોય છે. તે દરેક મંજૂષા આઠ યોજન ઊંચી, નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી હોય છે. પ્રત્યેક મંજૂષાની નીચે રથના પૈડાની પેઠે આઠ આઠ ચક્ર (પૈડા) હોય છે અને તેમનાં મુખ વૈડૂર્યમણિથી આચ્છાદિત હોય છે. તથા તેઓ સુવર્ણમય, રત્નોથી ભરપૂર અને ચક્ર, ચન્દ્ર અને સૂર્યના લાંછનથી યુક્ત હોય છે.
ચક્રવર્તી જ્યારે છ ખંડ સાધતા ગંગા પાસે વિજય કરી આવે છે ત્યારે ગંગા પાસે રહેલાં આ નિધાનોને ચકી અઠ્ઠમ તપ દ્વારા આરાધે છે. તે નિધિઓના દેવો તાબે થયા બાદ ચક્રીની સેવ સદા હાજર રહેવાના વચનો આપે છે. પછી ચક્રી જ્યારે તેઓનો સત્કાર કરી રાજધાની તરફ વળે. છે ત્યારે તે નિધિઓ પાતાલમાર્ગે પરંત ચક્રની પાછળ પાછળ આવે છે. અને રાજધાની સમીપે આવ્યા બાદ તે નિધિઓ રાજધાનીની બહાર જ રહે છે, કારણ કે પ્રત્યેક નિધિ ચક્રીની નગરી જેવડા માનવાળા હોવાથી નગરમાં કયાંથી સમાઈ શકે ? એ પ્રમાણે ચક્રીની ગજ અશ્વરથ–પદાતિ વગેરે સેના પણ નગર બહાર જ રહે છે.
નવનિધાનના જે જે નૈસપદિ નામો છે તે તે નામવાળા મુખ્ય નાગકુમાર દેવો તે તે નિધાનના અધિષ્ઠાયક છે. તેઓ પલ્યોપમાયુષ્યવાળા છે.
અહીં કોઈ શાસ્ત્રકારોનું એવું કથન છે કે–એ નિધાનોમાં તે તે વસ્તુની પ્રાપ્તિને જણાવનારા શાશ્વતા દિવ્ય “કલ્પગ્રન્થો’ છે. તેમાં અખિલ વિશ્વનો સર્વ વિધિ લખેલો હોય છે. જ્યારે કોઈ
રોનું એવું કથન છે કે કલ્પગ્રન્થમાં જણાવેલા સર્વ પદાર્થો જ દિવ્ય પ્રભાવથી એ પ્રત્યેક નિધાનોમાંથી [અથવા નિધિનાયક દ્વારા સાક્ષાત્ પ્રાપ્ત થાય છે. આ નવ નિધાનો પૈકી કયા નિધાનમાં કઈ વસ્તુઓ (અથવા જે વિધિઓ જણાવેલી હોય છે, તે સંક્ષેપમાં નામ સાથે કહેવાય છે.
૧. નૈસર્ષ નિધિ – આ નિધિના કલ્પોમાં ખાણ-ગ્રામ-નગર–પત્તને નિવેશન, મડબક, કોણમુખ, છાવણી, હાટ–ગૃહાદિસ્થાપનનો સમગ્ર વિધિવિષય જે અત્યારે વર્તમાન વસ્તુશાસ્ત્રમાં પણ દેખાય છે તે સંબંધી વિષયો [પુસ્તક વા સાક્ષાત્ વસ્તી આ પ્રથમ નિધિથી પ્રાપ્ત થાય છે અથવા તે તે સ્થાનોનું નિમણિ થાય છે.
૨. પાંડક નિધિ – આ નિધિના કલ્પોમાં સોમૈયા વગેરેની ગણતરી, ધનધાન્ય વગેરેનું પ્રમાણ, તે ઉત્પન્ન કરવાની પદ્ધતિ, રૂ, ગોળ, ખાંડ વગેરે સર્વનું માન, ઉન્માન કરવાની સર્વ વ્યવસ્થા હોય છે. ધનધાન્યની ઉત્પત્તિ, બીજોત્પત્તિ તથા દરેક પ્રકારનું ગણિત પણ આ નિધિથી થઈ શકે છે.
૩. પિંગલનિધિ – આ નિધિના કલ્પોમાં પુરુષો અને સ્ત્રીઓના તથા હાથી, ઘોડા
૪૦૧. વધુ માટે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસ્થાનાંગ-પ્રવચનસારોદ્ધારાદિ ગ્રન્થો જોવા. ૪૦૨. હૈમકોષમાં તો લોક પ્રચલિત આ પ્રમાણે નવ નિધિ દર્શાવ્યા છે, હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ આ જ રીતે છે. महापद्मश्च पाश्च, शङ्खो मकरकच्छपौ । मुकुन्दकुन्दनीलाश्च, चर्चाश्च निधयो नव ।। [का. २, श्लोक १०७]
દશવ્યિા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org