SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ चक्रवर्तीनां चौदरलोनुं प्रमाण अने उत्पत्ति ४५१ વત્તીસંગુબત્રીશ અંગુલ મ=મણી ૩ોકખગ પુરોહિ પુરોહિત સુવાનિસુવર્ણનું કાકિણી (રત્ન) થતુર હાથી ઘોડો ર૩રતિયાચાર અંગુલ સેવસેનાપતિ ર૩રંકુનો ચાર અંગુલ–દીર્ઘ દીવ ગાથાપતિ કુમંત્તિ બે અંગુલ વવદ્ધકી–સુથાર પિડુતો પહોળું થી સ્ત્રી નાથાર્થ – વિશેષાર્થવત. |૨૬૫-૨૬૬|| વિશેષાર્થ – દ્રવ્યદેવાદિ પાંચ પ્રકારના દેવમાં ચક્રવર્તી નરદેવ તરીકે ઓળખાય છે, જે રીતે દેવલોકમાં પ્રધાનસ્થાન ઈન્દ્રનું, તે રીતે સર્વ મનુષ્યોમાં ચક્રીનું સ્થાન સર્વોચ્ચ છે. અને તેથી જ તેમને દેવ શબ્દથી સંબોધ્યા છે. તેઓ છ ખંડના અધિપતિ બને છે, તે સિવાય ભરતના છએ ખંડના કોટાનકોટી માનવોના રૂપનો સંચય તેનામાં હોય છે અથર્િ તે બધાય કરતાં સર્વોત્તમ રૂપવાન હોય છે. તેઓનાં શરીરો શ્રેષ્ઠ સુવર્ણવર્ણ સુકોમળ હોય છે. અન્ય ઘણી અદ્ધિ-સિદ્ધિઓ હોય છે. એ સર્વ ઋદ્ધિમાં પણ ચકાદિ ચૌદ રત્નોની પ્રધાનતા હોય છે. તે ચૌદ રત્નોનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. ચ, ૨. છત્ર અને ૩. દંડ એ ત્રણે રત્નો વ્યા–વામપ્રમાણ એટલે પ્રસારેલા ઉભય બાહુવાળા પુરુષના બે હાથની અંગુલીઓના બને છેડા વચ્ચેના ભાગ [૪ હાથ] પ્રમાણ વિચારી લેવા. ૪. ચર્મ રત્ન કેવળ બે હાથ દીર્ઘ લાંબું છે. પ. ખગ રત્ન બત્રીશ અંગુલ દીર્ઘ, ૬. શ્રેષ્ઠ સુવર્ણ કાકિણી રત્ન ચાર અંગુલપ્રમાણ દીર્ઘ અને બે અંગુલ વિસ્તીર્ણ, ૭.મણિરત્ન ચાર અંગુલ દીર્ઘ અને બે અંગુલ વિસ્તીર્ણ, મધ્યમાં વૃત્ત અને વિસ્તીર્ણ, તેમજ છ ખૂણાથી શોભતું છે. આ સાતેય એકેન્દ્રિય રત્નોનું માપ ચક્રવર્તીના આત્માગુંલે એટલે તેના પોતાના અંગુલમાનથી જાણવું. ૮. પુરોહિતર, ૯, ગજરત્ન, ૧૦. અશ્વરત્ન ૧૧. સેનાપતિરત્ન, ૧૨ ગાથાપતિરત્ન, ૧૩. વાદ્ધકીરત્ન, અને ૧૪. સ્ત્રીરત્ન. એ સાતે ય પંચેન્દ્રિય રત્નોનું માન, તત્કાલે વર્તતા પુરુષ, સ્ત્રી અને તિર્યંચનું જે માન ઉત્તમ અને પ્રશસ્ત ગણાતું હોય તે પ્રમાણે હોય છે. આ પ્રમાણે ચક્રવર્તીનાં ચૌદ રત્નોની વાત જાણવી. અહીં બધાંય રત્નોનો વિસ્તાર, જાડાઈ અન્ય ગ્રન્થોથી ઉપલબ્ધ ન થવાથી મુખ્યતયા લંબાઈ જ જણાવી છે. [૨૬૫-૨૬૬] ૩૯૧. વ્યામો વાહોલ સરયોસ્તતયોતિનિત્તરમ્ રૂત્યR: | ૩૯૨. આ માન મધ્યમ લીધું છે. અન્યથા અન્યત્ર તો ૫૦ અંગુલ લાંબું, ૧૬ અંગુલ પહોળું અને અધ અંગુલ જાડું કહેલું છે, અને જઘન્યમાન ૨૫ અંગુલનું કહેવું છે. આથી ઉક્તમાનને મધ્યમ ગણવું યોગ્ય છે. અહીં જંબૂ, પ્ર. અનુo દ્વાર, બૂo સંન્ડ વૃત્તિકારાદિ મણિ–કાકિણીને, પ્રમાણાંગુલ, આત્માગુલ અને ઉત્સધાંગુલથી માપવાનું કહે છે. અને પ્રવ, સારો આદિ ગ્રન્થો સાતે એકેન્દ્રિય રત્નોને આત્માંગુલથી માપવાનું કહે છે. તત્ત્વજ્ઞાનીગમ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy