________________
૪૬૨
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
શબ્દાર્થ–ગાથાર્થ વિશેષાર્થવત્ સુગમ છે. ૨૬૧ વિરોષા– હવે ત્રીજું ઉપપાત–અવનવિરહ એટલે ગર્ભજમનુષ્યને ઉપપાત–અવન (જન્મમરણાશ્રયી) વિરહકાલ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો પડે છે. એટલે એક જીવના ઉપપાત (જન્મ) કે ચ્યવન (મરણ) પછી ઉક્ત અંતરે બીજો ઉપજે–જન્મ અથવા અમરે. ઈતર–સમૂચ્છિમ મનુષ્યને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્તનો ઉપપાત તથા અવન વિરહકાળ પડે છે.
બન્નેને જઘન્યથી એક સમયનો ઉપપાત તથા અવનવિરહકાળ હોય છે. હવે બન્નેની ઉપપાત અને અવન સંખ્યા દેવસમાન–તે એક, બે યાવત ઉત્કૃષ્ટપણે સંખ્યઅસંખ્યની હોય છે. આ પ્રમાણે છ દ્વાર વર્ણવ્યાં. [૨૬૧]
मनुष्याधिकारमां
* સાતમું તિલાર | અવતરણ—હવે સાતમું ગતિદ્વારતે મનુષ્યગતિમાં આવનારા જીવો કયા કયા? તેને કહે
सत्तममहिनेरइए, तेऊ वाऊ असंखनरतिरिए । मुत्तूण सेसजीवा-उप्पज्जंती नरभवंमि ॥२६२॥
સંસ્કૃત છાયાसप्तममहीनैरयिकान्, तेजोवाय्वसङ्खनरतिरश्चाः । मुक्त्वा शेषजीवा,-उत्पद्यन्ते नरभवे ॥२६२।।
| શબ્દાર્થ આવી ગયો છે. . ગાથાર્થ – સાતમી નરક પૃથ્વીના નારકો, તેલ (અગ્નિ)કાયના, વાયુ (પવન)કાયના જીવો, અસંખ્ય વર્ષાયુષી યુગલિક) મનુષ્યતિર્યંચો અનન્તરભવે મનુષ્યો થતા ન હોવાથી તેઓને છોડીને, શેષ સર્વ દંડકના જીવો [તે છ નારકના જીવો, દેવો, તિર્યંચો] મનુષ્યભવને વિષે ઉપજે છે. ૨૬રા.
વિશેષાર્થ–સુગમ છે. [૨૬૨]
ગવત -આ ગતિદ્વારમાં જ વિશેષ સ્ફોટ પાડતાં મનુષ્યલોકમાં થનારા અહંનું ચક્રવર્તી આદિ મહાપુરુષો ક્યાંથી આવીને આવનારા હોય છે? તે વિશેષતા બતાવે છે.
सुरनेरइएहिं चिय, हवंति हरि-अरिह-चक्कि-बलदेवा । चउविह सुर चक्किबला, वेमाणिअ हुंति हरिअरिहा ॥२६३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org