________________
उपपात-च्यवनविरह तथा संख्याद्वार विचार
૪૬૭ અનાર્યો
“તેથી વિપરીત લક્ષણવાળા તે અનાય એટલે કે પાપી પ્રકૃતિવાળા, ઘોર કોને કરવાવાળા, પાપની ધૃણા વિનાના અને પાપનો પશ્ચાતાપ નહીં કરનારા હોય છે. શક, યવન, બર્બર, શબર, ગૌડ, દ્રવિડ, ઔધ, પારસ, મલય, માલવ, અરબ, હૂણ, રોમક, મરહટ્ટ વગેરે અનેક જાતિઓની ગણના અનાર્યમાં કરેલી છે. આ પ્રમાણે ગર્ભજ મનુષ્યોની પ્રસંગવશ ઓળખાણ આપી.
આ મનુષ્યોનાં આયુષ્ય ને દેહમાન દેશ-કાળ પરત્વે ભિન્ન ભિન્ન હોય છે, પણ અહીં આ ગાથામાં ત્રણ પલ્યોપમ જેવડું વિશાળ આયુષ્ય અને ત્રણ ગાઉના દેહમાનની જે વિશાળતા જણાવી છે તે, તે તે દેશ ક્ષેત્રવર્તી યુગલિકોની છે, પણ આ યુગલિકો અવસર્પિણીના પહેલા અને ઉત્સર્પિણીના છેલ્લા આરા વખતે વિદ્યમાન હોય તે જ સમજવા.
બાકી સામાન્ય (યુગલિક ભાવવિનાના) મનુષ્યનું તો કોઈ કાળે વધુમાં વધુ પૂર્વક્રોડનું આયુષ્ય અને પાંચસો ધનુષ્યનું દેહમાન હોય છે.
જઘન્યથી તમામ મનુષ્યોનું અંગુલના અસંખ્યાતમા ભાગનું દેહમાન હોય છે.
ઉત્તરવૈક્રિયની રચના સંમૂચ્છિમોને હોતી જ નથી. ગર્ભજમનુષ્યને તે ઉત્કૃષ્ટ સાધિક લાખ યોજન અને જઘન્યથી અંગુલના સ્ટીસંખ્ય ભાગની હોય છે.
મનુષ્યોનાં ભવનો–ગૃહો, અશાશ્વત અનિયમિત હોવાથી તેઓની વક્તવ્યતા હોઈ શકે નહિ, માટે ભવનદ્વારનો નિષેધ કર્યો છે, અને તેથી આઠ જ બારોની પ્રરૂપણા અહીં કહેવાશે. [૬૦]
त्रीगँ ने चोथु उपपात–च्यवनविरह तथा
पांचमुं छटुं संख्याद्वार
અવતર-હવે ત્રીજા અને ચોથા ઉપપાત તથા અવનવિરહ દ્વારને અને પાંચમા અને છઠ્ઠા ઉપપાત તથા ચ્યવન સંખ્યદ્વારને કહે છે.
बारस मुहुत्त गब्भे, इयरे चउवीस विरह उक्कोसो । जम्ममरणेसु समओ, जहण्णसंखा सुरसमाणा ॥२६१॥
સંસ્કૃત છાયાद्वादश मुहूर्ता गर्भजे इतरे चतुर्विंशतिर्विरह उत्कृष्टः ।
जन्ममरणेषु समयो जघन्यसंख्या सुरसमाना ॥२६१।। ૩૮૮. પાવા જ વંડા પારિયા fથા ગિરનતાવી | * દેવકુરુ-ઉત્તરકુરુના યુગલિકોનું આયુષ્ય કાયમ પલ્યોપમ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org