________________
૪૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંમૂચ્છિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે?
અહીં ચાલુ ગાથામાં સંમૂચ્છિમ ને ગર્ભજ મનુષ્ય અંગેનો વિચાર ચાલતો હોવાથી સંમૂચ્છિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે? આના ઉત્તરમાં સમજવું કે તેઓ અઢીદ્વીપ–સમુદ્રમાં વર્તતા પ૬ અન્તપ, ૧૫ કર્મભૂમિ, અને ૩૦ અકર્મભૂમિનાં ૧૦૧ ક્ષેત્રોમાં વર્તતા ગર્ભજ મનુષ્યના જ વિષ્ટા, મૂત્ર (મૂતર), શ્લેષ્મ, કફ, વમન, પિત્ત, વીર્ય, રુધિર, મૃતકલેવર, સ્ત્રી-પુરુષના મિથુન સંયોગમાં, શહેરની મોરી-ગટરોમાં તેમજ તમામ જાતનાં ઉચ્છિષ્ટ, અશુચિ અને અપવિત્ર–ગંદા સ્થાનોમાં ઔદારિક પુદ્ગલ સાથે તથા પ્રકારના જલ–વાયુનો સંયોગ મળતાં શીધ્ર, અલ્પ અથવા સેંકડોથી લઈને લાખો, કરોડો ને અબજો યાવત્ અસંખ્ય તથા અષ્ટપ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે. ક્ષણભર પહેલાં કંઈ ન હોય ત્યાં હજ્જારો માખીઓ, મચ્છર, માંકડો, તીડો તેમજ અન્ય જીવાતો એકાએક ઉભરાઈ જાય છે, તે સંમૂચ્છિમ જીવો હોવાના કારણે જ બને છે.
એકંદર ચૌદ અશુચિસ્થાનોમાં સંમૂચ્છિમ મનુષ્યોનાં જન્મ મરણ સતત થયા જ કરે છે. આ જીવો અસંશી (મનરહિત) મિથ્યાદષ્ટિ અને અપર્યાપ્તા જ હોય છે. ગર્ભજ મનુષ્યોને આશ્રીને ઉત્પન્ન થતાં હોવાથી તેમનું ઉત્પત્તિક્ષેત્ર અઢીદ્વીપ સમુદ્ર એટલે સંપૂર્ણ મનુષ્ય ક્ષેત્ર છે, જે અગાઉ કહેવાઈ ગયું છે. ગર્ભજ મનુષ્યો–
“ર્ષે નાયત્તે તિ જર્મના:” ગર્ભમાં જે ઉત્પન્ન થાય તે ગર્ભજ કહેવાય. ગર્ભજ મનુષ્યો પણ, ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અન્તર્કંપમાં ઉત્પન્ન થાય છે. તેઓ અપર્યાપ્ત–પર્યાપ્ત બન્ને પ્રકારના હોવાથી તેના કુલ ૨૦૨ ભેદો છે.
કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોના પુનઃ આર્યઅનાર્ય એમ બે ભેદ પડે છે. આર્યો
ત્યાગ કરવા લાયકનો ત્યાગ કરીને ઉપાદેય ગુણોને પામેલા હોય તે આર્યો કહેવાય. બીજી રીતે દુર્લભ માનવ જીવનને પ્રાપ્ત કરીને કર્તવ્યનું આચરણ અને અકર્તવ્યનું અનાચરણ કરીને પ્રાપ્ત માનવતાને સફળ કરવા પ્રયત્નશીલ હોય. વિભાવદશાને છોડીને સ્વભાવદશા સન્મુખ હોય તે પણ આર્ય કહેવાય છે. આ આર્યો જ્યાં રહેતા હોય તે દેશો પણ આર્ય કહેવાય છે. એ ભૂમિમાં ધર્મના તમામ સદ્દસંસ્કારોની પ્રાપ્તિનાં સુંદર સાધનો અને યોગો વર્તતા હોય છે, જે દ્વારા મુક્તિની સાધના સાધ્ય કરી શકાય છે.
આ આયોં મુખ્યત્વે બે પ્રકારના છે : ૧ ઋદ્ધિપ્રાપ્ત ૨ અદ્ધિપ્રાપ્ત. ઋદ્ધિપ્રાપ્તમાં તીર્થકરો, ચકી, વાસુદેવ, બળદેવ, પવિત્ર વિદ્યાવંતો ને લબ્ધિવંતોનો સમાવેશ થાય છે અને અદ્ધિપ્રાપ્તો ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ, ભાષા આ આયોં છ વિભાગે છે. ૩૮૬. મારા સર્વ ધર્મેષો થતઃ પ્રાપ્તારિત્યાd: I પ્રિજ્ઞા. ૧, પદ ટીકા]
“ર્તવ્યમવરનુવામર્તવ્યમનારનું | તિતિ પ્રકૃdવારે, સ વ માર્ગ ત મૃત: || ૩૮૭. આ બધા પ્રકારોનું વર્ણન ગ્રન્થાન્તરથી જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org