________________
{
} :
संमूच्छिम अने गर्भज मनुष्यनुं स्वरूप
૪૪૬ બીજી વ્યાખ્યા એવી પણ છે કે ત્રણે લોકમાં તમામ બાજુએથી દેહના અવયવોની રચના થાય તે સંમૂચ્છિમ જન્મ કહેવાય.
બે શરીરના સંબંધપણાથી આત્માનો જે પરિણામ તેને જ “જન્મ' કહેવાય છે. અહીં બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલોનાં ઉપમદનથી જે જન્મ થાય તે સંપૂર્ઝન જન્મ કહેવાય.
કાષ્ઠની ત્વચા, ફળ વગેરે પદાર્થોને વિષે ઉત્પન્ન થતા કૃમિ વગેરે જાતના જીવો છે તેઓ, તેહી જ કાષ્ઠ, ફળ વગેરેમાં વર્તતા પુદ્ગલોને શરીરરૂપે પરિણાવે તે બાહા પુગલના ઉપમઈનરૂપ જાણવો.
એવી રીતે જીવતી ગાય વગેરેના શરીરમાં ઉત્પન્ન થતા કૃમિ વગેરે જીવો, એહી જ જીવતી ગાય વગેરેના શરીરનાં અવયવોને ગ્રહણ કરી, પોતાના શરીરરૂપે પરિણામને પ્રાપ્ત કરે, તે આધ્યાત્મિક પુગલના ઉપમઈનરૂપ સંપૂર્ઝન જન્મ સમજવો.
ગર્ભજ જન્મ– (પુરુષનું) શુક્ર અને સ્ત્રીનું) શોણિત બંનેના મિલનના આશ્રયરૂપ પ્રદેશને ગર્ભ” કહેવાય. અને તે સ્થાનમાં ઉત્પન્ન થનાર જીવ “ગર્ભજ' કહેવાય. એને જ જરા વધુ સ્પષ્ટ કરીએ. સ્ત્રી–પુરુષનો મિથુન સંયોગ થયા બાદ સ્ત્રીની યોનિમાં કોઈ જીવાત્મા શીઘ્ર ઉત્પન્ન થઈને, તુર્ત જ પ્રથમ ક્ષણે શુક્ર અને શોણિતને-માતાએ ગ્રહણ કરેલા આહારને આત્મસાત્ કરનાર અથતિ સ્વશરીરરૂપે પરિણમન કરનાર તે ગર્ભજ” જીવ કહેવાય.
ઉપપાતજન્મ–પરસ્પરના મૈથુન સંયોગ વિનાતે તે ક્ષેત્ર–સ્થાન નિમિત્તને પામીને એકાએક અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પન્ન થઈ, શીધ્ર મૂલ શરીરવગાહને ધારણ કરવું તે.
આ જન્મ દેવ તથા નારકોને હોય છે. દેવી દેવશય્યામાં અને નારકો વમય ભીંતને વિષે રહેલાં ભયંકર આવાસોમાં ઉત્પન્ન થાય છે.
શંકા– સંમૂચ્છિમ અને ઉપપાત બંનેના જન્મમાં સ્ત્રી-પુરુષના સંયોગની અપેક્ષા નથી, તો પછી બેયને જુદા જુદા શા માટે માનવા? સંપૂર્ઝનમાં જ સમાવેશ કરી દેવાય તો કેમ?
સમાધાન– જો કે શંકા વ્યાજબી છે પણ બંનેમાં ભિન્નતા એ છે કે સંપૂર્ઝન જન્મમાં ઔદારિક પુદ્ગલોનું અને ઉપપાતમાં વૈક્રિય પુદ્ગલોનું ગ્રહણ છે. બાકી ખરી રીતે તો ત્રણ પ્રકારને બદલે એક સંપૂર્ઝન પ્રકાર માનીને બાકીના બે સંમૂડ્ઝનના જ વિશિષ્ટ સ્વરૂપો માનીએ તો તે અયોગ્ય નથી. સંમૂચ્છિમ જીવો કયા કયા?
એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આ બધાય જીવો સંમૂચ્છિમ જ હોય છે. પંચેન્દ્રિયના ચાર ભેદો પૈકી મનુષ્ય અને તિર્યંચોમાં પણ સંમૂચ્છિમ પંચેન્દ્રિયો છે.
૩૮૩. જુઓ તત્ત્વાર્થ રાજવાર્તિક. ૩૮૪. જુઓ તત્ત્વાર્થ બૃહવૃત્તિ. ૩૮૫. મારે તત્તિ, સમૂર્ખનવૈરું સામાન્યતો ગન | તદ્ધિ અપાતતામ્ય વિથત તિ | તિત્ત્વાર્થ બૃહદ્ વૃત્તિ
9.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org