SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ४३८ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह યાવત્ છઠ્ઠી સુધી અને વજઋષભનારાચ સંઘયણવાળા યાવત્ સાતમી નરક સુધી પણ જાય છે. ઉક્ત સંઘયણવાળા શુભ પ્રવૃત્તિ કરનારા હોય તો, શુભ અધ્યવસાયના યોગે ઉત્તરોત્તર દેવાદિક ઉત્તમ ગતિને પણ પ્રાપ્ત કરે અને પ્રથમ સંઘયણવાળા તો ઉત્કૃષ્ટ આરાધનાના યોગે મોક્ષે પણ ચાલ્યા જાય, જ્યારે તેઓ જ જો અશુભ પ્રવૃત્તિ કરે, તો ઉત્તરોત્તર અશુભસ્થાનને પ્રાપ્ત થતાં એ જ પ્રથમ સંઘયણવાળા ભવાંતરે સાતમી નરકે પણ જવાને યોગ્ય બને છે. આ તો સંઘયણદ્વારા નરકગતિ આશ્રયી ઉત્કૃષ્ટ ગતિ કહી. હવે જઘન્યથી તો, બધાય સંઘયણવાળા, મન્દ અધ્યવસાયના યોગે રત્નપ્રભાના પ્રથમ પ્રતરે ઉત્પન્ન થાય અને મધ્યમ અધ્યવસાયવાળા જઘન્યથી આગળ અને ઉત્કૃષ્ટ ઉપપાતથી અર્વાક્ (પહેલાં એટલે વચગાળે) ઉત્પન્ન થાય છે. સાતે નરકને વિષે સમુચ્ચયે પ્રથમની કૃષ્ણ—નીલ–કાપોત એ ત્રણ અશુભ લેશ્યા હોય છે, કારણકે તે મહાદુર્ભાગી જીવો મહામલિન અધ્યવસાયવાળા હોય છે. [૨૫૫] ગવતર— હવે એ ત્રણ લેશ્યા ક્યાં ? કોને ? કઈ કઈ લેશ્યાઓ હોય તે કહે છે. दुसु काऊ तइयाए, काऊ नीला य नील पंकाए । धूमाए नीलकिण्हा, दुसु किण्हा हुंति लेसा उ ॥ २५६ ॥ સંસ્કૃત છાયા द्वयोः कापोता तृतीयस्यां, कापोता नीला च नीला पङ्कायाम् । धूमायां नीलकृष्णे, द्वयोः कृष्णा भवति लेश्या तु || २५६ || શબ્દાર્થ આવી ગયો છે. ગાયાર્થ— વિશેષાર્થ મુજબ. ૨૫૬॥ વિશેષાર્થ લેશ્મા કોને કહેવાય ? તેનું વિશેષ સ્વરૂપ જો કે બહુ ગહન છે, તથાપિ કિંચિત્ સ્વરૂપ દેવદ્વારમાં આપ્યું છે તેથી અહીં વધુ લખવાનું મુલતવી રાખ્યું છે. પહેલી બે નરકને વિષે એક કાપોત લેશ્યા હોય પરંતુ પહેલીમાં જેટલી મિલનપણે હોય, તેથી પણ અધિક મલિન બીજી શર્કરાપ્રભાના જીવોમાં વર્તતી હોય, ત્રીજી વાલુકાપ્રભામાં કાપોત અને નીલ એ બે લેશ્યા હોય. [એમાં જેઓનું સાધિક ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે તેને કાપોત અને તેથી અધિકવાળાઓને નીલ હોય છે.] ચોથી પંકપ્રભાપૃથ્વીમાં એક નીલ જ લેશ્યા હોય છે, પાંચમી ધૂમપ્રભાને વિષે નીલ અને કૃષ્ણ એ બે લેશ્યા હોય. [પરંતુ એ નરકમાં જેઓનું સાધિક દસ પલ્યોપમનું આયુષ્ય હોય તેને નીલ અને તેથી અધિકાયુષી જીવોને કૃષ્ણ લેશ્યા હોય છે.] અને છેલ્લી તમઃ અને તમસ્તમઃપ્રભા એ બન્ને નરકે એક કૃષ્ણ જ લેશ્મા હોય છે. પરંતુ પાંચમી કરતાં છઠ્ઠીની કૃષ્ણલેશ્યા અતિમલિન અને તે કરતાંય સાતમીમાં તો કેવળ તીવ્રતર સંકિલષ્ટ—મલિન હોય છે. [૨૫૬] Jain Education International ગવતર દેવ, નારકોને દ્રવ્ય લેશ્યાનું અવસ્થિતપણું છતાં ભાવલેશ્યાનું જે બદલાવવાપણું હોય છે તે આ ગાથાવડે ગ્રન્થકાર મહર્ષિ જણાવે છે : For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy