________________
देव तथा नारकोनी भावलेश्या सुरनारयाण ताओ, दबलेसा अवढिआ भणिया । भावपरावत्तीए, पुण एसिं हुंति छल्लेसा ॥२५७॥
સંસ્કૃત છાયા
सुरनारकाणां ताः, द्रव्यलेश्या अवस्थिता भणिताः । भावपरावृत्त्या पुनरेषा भवन्ति षड्लेश्याः ॥२५७।।
| શબ્દાર્થ બ્રસ દ્રવ્ય લેશ્યા
વપરીવત્તી =ભાવની પરાવૃત્તિથી માયા–સુર અને નારકોની દ્રવ્ય લેશ્યા અવસ્થિત કહેલી છે, વળી ભાવના પરાવર્તનપણાથી તેઓને છ વેશ્યા કહેલી છે. [૨૫૭]
વિરોવાઈ-પૂર્વગાથામાં પ્રથમ બે નારકીમાં કાપોતલેશ્યા, ત્રીજીમાં કાપોત તથા નીલલેશ્યા એમ યાવત્ સાતમી નારકીમાં કેવલ કૃષ્ણ લેશ્યા જણાવેલ છે. દેવોના વર્ણન પ્રસંગે પણ “મવવિધ મહિને સનોફલે૫૬ો તે' ઈત્યાદિ ગાથાથી અમુક દેવોને અમુક વેશ્યાઓ હોય છે તેમ કહ્યું છે. દેવ અને નારકોને કહેલી વેશ્યાઓ અવસ્થિત છે, અર્થાત્ જે દેવોને તેમજ જે નારકજીવોને જે જે વેશ્યાઓ કહેલ છે, તે વેશ્યાઓ પોતાના ઉપપાત-જન્મથી આયુષ્ય સમાપ્તિ પર્યત (તથા બે અન્તર્મુહૂર્ત અધિક) સુધી રહેવાવાળી હોય છે. તે લેગ્યામાં મનુષ્ય અને તિર્યંચોની લેણ્યા માફક પરાવર્તન થતું નથી.
શંકા– જ્યારે દેવોને તેમજ નારકજીવોને ઉપર જણાવ્યા મુજબ અવસ્થિત વેશ્યાઓ હોય છે તો પછી સાતમી નરકમાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ કહેલી છે તે કેમ સંભવે? કારણકે ઉપરના કથન મુજબ સાતમી નરકમાં વર્તતા નરકજીવોને સદાકાળ કૃષ્ણ લેશ્યા જ હોય છે અને સમ્યકત્વની પ્રાપ્તિ તો તેજોલેશ્યા, પઘલેશ્યા અને શુકલલેશ્યા હોય તો જ સંભવી શકે છે. વળી દેવોમાં સંગમાદિક અધમ દેવોને સદાકાળ તેજલેશ્યા હોવા છતાં જગજંતુના તારણહાર પરમાત્મા મહાવીરદેવ સરખા સંસારોદધિનિયમકને છ છ મહિના સુધી ભયંકર ઉપસગ કરવાના ફલરૂપે કૃષ્ણલેશ્યાના પરિણામ થયા તે પણ શી રીતે સંભવે ? કૃષ્ણલેશ્યા સિવાય પરમાત્માને ઉપદ્રવ—ઉપસર્ગ કરવાના પરિણામ થાય જ નહિ.
સમાધાન – ઉપરની શંકા વાસ્તવિક છે અને તે શંકાના સમાધાન માટે જ આ “ગુરનારા તારો” ઈત્યાદિ પદવાળી ગાથાને રચવાની ગ્રન્થકાર મહર્ષિને જરૂરિયાત જણાઈ છે. આશય કહેવાનો એ છે કે વેશ્યા બે પ્રકારની છે. એક દ્રવ્યલેશ્યા અને બીજી ભાવલેશ્યા. એમાં દેવોને તેજોલેશ્યા, પદ્મશ્યા અને શુકલલેશ્યા તેમજ નારકજીવોને કાપોત, નીલ અને કૃષ્ણલેશ્યા જે અવસ્થિતપણે રહેવાવાળી કહેલી છે તે દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કહેલ છે, પરંતુ ભાવલેશ્યાની અપેક્ષાએ નહિ. ભાવલેશ્યાની અપેક્ષાએ તો દેવોને અને નારકોને તે તે અવસ્થિત દ્રવ્યલેશ્યાઓની સાથે છએ. ભાવલેશ્યાઓ હોઈ શકે છે.
શંકા-દેવ, નારકોને પણ મનુષ્ય-તિર્યંચોની માફક ભાવલેશ્યાઓ છએ હોવાનું જણાવવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org