________________
૪૪૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આવે છે. આમ ભાવલેગ્યામાં સમાનતા કહી તે રીતે તો મનુષ્ય-તિર્યંચોની દ્રવ્યલેશ્યાના સમયની જેમ, તેમની દ્રવ્યલેશ્યાનો કાળ અન્તર્મુહૂર્ત કેમ નહિ ?
સમાધાન-મનુષ્ય, તિર્યંચોના દ્રવ્ય વેશ્યાના પરિણામ તો, અન્ય લેશ્યા પરિણામ ઉત્પન્ન થતાં, પૂર્વલેશ્યા પરિણામનું તેમાં તદ્દન રૂપાંતર થઈ જાય છે, તેવું દેવ, નારકમાં બનતું નથી, એટલે તેને અન્તર્મુહૂર્તનો કાળ ક્યાંથી હોઈ જ શકે? તેમને તો સ્વભાવવત્ન લેક્ષામાં અન્ય ભાવલેશ્યાના પરિણામ આવી જાય તો તે માત્ર સ્પષ્ટ–અસ્પષ્ટ પ્રતિબિંબપણાને જ પ્રાપ્ત કરે છે, અને તેય લાંબો વખત ટકતું નથી, તેમજ જેટલો સમય ટકર્યું હોય તે દરમિયાન અવસ્થિત વેશ્યાના મૂલ સ્વરૂપમાં કશો ફેરફાર કરતું નથી, એ જ વાત દષ્ટાંતથી વધુ સમજાવે છે.
મનુષ્ય, તિર્યંચોને જે સમયે જે વેશ્યાઓ હોય છે તે સમયે તેવા આત્મપ્રયત્નથી તે વિદ્યમાન લેશ્યાના પુદ્ગલોને અન્ય વેશ્યાના પુદ્ગલો દ્રવ્યો)નો સંબંધ થતાં વિદ્યમાન લેગ્યા પલટાઈ જાય છે, અર્થાત્ સફેદ વસ્ત્રને લાલ રંગનો સંબંધ થતાં સફેદ વસ્ત્ર પોતાનું સફેદપણું છોડી દઈ, લાલ વસ્ત્રના સ્વરૂપમાં જેમ પલટો ખાઈ જાય છે તે પ્રમાણે વિદ્યમાન કૃષ્ણલેશ્યાના દ્રવ્યોને (આગન્તુક તેજોલેશ્યાના દ્રવ્યોનો સંબંધ થતાં તેજોલેશ્યાના દ્રવ્યોનું પરિબલ વધારે હોવાથી કૃષ્ણલેશ્યાના દ્રવ્યો તેજોલેશ્યરૂપે પરિણમે છે અને એ પ્રમાણે કારણ સામગ્રીને પામીને મનુષ્ય, તિર્યંચોને અન્તર્મહત્વે લેશ્યાઓનું પરાવર્તન થાય છે.
જ્યારે દેવોને વેશ્યાના વિષયમાં આ પ્રમાણે થતું નથી, અથાત્ દેવ, નારકોને જે અવસ્થિત વિદ્યમાન લેશ્યાઓ હોય છે તે વેશ્યા દ્રવ્યોને અન્ય લેશ્યા દ્રવ્યોનો સંબંધ થાય છે ખરો, પરંતુ મનુષ્ય, તિર્યંચોના વેશ્યાદ્રવ્યોની માફક આ દેવ, નારકોના લેણ્યાદ્રવ્યો રંગેલા વસ્ત્રની પેઠે એકાકારરૂપે પરિણમતાં નથી, પરંતુ એ આગન્તુક વેશ્યાદ્રવ્યોનો આકાર–પ્રતિબિંબ માત્ર વિદ્યમાન ©લેશ્યાદ્રવ્યો ઉપર પડે છે, એટલે કે સ્ફટિક સ્વયં નિર્મળ છતાં લાલ, પીળી, વસ્ત્રાદિની ઉપાધિ વડે લાલ અથવા પીળું દેખાય છે, પરંતુ વસ્ત્ર અને સ્ફટિક અને સ્વયં જુદા જ છે; અથવા નિર્મળ દર્પણમાં વસ્તુની વિકૃતિને અંગે વિકારવાળું પ્રતિબિમ્બ પડે છે, પણ વસ્તુતઃ તે વસ્તુ અને દર્પણ જુદા જ છે. એમ અહીં વિદ્યમાન લેશ્યાદ્રવ્યો ઉપર અન્ય (આગન્તુક) લેશ્યાદ્રવ્યોનો આકાર–પ્રતિબિમ્બ પડે છે, પરંતુ તાત્ત્વિક રીતે બન્ને જુદા છે. એને જ અથતિ એ આકાર અથવા પ્રતિબિંબને જ દેવ, નારકોને અંગે ભાવલેશ્યાઓ ગણવાની છે. આ પ્રતિબિંબ અથવા માત્ર આકારસ્વરૂપ ભાવલેયા જે અવસરે ઉત્પન્ન થાય છે, તે અવસરે નારકજીવોને કાદિ દુષ્ટલેશ્યા વિદ્યમાન છતાં (પૂર્વોક્ત ભાવલેશ્યાથી તેજલેશ્યાદિના સંભવવાળી) સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. અને પ્રતિપક્ષી ઘટનામાં સંગમાદિને તેજલેશ્યા અવસ્થિત હોવા છતાં, કુણલેશ્યાના ફળરૂપે પ્રભુને ઉપસર્ગ કરવાના દુષ્ટ પરિણામ પણ થાય છે. આ ઉપરથી ભાવના પરાવર્તનથી પ્રતિબિંબસ્વરૂપ ભાવલેશ્યાઓ આવવા છતાં, અવસ્થિત વેશ્યાઓના મૂળ સ્વરૂપમાં કશો ફેરફાર થતો નથી અને ઉપર જણાવ્યા મુજબ છએ ભાવલેશ્યાઓ માનવામાં પણ વિરોધ આવતો નથી. [૨૫]
૩૮૦. લેશ્યા શું છે? તેની ઉત્પત્તિ શેમાંથી છે? તેની વર્ણગંધાદિ ચતુષ્ક સાથે ઘટના, તેનું અલ્પબદુત્વ, તેની કાળ વ્યવસ્થા, તેનાં અધ્યવસાયસ્થાનકો વગેરે વર્ણન શ્રી ઉત્તરાધ્યયન, પન્નવણા, લોકપ્રકાશાદિક ગ્રન્થદ્વારા સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org