________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
// પ્રાપ્તિ બાવાસોનું સ્વરૂપ-પરિશિષ્ટ નં. ૭ ॥
નોંધ—અહીં ગ્રન્થકારે વૃત્તત્રિકોણાદિ આવાસસંખ્યાપ્રાપ્તિકરણ અથવા આવલિકાપ્રવિષ્ટ અથવા પુષ્પાવકીર્ણનું વિમાનવત્ અંતરદ્વાર સંખ્યા—સંસ્થાનાદિ વર્ણન જણાવ્યું નથી, પરંતુ ઉપયોગી હોવાથી ગ્રન્થાન્તરથી નીચે મુજબ આપવામાં આવે છે.
४१२
વૃત્ત, ત્રિજોગ વગેરેનું પ્રતિપ્રતો સંધ્યારળ સાતે નરકે પ્રત્યેક પ્રતરે—વૃત્તત્રિકોણ—ચોખૂણ નરકાવાસાઓની સંખ્યા જો જાણવી હોય તો વૈમાનિક નિકાયમાં જણાવેલું વૃત્તાદિક૨ણ યોજવું.
૧ એટલે કે અહીંયા દિશા તથા વિદિશામાં પણ પંક્તિઓ હોવાથી એક દિશાની અને એક વિદિશાની એમ બે પંક્તિઓ લેવી. બન્નેની આવાસસંખ્યાને ત્રિભાગે વહેંચવી, વહેંચતા જો શેષ સંખ્યા એકની રહે તો ત્રિકોણમાં, બેની રહે તો એક ત્રિકોણ અને એક ચોખૂણમાં ઉમેરવી. પછી બન્ને પંક્તિવર્તી પૃથક્ પૃથક્ વૃત્તત્રિકોણ—ચોખૂણ સંખ્યાને એકઠી કરી તે સંખ્યાનો સમાસ—સરવાળો કરી ચારે ગુણવી [અથવા દિશાવિદિશાની સંખ્યા જુદી પ્રથમ કાઢવી હોય તો ચાર ચાર પંક્તિની ભિન્ન સંખ્યાને ચારે ગુણવી]. જેથી પ્રથમ પ્રતરે દિશાવિદિશાની એકત્રિત થયેલી [અથવા દિશાવિદિશાની પૃથક્ પૃથક્] વૃત્તાદિ આવાસસંખ્યા પ્રાપ્ત થાય છે.
જેમ રત્નપ્રભાની દિશાગત પંક્તિની ૪૯ની સંખ્યાને ત્રિભાગે વહેંચતાં ૧૬–૧૬-૧૬ અને શેષમાં (આવાસ) ૧ ૨હે, તે શેષને ત્રિકોણમાં ઉમેરવો, ત્યારે ૧૭–૧૬–૧૬.
હવે વિદિશાગત પંક્તિની કુલ ૪૮ની સંખ્યાને ત્રિભાગે વહેંચતાં ૧૬–૧૬–૧૬ આવી. તેમાં દિશાની પંક્તિની આવેલ સંખ્યાને ક્રમશઃ યથાસંખ્યપણે મેળવતાં ૩૩ ત્રિ૦, ૩૨ ચો૦, ૩૨ વૃત્તની સંખ્યા આવી. હવે ચારે પંક્તિની લાવવા ચારે ગુણતાં ક્રમશઃ ૧૩૨ સંખ્યા ત્રિકોણની, ૧૨૮ ચોખૂણની, અને ૧૨૮ વૃત્તની આવી. હવે વૃત્તની ૧૨૮ની સંખ્યામાં ઇન્દ્રકવૃત્ત હોવાથી ઉમેર્યું એટલે ૧૨૯ વૃત્તની સંખ્યા પ્રથમ પ્રતરે આવી. હવે ત્રણેને એકત્ર કરવામાં આવે તો ૩૮૯ની આવલિકાગત ઉક્તસંખ્યા આવી રહેશે. અન્ય પ્રતર માટે યન્ત્ર જોવું.
પ્રતિનરકસ્થાનાશ્રયી તથા સમગ્રનરકાશ્રયી ત્રિકોણાદિ સંખ્યા લાવવાનું કરણ વૈમાનિકવત્ વિચારવું, અન્ય પણ કરણ છે. તે ગ્રન્થાતંરથી જોવું.
आवलिक- पुष्पावकीर्ण नरकावासाओनुं विशेष वर्णन
નરાવાસ બત્તર્—આવલિકાદિ નરકાવાસાઓનું પરસ્પર અંતર (વૈમાનિકવત) સંખ્ય-અસંખ્ય યોજનનું સંભવે છે.
પ્રાળા વ્યવસ્થા—નરકાવાસાઓમાં ઉત્પન્ન થનારા નાકો પરાધીન છે, દુઃખ ભોગવવા આવેલા છે, ત્યાં કંઈ પણ શુભપણું કે લૂંટી જવાપણું હોતું નથી, જેથી તે નાકોને માટે પ્રાકારાદિની વ્યવસ્થા શા માટે સંભવે ? તેથી ત્યાં તે વ્યવસ્થા નથી.
સ્વામિત્વમે—ત્યાં કંઈ વૈમાનિકવત્, ત્રિકોણ, વૃત્ત, ચોખૂણમાં નરકાવાસાઓના માલિકીભેદ જેવું કંઈ જ નથી, તેમજ કોઈને કંઈ વહેંચણી કરવાનું હોતું નથી. ઉચ્ચ વસ્તુની માલિકી ધરાવનારા સહુ હોઈ શકે, પણ આવા અશુભ નરકાવાસાઓની આલિકાઓમાં માલિક કોણ થાય ? કોઈ જ નહીં.
ઉપરોપરિસ્થાન વૈમાનિકનિકાયવત્ અહીં પણ વૃત્ત ઉપર વૃત્ત, ત્રિકોણ ઉપર ત્રિકોણ અને ચોખૂણ ઉપર ચોખ્ખણ નરકાવાસો સર્વત્ર આવે, એમ સમગ્ર પ્રતરમાં ક્રમશઃ વિચારવું.
સ્વર્ગાવિ—નરકાવાસાઓ અશુભ, અત્યન્ત દુર્ગંધથી ભરેલા, સ્પર્શ કરતા જ મહાહાનિ પહોંચાડનારા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org