SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ आवलिकागत नरकावासाओनां नामोनी ओलखाण ४१३ અરુચિ ઉપજાવનારા, અનેક મૃતકાદિની અતિનિત્વ અને દુર્ગંધથી ભરેલા, ઉદ્યોતાદિ કંઈપણ ન હોવાથી અને સ્વયં અપ્રકાશિત હોવાથી મહાઘનઘોર અંધકારમય છે. પુષ્પાવીર્ભાવાર [સંસ્થાન—પ્રત્યેક પંક્તિઓના આંતાઓમાં વીખરાયેલાં—છૂટાં છૂટાં વેરેલાં (પુષ્પાવકીર્ણ) પુષ્પવત્ આવાસો રહેલાં છે. તેઓ લોહમય કોઠાના આકારે, દારુના પીઠાકારે, રાંધવાની લોઢીના આકારે, થાલી, તાપસાશ્રમ, મુરજવાઘ, નન્દીમૃદંગ, સુઘોષા ઘંટા, મર્દલ, ભાંડપટહ, ભેરી—ઢક્કા, ઝલ્લરી, કુત્તુમ્બક ઈત્યાદિ ભિન્ન ભિન્ન આકારના છે. એને દેખતાં જ જોનારના શરીરે ઘૂજ–કંપારી વછૂટે એવા એ ભયાનક છે. આ નરકાવાસાઓ અંદરથી ગોળ અને બહારથી ત્રિકોણ, નીચેથી ક્ષુપ્રશસ્ત્ર સરખા દેખાવવાળા છે. આવનિાપ્રવિદ્યાવાસાર્—આવલિકાગત નરકાવાસ મુખ્યત્વે મધ્ય નરકેન્દ્રના આવાસની ચારે દિશાની પંક્તિઓમાં પ્રથમ ત્રિકોણ, પછી ચોખૂણ, પછી વૃત્ત, પુનઃ ત્રિકોણ, ચોખૂણાદિ આ રીતના ક્રમથી ઠેઠ પંક્તિના અન્ન સુધી આવેલા છે; પરંતુ જો તે ત્રિકોણાદિ આવાસોનો પીઠનો ઉપરનો મધ્યભાગ ગ્રહણ કરીને જોઈએ તો તો તે આવલિકાગત નરકાવાસાઓ પુષ્પાવકીર્ણ આકારવત્ અંદરથી ગોળ અને બહારથી ચોખૂણા (ચોખંડા) અને નીચેથી ઘાસ કાપવાના અણીદાર તીક્ષ્ણ શસ્ર સરખા છે. પ્રત્યેક પ્રતરવર્તી સર્વ નરકેન્દ્રાવાસાઓ ગોળ જ હોય છે, પરંતુ ત્રિકોણાદિક હોતા નથી. आवलिकागत नरकावासाओनां नामोनी ओळखाण પ્રત્યેક નરકમાં યથાસંખ્ય ઉપર જણાવ્યા મુજબ પ્રતો આવેલાં છે. પ્રત્યેક પ્રતર ત્રણ હજાર યોજન ઊંચા છે. પહોળાઈમાં અસંખ્ય યોજન લંબાયેલા છે. પ્રત્યેક પ્રતર મધ્યે ઇન્દ્રક નકાવાસાઓ આવેલા છે. એ ઇન્દ્રક આવાસોથી ચારે બાજુએ (દિશામાં) અને ચાર વિદિશામાં (અંતિમ પ્રતરવર્જી વિદિશા) એમ આઠ પંક્તિઓ નરકાવાસાઓની નીકળેલી હોય છે (જેઓના આકારાદિકનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ગયું છે.) રત્નપ્રભા પૃથ્વીવર્તી રહેલા મધ્યવર્તી ‘સીમંતેન્દ્રક’ આવાસની ચારે બાજુએ રહેલા, દિશાવર્તી આવાસોમાં પ્રથમ પૂર્વ દિશાના નરકાવાસનું નામ સીમન્તકપ્રભ, ઉત્તરમાંનું સીમન્તકમધ્ય, પશ્ચિમમાંનું સીમન્તાવર્ત, દક્ષિણમાંનું સીમન્તકાવશિષ્ટ છે. ત્યારબાદ પૂર્વ દિશામાં શરૂ થતી પંક્તિમાં રહેલા બીજાથી લઈને નરકાવાસાનાં નામો જણાવે છે. પહેલાનું નામ વિલય, ૨ વિલાત્મા, ૩ સ્તનિત, ૪ આઘાત, ૫ ઘાતક ૬ કલિ, ૭ કાલ, ૮ કર્ણિ, ૯ વિદ્યુત, ૧૦ અશનિ, ૧૧ ઇન્દ્રાશન, ૧૨ સર્પ, ૧૩ વિસર્પ, ૧૪ મૂતિ, ૧૫ પ્રમૂચ્છિત, ૧૬ લોમહર્ષ, ૧૭ ખરપુરુષ, ૧૮ અગ્નિ, ૧૯ તેપિતા, ૨૦ ઉદગ્ધ, ૨૧ વિદગ્ધ, ૨૨ ઉર્દૂજનક, ૨૩ વિજલ, ૨૪ વિમુખ, ૨૫ વિચ્છવિ, ૨૬ વ્યધજ્ઞ, ૨૭ અવલાન, ૨૮ પ્રભ્રષ્ટ, ૨૯ રૂષ્ટ, ૩૦ વિરૂષ્ટ, ૩૧ નષ્ટ, ૩૨ વિગત, ૩૩ વિનય, ૩૪ મંડલ, ૩૫ જિહ્ન, ૩૬ જ્વરક, ૩૭ પ્રજ્વક, ૩૮ અપ્રતિષ્ઠિત, ૩૯ ખંડ, ૪૦ પ્રસ્ફુટિત, ૪૧ પાપદંડ, ૪૨ પર્પટકપાચક, ૪૩ ઘાતક, ૪૪ સ્ફુટિત, ૪૫ કાલ, ૪૬ ક્ષાર, ૪૭ લોલ, ૪૮ લોલપાક્ષ. હવે ઉત્તરવર્તી પંક્તિના બીજાથી લઈને સર્વ નામો જાણવાં. ઉક્ત નામોને ‘મધ્ય’ પદ લગાડવું જેમ વિજ્ઞયમધ્ય, વિજ્ઞાભામધ્ય. વળી આ નામોમાં મધ્યઞાવર્ત શબ્દો તે તે નામને અન્તે અને નામની આદિમાં જોડવામાં આવે છે; પરંતુ ચાર ચાર આવાસને અંતરે મધ્યવિજ્ઞય એમ મધ્ય શબ્દ આદિમાં પ્રથમ લગાડાય છે. વળી પશ્ચિમવર્તી પંક્તિઓ માટે એ જ નામો સાથે જ્ઞાવર્ત પદ લગાડવું, એટલે વિનયાવર્ત, વિસ્તાભાવર્ત વગેરે. વળી મધ્ય આવર્ત વગેરે જે પદો લગાડવામાં આવે છે તે પ્રારંભમાં ઉપ૨ જણાવ્યા મુજબ વિલયાદિ નામ પછી લગાડાય છે; પરંતુ ચાર ચાર આવાસને અંતરે તો ‘મધ્યવિનય’ એમ પ્રથમ લગાડવામાં આવે જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy