SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતાર–પૂર્વ ગાથામાં પ્રત્યેક પ્રતરાશ્રયી સંખ્યા જણાવીને હવે આ પોણી ગાથા, સમગ્ર નરકાશ્રયી અને પ્રત્યેક નરકાશ્રયી આવલિકાગત નારકાવાસ સંખ્યાને જાણવાનું કારણ બતાવે છે. તેમાં વૈમાનિકનિકાવત્ અહીં પણ “મુખ અને ભૂમિ દ્વારા પ્રાપ્ત થતી બન્ને પ્રકારની સંખ્યા કહે છે. —पढमो मुहमंतिमो हवइ भूमी । मुहभूमिसमासद्धं, पयरगुणं होइ सव्वधणं ॥२३४॥ સંસ્કૃત છાયા प्रथमो मुखमन्तिमो भवति भूमिः । मुख-भूमिसमासार्ध, प्रतरगुणं भवति सर्वधनम् ॥२३४।। શબ્દાર્થ સુગમ છે. Tયાર્થ–પ્રથમ પ્રતરસંખ્યા તે મુવ અને અંતિમ પ્રતરસંખ્યા તે ભૂમિ કહેવાય. બન્ને સંખ્યાનો સરવાળો કરીને અદ્ધ કરવું જે સંખ્યા આવે તેનો સર્વ પ્રતરસંખ્યા સાથે ગુણાકાર કરવો જેથી સર્વ સંખ્યા પ્રાપ્ત થાય છે. ૫૨૩જા વિશેષાર્થ-વૈમાનિકપત અહીં પણ આ એક જ ગાથા સમગ્ર નરકાશ્રયીકરણ બતાવે છે, તેમજ પ્રતિબરકાશ્રયી સંખ્યાકરણ પણ બતાવે છે, કારણ કે મુખ તથા ભૂમિનું ગ્રહણ સાતે નરકાશ્રયી તેમજ પ્રત્યેક નરકાશ્રયી પણ ઘટે છે. ૧–સમગ્ર નવાજવી ગાવાતોની સંધ્યા વાહવાનું ઉદિર–પ્રથમ પ્રતરવર્તી કુલ ૩૮૯ નરકાવાસાઓનો સમુદાય પિશ્ચાનુપૂર્વીએ પ્રથમ પ્રતરનું મુખ હોવાથી] તે કુલ સંજ્ઞક કહેવાય અને અંતિમ પ્રતર સ્થાનવર્તી ૫, નરકાવાસાઓનો કુલ સમુદાય પિશાનુપૂર્વીએ તેનું આદિપણું હોવાથી] તે ભૂમિ સંશક તરીકે ઓળખી શકાય છે. એ મુખ અને ભૂમિનો સરવાળો કરતાં [૩૮૯૫=] ૩૯૪ થાય, તેને ગાથાનુસારે અધ કરતાં ૧૯૭ થાય. સર્વ પ્રતિરોનાં આવલિકાગત આવાસોની કુલ સંખ્યા કાઢવાની હોવાથી તે સંખ્યાને ૪૯ પ્રતિરો વડે ગુણતાં ૯૬૫૩ એટલી દિશા તથા વિદિશાવર્તી આવલિકાગત [આવલિકા પ્રવિષ્ટ] નરકાવાસાઓની સંખ્યા આવી, [કુલ ૮૪ લાખમાંથી ૯૬પ૩ બાદ કરતાં ૮૩૯૦૩૪૭ શેષ રહી, તે સાતે નરકાશ્રયી પુષ્પાવકીર્ણની સંખ્યા જાણવી, જે હવે પછીની ગાથામાં કહેવાશે. પ્રથમ પ્રતરની સંખ્યામાંથી બાદ કરતાં શેષ સંખ્યા રહે છે તે પ્રતરે પ્રાપ્ત થાય છે. ૪ વળી ચોથી રીતે પાંચ (૫)ની સંખ્યાને “આદિ' સંજ્ઞા, ૮ની સંખ્યાને “ઉત્તર’ સંજ્ઞા અને ૪૯ની સંખ્યાને ગચ્છ' સંજ્ઞાઓ આપીને પશ્ચાત ગચ્છસંશક અને ઉત્તરસંશક સંખ્યાને ગુણીને આવેલ સંખ્યામાંથી આદિ સંશકસંખ્યા હીન કરતાં જિ૯૪૮=૩૯૨–૫=૩૮૯] અંતિમ ઘનસંખ્યા પ્રથમ પ્રતરે ૩૮૯ની પ્રાપ્ત થાય. આ પ્રમાણે દ્વિતીયાદિ પ્રતરે યથાયોગ્ય ઉપાયો છે. પ–વળી પાંચમી રીતે ઈષ્ટ પ્રતરની એકદિશિ સંખ્યાને આઠ ગુણી કરી, ત્રણ બાદ કરતાં જે શેષ સંખ્યા રહે તે સર્વત્ર આવલિકાગતની સંખ્યા સમજવી. આ સિવાય અનેક કરણો હોય છે. વધુ માટે દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ જોવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy