________________
૧૨.
नरकावासाओनुं वर्णन
૪૦૬
એમ ત્રણે પ્રકારની સંખ્યા [ભિન્ન ભિન્ન રીતિઓ દ્વારા કહેવામાં આવી હતી, પરંતુ તે (૧૦૮મી) એક જ ગાથા દ્વારા કહેવામાં આવી હતી, જ્યારે અહીં કહેવાતી નરકાવાસાની સંખ્યા ૨૩૩–૨૩૪ એ બે ગાથા વડે કહેવાશે. વળી વૈમાનિકનિકાયમાં તો સમગ્ર નિકાયાશ્રયી અને પ્રતિકલ્પાશ્રયી' એ બે જ પ્રકારની સંખ્યા ગ્રન્થકારે મૂલ ગાથામાં જણાવી હતી અને એથી ત્રીજી પ્રતિપ્રતરાશ્રયી’ વિમાનસંખ્યા ઉપરથી કહેવામાં આવી હતી.
જ્યારે અહીં આ નરકાવાસાઓની પ્રતિ પ્રતર સંખ્યાને પણ ગ્રન્થકાર પોતે જ મૂળગાથામાં કહેશે, કારણકે અહીં પ્રતિપ્રતર સંખ્યા જાણવી તે વિદિશાની પંક્તિઓ વધુ સંખ્યામાં હોવાથી કઠિન છે; એટલે અહીં પ્રતિપ્રતરાશ્રયી, સમગ્રનરકાશ્રયી અને પ્રતિનરકાશ્રયી એમ ત્રણે પ્રકારે નરકાવાસ સંખ્યા કહે છે. તેમાં આ ગાથા પ્રતિપ્રતરાશ્રયી' સંખ્યાને કહે છે, તે આ પ્રમાણે–
ફૅટનરવના પ્રતર માટે સંળાપ્રાપ્તિનું વાહન— જેમ રત્નપ્રભા પૃથ્વીના ઇષ્ટ પ્રથમ સીમંત પ્રતરે સંખ્યા કાઢવી છે, તેથી ત્યાં એક દિશાગત પંક્તિની નરકાવાસ સંખ્યા ૪ની છે, તેને આઠે ગુડ્ડીએ ત્યારે ૩૯૨ આવે. [હવે વિદિશામાં દિશાની અપેક્ષાએ એક એક આવાસ ન્યૂન હોવાથી] ચારે વિદિશાની ચાર સંખ્યાને ન્યૂન કરતાં ૩૮૮ની દિશાવિદિશાના નરકાવાસાની કુલ સંખ્યા આવી, તેમાં એક પ્રતરવર્તી કાઢતા હોવાથી તે જ પ્રતરની એક ઇન્દ્રકનરકાવાસ સંખ્યા મેળવવાથી ૩૮૯ની કુલ સંખ્યા ઈષ્ટ એવા પ્રથમ પ્રતરે આવી.
એ પ્રમાણે દ્વિતીયાદિ પ્રતરે કરતાં કરતાં (અને સંખ્યાને જાણતાં) જ્યારે અપ્રતિષ્ઠાન નરકાવાસે પહોંચીએ ત્યારે પાંચની કુલ સંખ્યા આવે; કારણકે ત્યાં એકએક દિશાવર્તી એકેક નરકાવાસ હોવાથી એકની સંખ્યાને કરણના નિયમાનુસાર આઠે ગુણતાં ૮ આવે, તેમાંથી વિદિશાના ચાર ન્યૂન કરતાં શેષ ચા૨ ૨હે; તેમાં ઇન્દ્રક નરકાવાસો મેળવતાં પાંચની કુલ પ્રતરસંખ્યા આવી રહે.
મધ્યના ૪૭ પ્રત૨ના આવલિકાગત નરકાવાસાની સંખ્યા જાણવા માટે યન્ત્ર જોવું. આવલિકાગત વર્જીને શેષ સંખ્યા જે રહે તે પુષ્પાવકીર્ણની પ્રતિપ્રતરે વિચારવી. પ્રત્યેક પ્રતરે પુષ્પાવકીર્ણની સંખ્યા કેટલી હોય ? એ સંબંધમાં હકીકત ઉપલબ્ધ થતી નથી.
इति इष्टप्रत आवलिकागतावाससंख्याप्राप्त्युपायः ।
આ કરણ પ્રમાણે સમગ્ર નિકાયાશ્રયી વિચારતાં પ્રથમ પ્રતરવર્તી સંખ્યા તે મુખ અને અંતિમ (૪૯મા) પ્રતરવર્તી સંખ્યા તે ભૂમિ કહેવાય. અને પ્રત્યેક નરકાશ્રયી વિચારીએ તો ઇષ્ટનરકની પ્રથમ પ્રતર સંખ્યા તે મુખ અને તે જ નરકની અંતિમ પ્રતર સંખ્યા તે ભૂમિ કહેવાય.
આ સિવાય બીજા અનેક ઉપાયો–કરણો છે, તે ગ્રન્થાન્તરથી જોવાં. [૨૩૩]
૩૬૯–૧–પ્રથમ તો પશ્ચાનુપૂર્વીએ (અંતિમ૪મા પ્રતરથી ઉપર આવવું તે) પણ આ જ કરણ પૂર્વાનુપૂર્વીના નિયમ મુજબ સંખ્યા જાણવા ઉપયોગી થાય છે.
૨–વળી એક દિશાની અને એક વિદિશાની થઈ બે પંક્તિગત સંખ્યાનો કુલ સરવાળો કરી, ચારવડે ગુણી એક ઇન્દ્રક ભેળવતાં પણ સર્વત્ર પ્રતરગત આવાસસંખ્યા પ્રાપ્ત થાય છે.
૩–વળી દ્વિતીય પ્રતરોને વિષે પ્રત્યેક પ્રતરની આવતી અંક સંખ્યામાંથી એક ન્યૂન કરી પ્રાપ્ત થતી સંખ્યાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org