________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
વિશેષાર્થ— હવે દ્વિતીય પ્રતરથી માંડીને પ્રત્યેક પ્રતરે એક એક નરકાવાસો આઠે પંક્તિના અન્ન અન્ન ભાગેથી હીન ક૨વાનો હોવાથી, પ્રથમ પ્રતરની દિશાગત સંખ્યામાંથી એકેક હીન કરતાં દ્વિતીય પ્રતરે દિશાગત પ્રત્યેક પંક્તિમાં અડતાલીશ અડતાલીશ નરકાવાસાની સંખ્યા ૨હે, અને વિદિશામાંથી એકએક હીન કરતાં સુડતાલીશ-સુડતાલીશની સંખ્યા રહે. સાતે નરક આશ્રયી (પૂર્વાનુપૂર્વીએ) એ પ્રમાણે પ્રત્યેક પ્રતરે કરતાં યાવત્ સાતમી માઘવતી પૃથ્વીના પ્રતરે પહોંચતાં માત્ર ચારે દિશાવર્તી એકએક નરકાવાસ રહે, પરંતુ વિદિશાને વિષે એક પણ નરકાવાસ હોય નહીં; કારણકે પ્રથમ પ્રતરે જ દિશાગત સંખ્યા કરતાં વિદિશામાં એક ઓછો જ હતો જેથી અહીંયા વિદિશામાં પ્રાપ્ત ન થયો.
૪૦૬
હવે પશ્ચાનુપૂર્વી અર્થાત્ તેથી વિપરીત ક્રમે વિચારતાં છેલ્લા પ્રતરમધ્યે અપ્રતિષ્ઠાન ઇન્દ્રક અને એકએક આવાસ ચારે બાજુએ છે. ત્યારપછી પ્રત્યેક પ્રતરે બે, પછી ત્રણચાર—પાંચ છ, એમ અનુક્રમે એકેક સંખ્યાએ વૃદ્ધિ કરતાં, અને ૪૮ માં પ્રતરથી વિદિશામાં પણ એક, બે, ત્રણ એમ સ્થાપતાં યાવત્ ત્યાં સુધી પહોંચવું કે પ્રથમ પ્રતરે દિશાવિદિશામાં કહેલી ઉક્ત સંખ્યા આવી ૨હે. [૨૩૨]
અવતર હવે પ્રત્યેક પ્રતરે અષ્ટપંક્તિની એકત્રિત સંખ્યા લાવવા સવા ગાથા દ્વારા ‘રા’ બતાવે છે, એ દ્વારા પ્રાપ્ત થનારી તે તે નરકવર્તી પ્રથમ પ્રતરસંખ્યા તે ભૂમિ અને અંતિમ પ્રત૨સંખ્યા મુખ તરીકે ઓળખાશે.
इट्ठपयरेगदिसि संख, अडगुणा चउ विणा सइगसंखा । जह सीमंतयपयरे, एगुणनउया सया तिन्नि ॥२३३॥ अपइट्ठाणे पंच उ-२३३१ ॥
Jain Education International
સંસ્કૃત છાયા—
इष्टप्रतरैकदिशि संख्या, अष्टगुणा चतुर्विना स्वैकसंख्या । यथा सीमंतकप्रतरे, एकोननवतिः शतानि त्रीणि ॥ २३३ ॥ અપ્રતિષ્ઠાને વળ્વ તુ–૨૨૩ |
શબ્દાર્થ—
દપયરે ઇષ્ટપ્રતરે
ફાવિસિ=એક દિશામાં
સાસંહાને એક સંખ્યા સહિત
ગદ્દયથા, જેમ
મુળનનવા=એક ઉણા નેવું સાથે સયાતિન્નિત્રણસો
ગાથાર્થ— ઇષ્ટપ્રતરની એક દિશાગત સંખ્યાને આઠગુણી કરીને તેમાંથી ચારની સંખ્યા ન્યૂન કરવી, અવશેષ સંખ્યાને એક (ઇન્દ્રક) સહિત કરીએ ત્યારે [ઇષ્ટપ્રતરસંખ્યા પ્રાપ્ત થાય.] જેમ સીમંતક નામના પ્રથમ પ્રતરે ૩૮૯ નરકાવાસની સંખ્યા અને અપ્રતિષ્ઠાન નામના અંતિમ પ્રતરે પાંચની સંખ્યા પ્રાપ્ત થાય. ॥૨૩૩મા
વિશેષાર્થ— પૂર્વે વૈમાનિક નિકાયમાં જેમ પ્રતિપ્રતરાશ્રયી, સમગ્ર નિકાયાશ્રયી અને પ્રતિકલ્પાશ્રયી
For Personal & Private Use Only
www.jainelibrary.org