________________
[૪૦ ) જૈન તીર્થકરો પોતાના અંતિમ ભવમાં તીર્થકરરૂપે ત્યારે જ જાહેર થાય છે કે રાગ-દ્વેષનો ક્ષય કરી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી કેવલજ્ઞાન, કેવલદર્શન એટલે ત્રિકાલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય. ત્રિકાલજ્ઞાનનો અર્થ એ કે દશ્ય-અદશ્ય અખિલ બ્રહ્માંડને તેમાં રહેલા દ્રવ્યો-પદાર્થો, તે પદાર્થોના પયિો, વિવિધ અવસ્થાઓ, પદાર્થોના ગુણો વગેરેને સંપૂર્ણ આત્મપ્રત્યક્ષ જોવા ને જાણવા. આથી જ્ઞાનના બળે સમગ્ર વિશ્વનું યથાર્થ દર્શન તેઓ કરી શકે છે. આ શક્તિ પ્રાપ્ત થયા પછી જ તેઓ જાહેર પ્રવચનો આપે છે. જેથી તેમના પ્રવચનમાં અસત્યનો અંશ આવવાની જરાપણ શક્યતા હોતી નથી, અને આથી વિશ્વને હેયોપાદેયનું સાચું જ્ઞાન મળે છે. તીર્થકરો સત્યવાદી જ હોય છે. અસત્ય બોલવાનું તેમને કોઈ કારણ જ હોતું નથી. માનવજાત ત્રણ કારણોથી જુઠું બોલે છે
માનવજાત ત્રણ કારણોથી જુઠું બોલે છે. કાં રાગથી, કાં દ્વેષથી, કાં અજ્ઞાનથી. આ ત્રણેય કર્મો આત્મામાંથી સર્વથા નષ્ટ થઈ જાય પછી કારણનો નાશ થતાં તેના કાર્યરૂપ અસત્ય પણ નષ્ટ થઈ જાય છે. આવી રાગ-દ્વેષ વિનાની જે વ્યક્તિ હોય તેને જ વીતરાગ કહેવાય છે, આપ્ત કહેવાય છે. આપ્ત એટલે યથાર્થવક્તા. વ્યક્તિ વિશ્વસનીય હોય તેના વચન ઉપર જરૂર વિશ્વાસ બેસે છે. યથાર્થ વચન જેઓને રાગ-દ્વેષ ન હોય તેવા વીતરાગ પુરુષો જ બોલી શકે છે. પુરુષવિશ્વાસે વનવિશ્વાસ:ો એ ન્યાયે.
ઉપરની વાત કહેવાનું કારણ એ છે કે આ સંગ્રહણી ગ્રન્થનો સંબંધ તીર્થંકરદેવની વાણી જોડે જોડાયેલો છે. ત્યારે તીર્થકર કેવા હોય છે તેનો ખ્યાલ આપવા ઉપરોક્ત સામાન્ય ઇશારાપૂરતી ભૂમિકા જણાવી છે.
* સંગ્રહણીરત્ન' નામ શાથી?
પ્રસ્તુત ગ્રન્થને લોકો મોટીસંઘયણી, કે સંગ્રહણીના નામથી જાણે છે પણ તેનું એક સ્વતંત્ર નામ સંગ્રહણીરત્ન’ છે. આ સંગ્રહણીની રચના બારમી શતાબ્દીમાં શ્રીચન્દ્ર નામના મુનીશ્વરે કરી છે. સંગ્રહણીનો અર્થ એ કે આગમશાસ્ત્રમાં રહેલા વિવિધ પદાર્થોનો જેમાં સંચય-સંગ્રહ કરાયો હોય તે.
વાત એવી છે કે જે સાધુ-સાધ્વીઓ (ગમે તે કારણે) આગમ વાંચનના અધિકારી ન હોય તેઓને આગમનું થોડું ઘણું જ્ઞાન કોઇપણ રીતે ઉપલબ્ધ થાય તો સારૂં! આવી હિતબુદ્ધિથી પન્નવણા આદિ આગમ
શાસ્ત્રોમાંથી કેટલાક પદાર્થોને તારવીને તેની નવી ગાથાઓ રચી જેથી તે ભણવાથી દોષ ન લાગે અને તેથી તેની જ્ઞાનમાત્રામાં વધારો થઈ શકે.
જૈનસંઘમાં સંગ્રહણી ગ્રન્થની રચના કરનાર તરીકે બે આચાર્યો જાણીતા છે. એક તો સાતમી શતાબ્દીમાં થયેલા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી અને બીજા બારમી શતાબ્દીમાં થયેલા શ્રીચન્દ્રમહર્ષિ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની સંગ્રહણીનું ગાથામાન ૨૭૦ આસપાસનું હતું પણ વિદ્યાર્થીઓએ નવી નવી ગાથા
કે જુઓ સંથથરથi |ગાથા ૩૪૯. આ પ્રક્ષેપ ગાથા છે..
* સંગ્રહણી પ્રસ્થમાં જે વિષયો આપ્યા છે તે અનેક જાતના છે. આ બધા વિષયો જુદા જુદા આગમોમાંથી લઇને આપ્યા છે. એ આગમોની યાદી અહીં આપતો નથી. આ વિષયને લગતા આ સંગ્રહણીની રચના પછી ઘણાં વરસો બાદ ચૌદરાજલોકના વિષયને લગતા અનેક ગ્રન્થો નિર્માણ થયા છે. એ બધાયની યાદી અહીં આપતો નથી. તેમજ ભૂગોળ ખગોળને લગતું વૈદિક, બૌદ્ધ સાહિત્ય પણ છે. વૈદિકોમાં વિષ્ણુપુરાણ આદિ પુરાણો અને અન્ય ગ્રન્થો છે. બૌદ્ધોમાં અભિધમ્મકોશ આદિ છે પણ તે નામોની યાદી અહીં આપતો નથી. જૈનજ્યોતિષ અને થોડોક ગણિતનો વિષય છે એટલે લૌકિક, લોકોત્તર ગણિત, વગેરે ગણિતના અનેક પ્રકારો જૈન, વૈદિક, બૌદ્ધ સંસ્કૃતિ આ અંગે કેવી કેવી સમજ આપે છે તે પણ અહીં આપવું જરૂરી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org