________________
| ૪૧ ] ઉમેરીને સેંકડો વરસોમાં તેને ૪૦૦-૫૦૦ ગાથા સુધી પહોંચાડી દીધું. એ પ્રમાણ નવી નવી ગાથાઓનો ઉમેરો, અન્ય ગ્રન્થોની ગાથાઓને પ્રક્ષેપ કરવાથી વધ્યો હતો. ૫૦૦ વરસ પછી જન્મેલા શ્રી ચંદ્રમહર્ષિને થયું કે ઓછી ગાથાવાળી સંગ્રહણી બનાવવી જોઈએ એટલે એમણે ઓછી બુદ્ધિવાળા માટે ઉપકાર કરવાની બુદ્ધિથી અર્થગંભી૨ ૨૭૩ ગાથા પ્રમાણ સંગ્રહણીની રચના નવી કરી. જેમાં અર્થ ઘણો રહે અને શબ્દો ઓછા વાપરવા પડે એવી ગાથાઓની નવી રચના કરી અને પ્રાચીન સંગ્રહણીથી આ જુદી છે એવો ખ્યાલ રહે એ ખાતર તેમણે તેની સાથે રત્ન' શબ્દ જોડીને ‘સંગ્રહણીરત્ન’ એવું નામકરણ કર્યું છે.
જો કે આ મુદ્રિત સંગ્રહણીમાં ૨૭૩ નહીં પણ વધારાની ગાથાઓ સાથે ૩૪૯ ગાથા અનુવાદ સાથે છાપી છે. તેનું કારણ એક તો આ ગાથાવાળી સંગ્રહણી છપાએલી હતી અને અમે ઘણા સાધુસાધ્વીજીઓ એ જ ભણતા હતા તેથી તે છપાવવી પડી છે. જો કે હાલમાં જિનભદ્રીયા સંગ્રહણી કરતાં શ્રીચન્દ્રમહર્ષિની સંગ્રહણી વધુ પ્રમાણમાં ભણાય છે.
જૈન તત્ત્વજ્ઞાનમાં સમય-કાળની વિશિષ્ટ ફિલસૂફી એટલે પ્રરૂપણા છે, જે તમને આ ધરતી ઉપરના કોઇ ધર્મશાસ્ત્ર દ્વારા પ્રાયઃ જોવા-જાણવા નહિ મળે. વિજ્ઞાન દ્વારા પણ નહિ જાણી શકાય. સંગ્રહણીના વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને કાળનું સ્વરૂપ જાણવું અનિવાર્ય રીતે જરૂરી હોવાથી બીજા જૈનધર્મના ગ્રન્થોના આધારે સમયથી લઇને અંતિમ સંખ્યાત સંખ્યા સુધી, તેથી આગળ વધીને ઠેઠ પલ્યોપમ યાવત્ સાગરોપમ સુધીનું જાણવા જેવું સ્વરુપ ૧૪માં પાનાંથી લઇને ૪૩માં પાનાં સુધી આપવામાં આવ્યું છે અને વચ્ચે વચ્ચે આનુષંગિક બાબતો પણ લખવામાં આવી છે. વળી અસંખ્ય કોટાનુકોટી યોજન દૂર ઊર્ધ્વકાશમાં ચૌદરાજને અંતે બ્રહ્માંડનો જ્યાં અંત આવે છે ત્યાં જૈનધર્મની દૃષ્ટિએ મોક્ષનું સ્થાન સિદ્ધશિલાના પ્રતીકરૂપે આવેલું છે. ત્યાં અનંતા જીવો દેહરૂપે નહિ પણ જીવતાં જ્યોતિ સ્વરુપે છતાં સંપૂર્ણ દૃષ્ટા તરીકે રહેલા છે. જૈનધર્મમાં જીવનો મોક્ષ ત્યારે જ થાય છે કે, જીવ સારાં નરસાં તમામ કર્મોનો ક્ષય કરી સદાને માટે વિદેહી બની પોતાના આત્માને સંપૂર્ણ કર્મરહિત કરી નાંખે ત્યારે. જીવ એક પલકારામાં અવશ્ય મોક્ષે ચાલ્યો જાય છે અને જૈનધર્મની દૃષ્ટિએ મોક્ષે ગયેલા આત્માઓને કદી જન્મ લેવા આ સંસારમાં પુનઃ આવવાનું હોતું નથી. સંસારના તમામ દુઃખોનો અંત આવે એ માટે આત્મા મોક્ષની સાધના કરે છે, પછી એને સંસારમાં ખેંચી લાવે એવું કોઇ કર્મ-કારણ વિદ્યમાન રહેતું નથી.
એ મોક્ષસ્થાનથી એટલે ઉકાશથી નીચે ઉતરતાં અફાટ આકાશમાં જ ઉત્તમ કોટિના વિવિધ પ્રકારના દેવોનાં સ્થાનો અને તેના અસંખ્ય વિમાનો હોય છે. તે પછી નીચે આવતાં સૂર્ય-ચન્દ્ર વગેરેનો જ્યોતિષલોક આવે છે. એથી નીચે ઉતરતાં અત્યારનો મનુષ્યલોક જે ધરતી ઉપર આપણે બેઠાં છીએ એ સ્થાન આવે છે. આ ધરતીના કેન્દ્રમાં મેરુપર્વત રહેલો છે, જે લાખો માઇલ દૂર છે જેને આપણે જોઇ શકતા નથી. આપણે જે રહીએ છીએ એ ધરતીની નીચે હજારો માઇલ નીચે જઇએ ત્યારે નીચે વર્તતી સાત નરક-પૃથ્વી પૈકીની પહેલી નરક પૃથ્વી આવે છે. તે પછી અબજોના અબજો માઇલ સુધી અવકાશમાં બીજી છ નરક પૃથ્વીઓ રહેલી છે. ભયંકર પાપો કરનારા જીવોને ત્યાં ઉત્પન્ન થયા પછી જીવને અપાર દુઃખના અનુભવ કરવા પડે છે. એ સ્થાન તરીકે નરકના સ્થાનની જે પ્રસિદ્ધિ છે તે આપણી ધરતીની નીચે જ આવેલી છે. જેનું વર્ણન આ ગ્રન્થમાં આપેલું છે.
આ સંસાર ચારગતિમાં સંકળાએલો છે. ૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ અને ૪. નરકગતિ. આપણી ધરતીની ઉપર રહેલા આકાશમાં અબજોના અબજો માઇલ સુધીના વિસ્તારમાં બે પ્રકારના દેવો વસેલા છે. ૧. વૈમાનિક ૨. જ્યોતિષ, અને બીજા બે પ્રકારના દેવો એટલે ભવનપતિ તથા વ્યન્તર આ બંને પ્રકારના દેવો આપણી ધરતીની ઘણા નીચે પહેલી નરકની પૃથ્વીની અંદર, ઉપરના ભાગે વચમાં રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org