________________
[ ૩૯ /
सर्वविघ्नहरणाय श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः બીપીવીડીયો અહીં સંગ્રહણીગ્રન્થની બીજી આવૃત્તિની જ
પ્રસ્તાવના સુધારાવધારા સાથે છાપી છે. લે. આચાર્ય શ્રી યશોદેવસૂરિજી-પાલીતાણા
જે
નોંધઃ-પહેલી આવૃત્તિમાં ૧૯પાનાંની પ્રસ્તાવના લખી હતી, એ પ્રસ્તાવના કેન્સલ કરી બીજી આવૃત્તિમાં નવેસરથી સં. ૨૦૪૪માં પ્રસ્તાવના લખી હતી. તે સુધારા વધારા સાથે ત્રીજી આવૃત્તિમાં છાપી છે. સં. ૨૦૧૩
मेघाच्छन्नो यथा चन्द्रो न राजति नभस्तले ।
ઉપયતં વિના શાä ન રાતિ તથવિધ}Iછા એક પ્રાચીન પદ્ય નોંધઃ-એ આપ્ટોક્તિ અનુસાર કોઈપણ પુસ્તક ગમે તેટલું મહત્ત્વનું કે ગૌરવભર્યું હોય પણ તેના ઉપર સચોટ પ્રકાશ ફેંકતો, ગ્રન્થ વિષયોનો તલસ્પર્શી પરામર્શ કરતો અને ગ્રન્થના સારભૂત નવનીત દશવિતો એક સુંદર અને સુવિસ્તૃત ઉપોદઘાત કે પ્રસ્તાવના જો ન હોય તો તે પુસ્તક જોઇએ તેવું શોભતું નથી, વાચકોને સંતોષ આપતું નથી. તેમાંય અત્યારે તો ઉપોદઘાત કે પ્રસ્તાવના વિશદ છણાવટ અને વિગતો પૂર્ણ હોય તેટલું ગ્રંથગૌરવ વધે. હું પણ તે નિયમને માન આપીને યથામતિ થોડી લાંબી પ્રસ્તાવના લખું છું.
આ ગ્રન્થની પહેલી આવૃત્તિમાં જે પ્રસ્તાવના છાપી હતી તે એક તો ૨૧ વર્ષની સાવ નાની ઉમ્મરે લખેલી, એ વખતની ઉમ્મર, અભ્યાસ તેમજ સંજોગ અને પરિસ્થિતિ આ બધાને અનુલક્ષીને લખેલી હતી. નવું લખવાના ટાઈમના અભાવે અને માત્ર પ્રસ્તાવનાના લીધે પ્રકાશન અટકી ન પડે એટલે બીજી આવૃત્તિમાં જૂની જ પ્રસ્તાવના છાપી દેવી આવો વિચાર કરેલો, પરન્તુ છેલ્લે પ્રસ્તાવના ઉપર નજર કરતાં લાગ્યું કે આ પ્રસ્તાવનાની (૪૮ વર્ષ પહેલાંની) હવે વિશેષ અગત્યતા નથી રહી એટલે ફરી નવી જ લખવી. સાથે એમ નક્કી કર્યું કે પ્રસ્તાવના અને સાથે ગ્રન્થનો પરિચય વગેરે આપતાં પહેલાં તે અંગેની થોડી ભૂમિકા પણ લખવી.
પાયાની વાત જૈનધર્મના અને જૈન તત્ત્વજ્ઞાનના આદ્ય પ્રકાશક વીતરાગ, સર્વજ્ઞ એવા તીર્થકરો હોય છે. તેઓશ્રીના આપેલા જ્ઞાનને તેમના આદ્ય ગણધરશિષ્યો ગ્રહણ કરે છે, અને તે પછી એ જ્ઞાન ઉપરથી જ શાસ્ત્રો રચે છે. પછી એ શાસ્ત્રો દ્વારા તીર્થંકરદેવના જ્ઞાનનો જદી જુદી રીતે વિસ્તાર થતો રહે છે. સમ્યગદી જીવો, તેઓશ્રીની વાણીને યથાર્થ-સર્વથા સત્ય માનીને સ્વીકારે છે.
પ્રશ્ન –તીર્થકરો જે જ્ઞાન આપે અથવા જે કંઈ કહે તે બધું સાચું જ, વિશ્વસનીય અને શ્રદ્ધેય જ હોય છે એવું કહેવામાં આવે છે તેમાં પ્રમાણ શું?
ઉત્તર : --પ્રમાણમાં તીર્થકરોનો વિકાસ ક્રમ, સાધના અને સિદ્ધિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org