________________
कया कारणे देवो मनुष्यलोकमां आवे? ખીલેલી લાંબી કલ્પવૃક્ષની પુષ્પમાલાને ઉત્પન્ન થયા બાદ (અલંકાર સભામાં) ધારણ કરનારા, વળી પૃથ્વી ઉપર આવે ત્યારે પૃથ્વીને સ્પર્શ ન કરતાં ચાર આંગળ ઊંચા રહેનારા, મહાન સંપત્તિ, સૌભાગ્ય, સુખને ધારણ કરનારા, (અર્ધમાગધી ભાષા બોલનારા) દેવો છે એમ જિનેશ્વરો કહે છે. [૧૯૧]
અવતરણ–દેવો કયા કારણને પામી મનુષ્યલોકમાં આવે? તે કહે છે. पंचसु जिणकल्लाणे-सु, चेव महरिसितवाणुभावाओ । ગમ્મતનેટેગ ય, સાજીંતી સુI દઉં ૧૬રા
સંસ્કૃત છાયાपञ्चसु जिनकल्याणेषु चैव महर्षितपोऽनुभावतः । जन्मान्तरस्नेहेन च, आगच्छन्ति सुरा इह ||१६२।।
| શબ્દાર્થ – પં નિત્તાગોમુત્રજિનના પાંચે કલ્યાણકોમાં | ગારઝંતિ આવે છે મીિસતવાણુમાવાનો મહર્ષિઓના તપના પ્રભાવથી
ફુદડુંઅહીંઆ નમંતરદેણ જન્માન્તરના સ્નેહથી
નાથાર્થ જિનેશ્વરદેવોના પાંચે કલ્યાણકોમાં, મહાન ઋષિઓના તપના પ્રભાવથી આકર્ષાઈને, વળી જન્માન્તરના રહી ગયેલા સ્નેહવડે દેવો અહીંઆ (આ લોકમાં) આવે છે. ૧૯રા
વિશોષાર્થ – તદ્દભવમાં તીર્થંકર પરમાત્મારૂપે થનારી વ્યક્તિ જ્યારે દેવલોકાદિક ગતિમાંથી ભરતાદિક કર્મભૂમિને વિષે અવીને પ્રકર્ષ પુણ્યશાળી માતાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે મહાનુભાવ પરમાત્માનો જીવ જગજંતુના કલ્યાણાર્થે મનુષ્યલોકમાં ઉત્પન્ન થયો છે એવું દેવો અવધિજ્ઞાનથી જાણીને, તેઓશ્રીનાં ચ્યવનનો કલ્યાણક મહોત્સવ ઉજવે છે. પુણ્યાત્માના ગર્ભના પ્રભાવથી માતાને ગર્ભવેદના, ઉદરવૃદ્ધિ, જન્માદિક કાળે અશુચિપણું આદિ કંઈ પણ હોતું નથી.
અનુક્રમે ગર્ભનો યથાયોગ્ય સમય થતાં તે પરમાત્માનો (અવધિજ્ઞાનપૂર્વક) જન્મ થાય છે, જે સમગ્ર વિશ્વને કલ્યાણકરૂપ હોવાથી નારકીને પણ ક્ષણવાર સુખના કારણરૂપ બને છે. જન્મ થવાથી સર્વત્ર આનંદ અને મંગલ વર્તાય છે. એ પ્રસંગે ઇન્દ્રાદિક દેવો સુઘોષાઘંટા દ્વારા સર્વ દેવોને ખબર આપે, સહુ
જો સચિત્ત હોય તો તે માલા કલ્પવૃક્ષની બનેલી હોવાથી એકેન્દ્રિય છે અને એકેન્દ્રિય જીવોનું આયુષ્ય દશ હજાર વર્ષનું છે તો દેવોના સાગરોપમ જેટલા આયુષ્ય સુધી તે સચિત્ત–સચેતનપણે લીલી કેમ રહે?
બીજું જો અચિત્ત માનીએ તો તે માળા દેવોના વનાત્તે કરમાવા માંડે છે એમ સિદ્ધાંતોમાં કહ્યું છે, તો અચિત્ત માળાને કરમાવાપણું ક્યાંથી હોય?
શાસ્ત્રોમાં દેવોની માળા સચિત્ત હોય કે અચિત્ત તે બાબતમાં કોઈ ગ્રન્થમાં સ્પષ્ટ ઉલ્લેખ જોવા-જાણવામાં આવેલો નથી તેથી ઘણા તર્કવિતર્કને સ્થાન મળે છે, તો પણ સચિત્ત અથવા અચિત્ત બન્ને રીતે માનવામાં કોઈ વિરોધ આવવાનો સંભવ નથી. સચિત્ત માનીએ તો જે અવસરે એક વિવક્ષિત જીવનું આયુષ્ય પૂર્ણ થાય એટલે તે સ્થાને તે જ અથવા બીજો જીવ તે માળામાં વનસ્પતિપણે ઉત્પન્ન થાય એટલે તે માળા અમ્યાન રહે અને અચિત્ત માનીએ તો પ્લાન’ એ પદનો અર્થ કાંતિ તેજ પ્રથમાવસ્થા કરતાં ઓછા થાય એમ માનવું ઉચિત લાગે છે. તત્ત્વજ્ઞાનીગમ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org