________________
३६६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એકઠા થઈ વિમાન દ્વારા આ લોકમાં જન્મગૃહે આવી, વિદ્યાબલથી પ્રભુના પ્રતિબિંબને માતા પાસે રાખી, મૂળ શરીરને પોતે જ ગ્રહણ કરી પોતાના જ પંચરૂપ કરવાપૂર્વક મેરૂપર્વત ઉપર જઈ, અભિષેકદિ મહાક્રિયાઓ કરે છે. આ રીતે દેવ-દેવીઓ અનેક રીતે, ઘણા ઠાઠથી પ્રભુના જન્મકલ્યાણકને ઉજવે છે.
અનુક્રમે વૃદ્ધિ પામતાં પ્રભુ ભોગાવલી કર્મક્ષય થતાં, શાશ્વત નિયમ મુજબ લોકાન્તિક દેવોની આચારપાલન પૂરતી જયજય શબ્દપૂર્વક તીર્થપ્રવર્તન કરવાની સૂચના થવાથી જગતને એક વરસ સુધી અઢળક ધનાદિકનું દાન આપી, દારિત્ર્ય દૂર કરી, જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે પણ દીક્ષાકલ્યાણકના મહોત્સવ પ્રસંગને ઉજવવા સર્વ દેવો અહીં આવે છે.
એ પ્રમાણે દક્ષા ગ્રહણ કર્યા બાદ કેવળ જગજ્જતના કલ્યાણાર્થે. શુદ્ધ મુક્તિમાર્ગનો આદર્શ બતલાવવા ઉચ્ચતમ અહિંસા, ઉગ્રતપ-સંયમનું સેવન કરતાં, આવતાં અનેક ઉપદ્રવોને સમભાવે વેદતા ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી, વીતરાગપણું પ્રાપ્ત કરીને તેરમે ગુણસ્થાનકે જ્યારે કેવલજ્ઞાની બને છે ત્યારે તે કેવલજ્ઞાન કલ્યાણકના મહિમાને ઉજવવા દેવો અહીં આવે છે.
કેવળજ્ઞાની તીર્થંકર પોતાની પાંત્રીસ ગુણયુક્ત બનેલી પ્રભાવિક વાણીથી વિશ્વના પ્રાણીઓને સાચો મુક્તિસુખનો માર્ગ બતલાવી, કેઈકનાં કલ્યાણ કરી–કાવી, તે જ દ્વારા પોતાનાં બાકી રહેલાં ચાર ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરી નિરાબાધપણે જ્યારે મોક્ષે જાય છે તે સમયે એ મહાનુભાવ પરમાત્માના મોક્ષકલ્યાણકને ઉજવવા દેવો અહીં આવે છે.
એમ દેવો અવન (ગર્ભ)–જન્મ–દીક્ષા–જ્ઞાનમોક્ષ એ પાંચે કલ્યાણક ઉજવવા આ મનુષ્યલોકમાં
આવે છે.
એ સિવાય કોઈ મહર્ષિના મહાન તપના પ્રભાવથી આકર્ષાઈ તેનો મહિમા વધારવા અથવા વંદનનમસ્કારાદિક કરવા, વળી જન્માંતરના સ્નેહાદિકને કારણે એટલે કે મનુષ્યાદિકની સ્ત્રી ઉપરના રાગથી, અથવા દ્રષબુદ્ધિથી (સંગમાદિક આવ્યા હતા તેમ) વગેરે કારણે તેઓનું આ લોકમાં આવવું થાય છે.
એ પ્રમાણે વળી પૂર્વભવના સ્નેહથી બંધાએલા દેવો મિત્રના સુખને માટે અને અમિત્રના દુઃખને માટે નરકે પણ જાય છે. [૧૯૨] .
અવતરણ-હવે કયા કારણે મનુષ્યલોકમાં આવતા નથી? તે કહે છે. संकंतदिव्बपेमा, विसयपसत्ताऽसमत्तकत्तव्वा । अणहीणमणुअकजा, नरभवमसुहं न इंति सुरा ॥१६३॥ चत्तारि पंचजोयण, सयाई गंधो य मणुअलोगस्स । उ९ वचइ जेणं, न उ देवा तेण आवंति ॥१६॥
સંસ્કૃત છાયા सङ्घान्तदिव्यप्रेमाणो, विषयप्रसक्ताऽसमाप्तकर्तव्याः । अनधीनमनुजकार्या, नरभवमशुभं न यान्ति सुराः ॥१६३।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org