________________
૨૪.
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આથી દેવોનું શરીર અત્યન્ત સ્વચ્છ, તેજોમય–દશે દિશાને અત્યન્ત પ્રકાશિત કરનારું, કેવળ સર્વોત્તમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી ઉત્પન્ન થયેલા શુભ વૈક્રિય પુદ્ગલોના સમૂહથી બનેલું, સૌભાગ્યાદિ ગુણોપેત હોય છે. [૧૮૯]
દેવ-દેવીઓ દેવશય્યામાં ઉત્પન્ન થતા હોવાથી તેઓને મનુષ્યાદિવટુ યોનિમાં ઉત્પન્ન થવાનું કે ગર્ભદુઃખને સહન કરવાનું ઇત્યાદિ કંઈ પણ હોતું નથી, પરંતુ ઉત્પન્ન થવાના સ્થાને દેવદૂષ્ય વસ્ત્રથી આચ્છાદિત વિવૃત્તયોનિરૂપ એક દેવશય્યા હોય છે. દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવો પૂર્વના મહાન પુણ્યોદયથી એક ક્ષણમાત્રમાં ઉપપાતસભાને વિષે દેવદૂષ્ય વસ્ત્રની નીચે શય્યા ઉપર પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતાંની સાથે જ આહારાદિક પાંચ પયપ્તિઓ એક જ અંતર્મુહૂર્તમાં સમાપ્ત કરવાપૂર્વક પૂર્ણપર્યાપ્તિવાળા થાય છે, અને ઉત્પન્ન થવાની સાથે ભવસ્વાભાવિક અવધિ અથવા વિર્ભાગજ્ઞાનને પ્રાપ્ત કરીને, યથાયોગ્ય ભોગયોગ્ય તરુણ અવસ્થાવાળા થઈ જાય છે. એથી દેવોને અન્યગતિના જીવની જેમ ગર્ભધારણ–કુક્ષિજન્મ–બાલ્યવૃદ્ધાદિ ભિન્ન અવસ્થાઓ હોતી નથી. તેઓ દેવશય્યામાં ઉત્પન્ન થાય છે ત્યારે સ્વાભાવિક સુંદર રૂપવાળા વસ્ત્ર–આભૂષણ રહિત હોય છે, પરંતુ પછી હાજર રહેલા તેમને સત્કારનારા સામાનિકાદિ દેવ-દેવીઓ જય જય શબ્દપૂર્વક નમસ્કાર કરીને, જિનપૂજનથી થતા અનેક લાભોને સ્વામીના મનોગત અભિપ્રાયથી જણાવીને ઉપપાત સભાના પર્વદ્રારથી સર્વ આભિયોગિકાદિદેવો સ્વાભાવિક વિકર્વેલા અને સમદ્રોનાં જલ ઔષધિથી ભરેલાં. ઉત્તમ રત્નોના મહાકલશો વડે દ્રહમાં લઈ જઈ સ્નાન કરાવે. પછી અભિષેક સભામાં સ્નાન કરાવે. ત્યારબાદ ઉત્સાહી દેવો અલંકારસભામાં વિધિપૂર્વક લઈ જઈ, સિંહાસને બેસાડી શરીર પર શીઘ ઉત્તમ સવર્ણનાં દેવદુષ્ય વસ્ત્રો. રત્નાવલી આદિ હાર, વીંટી, કુંડલ અંગ–કે સશોભિત આભૂષણોને સવગે પહેરાવે છે. પછી વ્યવસાયસભામાં વિધિપૂર્વક (પ્રદક્ષિણાદિ) લઈ જઈ ત્યાં પુસ્તકાદિ દશવેિ છે. ઉત્પન થયેલો દેવ તે પુસ્તકથી પોતાના યથાયોગ્ય અવસર સાચવવાના પ્રસંગો, પરંપરાગતના રીતરિવાજોથી માહિતગાર બની, નન્દન નામની વાવડીમાં પૂજાની ભક્તિ નિમિત્તે પુનઃ સ્નાનાદિક કરીને જિનપૂજાદિકનાં ઉત્તમ સર્વ કાર્યો ક્રમશઃ વિધિપૂર્વક કરી, પછી વિધિપૂર્વક સુધર્મા સભામાં આરૂઢ થઈ સ્વકાર્યમાં તથા દેવ-દેવીના વિષયાદિક સુખમાં તલ્લીન બને છે.
વળી તે દેવો સવગે–મસ્તકે, કંઠે, હસ્ત, કર્ણાદિ અવયવોને વિષે આભૂષણોને ધારણ કરનારા, અજરા” એટલે જરાવસ્થા રહિત એટલે હંમેશા અવસ્થિત યૌવનવાળા, નિરૂઆ’ એટલે નીરોગી, ઉધરસ થાસાદિ સર્વ વ્યાધિમુક્ત, “મા” એટલે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા છે. [૧૯]
વળી સર્વે દેવો ભવસ્વભાવે જ લીલાયુક્ત સુંદર અનિમેષ નેત્રવાળા એટલે જેના નેત્રમાં કદાપિ પલકારાપણું કે બંધ કરવાપણું હોતું જ નથી, અપરિમિત સામર્થ્યથી “મનથી જ સર્વ કાર્યને સાધનારા અલ્લાનપુષ્પમાળા એટલે કરમાયા વગરની (વિકસ્વર, સુગંધીદાર દેદીપ્યમાન) સદાએ
૩૪૨. આ નિયમો સમ્યગુદષ્ટિ દેવા માટે સમજવા. મિથ્યાદષ્ટિદેવો તેના આરાધ્ય દેવાદિકનો વિધિ સાચવે છે. ૩૪૩. પ્રશ્નદેવોની કંઠવર્તી પુષ્પમાલા સચિત્ત હોય કે અચિત્ત?
વરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org