SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ऋजु अने वक्रागतिनुं स्वरूप ३६१ દ્વિવિપ્રહા–ત્રણ સમયવાળી, ત્રિવિગ્રહ–ચાર સમયવાળી અને વતુર્વિધ્રા-પાંચ સમયવાળી એમ ચાર પ્રકારની છે, આ જ ગતિનું વિપ્રતિ” એવું નામાન્તર છે.. વક્રગતિ એવું નામ કેમ આપ્યું ? તેનું સમાધાન એ છે કે જીવ એક દેહને છોડીને જ્યારે બીજા દેહને ગ્રહણ કરવા સારું પરભવ તરફ પ્રસ્થાન કરે છે ત્યારે સ્વોપાર્જિત કર્મવશથી તેને કુટિલ—વક્રગતિએ જવું પડે છે અર્થાત્ તે દ્વારા ત્યાં ઉત્પત્તિસ્થાને પહોંચે છે. આમ સંસારી જીવોનું પરલોકગમન ઋજુ અને વક્રા બે ગતિ દ્વારા થાય છે. ઋજુની વાત તો ઉપર કહી છે. પણ વક્રગમન શા માટે કરવું પડે છે ? તેના સમાધાનમાં જણાવવાનું કે—વક્રગતિએ જનારા જીવનું મૃત્યુસ્થાન અને તેનું ઉત્પત્તિસ્થાન (ઋજુની જેમ) બંને જ્યારે સમશ્રેણીએ હોતું નથી પણ આડુંઅવળું વિશ્રેણીએ હોય છે, ત્યારે તે સીધો જઈ જ શકતો નથી તેમજ તે શ્રેણીભંગ કરીને તિર્કો પણ જઈ શકતો નથી. આ એક અટલ નિયમ છે, તેથી પ્રથમ સીધો જઈને પછી વળાંકો લઈને જ ઉત્પત્તિની શ્રેણીએ પહોંચી ઉત્પત્તિપ્રદેશે પહોંચવું પડે છે. આ વળાંકો લેવા એનું જ નામ વજ્ર ગતિ. ઋજુગતિ કોને હોય ?— કર્મમુક્ત થઈ મોક્ષે જતા સર્વ જીવોને, તેમજ સંસારી જીવોને. એમાં મુક્તાત્માનું મુક્તિગમન હંમેશા ઊર્ધ્વ સમશ્રેણીએ જ થાય છે. આ અટલ નિયમ છે. આ ઉપરથી એ પણ રહસ્ય સ્પષ્ટ થાય છે કે જીવની મૂલગતિ ઋજુ–સરલ જ છે, પણ કર્મવશવર્તી થઈને તેને વક્રાનો અનુભવ કરવો પડે છે. વક્રગતિ કોને હોય ?— માત્ર સંસારમાં જન્મ લેનારા જીવોને જ વક્રાગતિ હોય છે, મુક્તિગામીઓને હોતી નથી. તેમાં પણ ચાર પ્રકારની વિગ્રહગતિમાંથી એકવિગ્રહા ને દ્વિવિગ્રહા તો ત્રસ જીવો મરીને પુનઃ ત્રસ થનારા હોય તેને જ હોય છે; કારણકે ત્રસનાડીમાં મરીને ત્રસનાડીમાં જ ઉત્પન્ન થનારને વધુ વક્રાનો સંભવ જ નથી. જે જીવો સ્થાવરો છે તેમને (ઋજુ સહિતની) પાંચેય ગતિ હોય છે, કારણકે તેમને ત્રસનાડીની બહાર પણ ઉત્પન્ન થવાનું હોય છે. એક વક્રામાં ૧, બેમાં ૨, ત્રણમાં ૩, ચારમાં ૪ વળાંકો હોય છે. અહીં શંકા થાય કે આટલી બધી વક્રાની જરૂર ખરી ? જવાબમાં હા. વસ્તુસ્થિતિ એવી છે કે જીવ અને પુદ્ગલની ગતિ આકાશપ્રદેશની શ્રેણી—પંક્તિ અનુસાર જ થાય છે. તેની સ્વાભાવિક ગતિ જ છ દિશામાંથી કોઈ પણ દિશાની સમાનાન્તર દિશામાં જ હોય છે. તેનું સ્વાભાવિક ગમન અનુશ્રેણીપૂર્વક જ હોય છે, પણ વિશ્રેણીપૂર્વક કદી હોતું જ નથી. એથી જ તેમને જ્યારે અસમાનાન્તર અથવા વિષમશ્રેણી ઉપર પહોંચવું હોય છે ત્યારે અવશ્ય વળાંકો ક૨વા જ પડે છે અને તેમાં પૂર્વકૃત કર્મ જ કારણરૂપે ભાગ ભજવતું હોય છે. અને એ વળાંકો વખતે અનાહારકપણાની સ્થિતિ હોય છે. ૩૩૮. તત્ત્વાર્થ ભાષ્યમાં આ ગતિ જ નથી. ૩૩૯. વિગ્રહોવતિમવગ્રહ: શ્રેષ્યન્તરસંન્તિ: ૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy