SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પૃથ્વીકાયાદિક એકેન્દ્રિયો સતત જ આહારાભિલાષી હોવાથી તેનું અંતર હોતું નથી જેથી ગ્રન્થકારે આ ગાથામાં કહ્યું નથી. [૧૮૭] અવતરણ– હવે અનાહારક જીવો કયા અને અનાહારકપણે કયા કયા જીવોને ક્યારે ક્યારે હોય ? તે કહે છે– विग्गहगइमावन्ना, केवलिणो समूहया अजोगी य । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१८॥ સંસ્કૃત છાયાविग्रहगतिमापन्नाः, केवलिनस्समुद्धता अयोगिनश्च । सिद्धाश्च अनाहाराः, शेषा आहारका जीवाः ॥१८८।। | શબ્દાર્થ – વિરહ વિગ્રહગતિમાં સમૂહયા=સમુદ્યાતવાળા સાવા આવેલા–પ્રાપ્ત થયેલા. સનોની અયોગી ગુણસ્થાનકમાં સિનોકેવલીઓ બાહાર =આહારક જયાર્થ-વિશેષાર્થ મુજબ. ૧૮૮ વિરોષાર્થ– આહારક અને અનાહારકની વ્યવસ્થા માટે ગાથામાં વિદાર્ડ શબ્દ વાપર્યો છે. તેથી વિગ્રહગતિ કોને કહેવાય? અને તે ક્યારે હોઈ શકે છે? અને તે સમજાય તો જ પ્રસ્તુત બાબત સ્પષ્ટ સમજાય તેમ હોવાથી તેનું થોડુંક સ્વરૂપ અહીં સમજીએ. જો કે આ જ ગ્રન્થની ગાથા ૩૨૯–૩૧માં વિશેષ વર્ણન કરવું ઉચિત છે, છતાં પ્રસંગ હોવાથી અહીં જ થોડીક સ્પષ્ટતા કરી છે. વિવક્ષિત ભવનું આયુષ્ય પૂર્ણ કરી અન્ય ભવે (અથવા મુક્તિએ) પહોંચવા, અથવા એક શરીર છોડી ભવાંતરમાં બીજું શરીર ગ્રહણ કરવા સારું જીવ બે પ્રકારે પ્રસ્થાન-ગતિ કરે છે. ૧. જુ (સરલ) અને ૨ વકા (કુટિલ). આ ગતિઓ એડ ભવથી બીજા ભવ વચ્ચેની હોવાથી તેને “અંતરાલ' ગતિ પણ કહે છે. ૧ જુગતિ–આ ગતિ એક જ સમયની છે, તેનું બીજું નામ વિદા' પણ છે. આ ગતિ વડે પરભવમાં જતો જીવ મૃત્યુ પામતાંની સાથે સીધી જ ગતિએ ઉત્પત્તિસ્થાને સીધો એક જ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે. એક થી વધુ સમય કદી થતો નથી. તેનું કારણ એ છે કે સંસારી જીવનો મૃત્યુસ્થાનનો જે શ્રેણી પ્રદેશ હોય તેના સમશ્રેણીએ જ છ દિશામાંથી કોઈ પણ એક દિશાની) ઉત્પત્તિપ્રદેશ હોય તો સૂક્ષ્મ શરીરધારી જીવ વાંકોચૂંકો ન જતાં સીધો જ જન્મસ્થાને પહોંચતો હોવાથી વધુ સમયને અવકાશ જ નથી રહેતો. ૨. વાગતિ–આ ગતિ એકથી વધુ સમયવાળી છે. અને તેથી તે વિપ્રદ-બે સમયવાળી, ૩૩૭. તત્ત્વાર્થભાષ્યમાં આ નામ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy