________________
૨૪૦.
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સંસ્કૃત છાયાत्रिपल्यास्त्रिसागरास्त्रयोदश-सागराः कल्पद्विक-तृतीय–लान्तकस्याधः । किल्बिषिका न भवन्त्युपरि, अच्युतपरत आभियोगादिः ॥१७१॥
શબ્દાર્થ – તિ સાર ત્રણ સાગરોપમ
ઉરિ ઉપર તેરસ સારીત્તેર સાગરોપમ
શુષપરકો=અશ્રુતથી ઉપર ત=ત્રીજો કલ્પ
૩મો આભિયોગ્યાદિ તંત કહોલાંતકની નીચે
પથાર્થ–પહેલા બે દેવલોકના અધઃસ્થાને ત્રણ પલ્યોપમના, ત્રીજા સનકુમારકલ્પની નીચે ત્રણ સાગરોપમના, અને છઠ્ઠી લાંક કલ્પના અધોભાગે તેર સાગરોપમના આયુષ્યવાળા કિલ્બિષિયા દેવો વસે છે. લાંતકથી ઉપરના કલ્પોમાં કિલ્બિષિયા દેવો નથી અને અમ્રુતથી ઉપર તો આભિયોગિકાદિક દેવો પણ નથી. ૧૭૧ાા.
વિશેષાર્થ– કિલ્બિષિક દેવો અશુભ કર્મ કરનારા હોવાથી લગભગ ચંડાલ જેવા છે. આ ચંડાલ જેવું કાર્ય કરનારી દેવ જાતિ નીચકર્મના ઉદયથી દેવપણું પામવા છતાં નીચ કર્મ કરવાની અવસ્થાને પ્રાપ્ત થાય છે અને ઉત્તમ દેવોના સ્થાનથી પણ નીચે દૂર રહેવાના અધિકારને પામેલા છે. તેના ત્રણ પ્રકારો છે. તેમાં સૌધર્મ અને ઇશાનના અધોભાગે (એટલે જ્યોતિષી અને વૈમાનિક નિકાય વચ્ચે) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા કિલ્બિષિકો વસે છે. ત્રીજા સનસ્કુમારના અધોભાગે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા અને લાંતક કલ્પના અધોભાગે તેર સાગરોપમના આયુષ્યવાળા કિલ્બિષિકો વસે છે. આ દેવોના આ ત્રણ જ ઉત્પત્તિસ્થાનકો છે, તે અહમ્ ભગવંતની આશાતનાથી જમાલીની જેમ પૂર્વભવમાં દેવ-ગુ~ધર્મની નિન્દા કરવાથી, ધર્મનાં કાર્યો દેખી બળતરા કરવાથી ઉત્પન્ન કરેલાં અશુભ કર્મના ઉદયથી દેવલોકમાં નીચ કાર્યો કરનારા કિલ્બિષીયા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અહીંયા તે તે કલ્પના અધોસ્થાનકે કિલ્બિષીયા છે. હવે એ ૩: શબ્દ પ્રથમ પ્રસ્તરવાચી નથી, કારણકે તે તે કલ્પના પ્રથમ પ્રસ્તરની સ્થિતિ સાથે, આ દેવોની ઉક્ત સ્થિતિનું મળતાપણું નથી. વળી અન્ય વિમાન મધ્યે તો તેઓની નીચ સ્થિતિને કારણે અસ્તિત્વ સંભવતું પણ નથી. અહીં અધઃ શબ્દ તસ્થાનકવાચી જાણવો. એટલે તે તે દેવલોકમાં ભેગા નહીં પણ નીચે દૂર વસવાટ છે. આ કિલ્બિષિકોનું લાંતકથી ઉપર તો ઉપજવું જ થતું નથી. ફક્ત અય્યતાન્ત સુધી બીજા આભિયોગિક આદિ (આભિયોગિક એટલે દાસ–સેવક યોગ્ય કાર્ય બજાવનારા અને આદિ શબ્દથી સામાનિકાદિ પ્રકીર્ણક) દેવોનું ઉપજવું થાય છે. તેથી આગળ તો તેઓની
૩૨૦. દેવોમાં પણ હલકી જાતિના દેવો છે ને તે અસ્પૃશ્ય ગણાય છે. ત્યાં પણ અનાદિકાળથી સ્પેશ્યસ્પર્શ્વની વ્યવસ્થા છે, તો પછી મનુષ્યલોકમાં હોય તેમાં શું નવાઈ? આવી સિદ્ધ વ્યવસ્થાનો સવશે નાશ કરવાના ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે પણ તેવા પ્રયત્નમાં કાયમને માટે સફળતા નહીં સાંપડે. કર્મનો સિદ્ધાંત અચળ હોય છે. એક ખ્યાલ એ પણ વિચારવા જેવો છે કે અસ્પૃશ્ય દેવોનો વસવાટ દેવલોકમાં પણ સહુના ભેગો નથી પણ સ્વસ્થાનથી અલગ છે. તેમજ તે દેવલોકથી દૂર અને મધ ભાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org