________________
३३८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સંસ્કૃત છાયાयच्च कामसुखं लोके, यच्च दिव्यं महासुखम् । वीतरागसुखस्येदमनन्तभागमपि नाति ॥१६६।।
શબ્દાર્થનં–જે
મહાસુદં મહાસુખ વાસુદં કામસુખ
વીરીયસુંદસેન વીતરાગ આત્માના સુખના નો લોકમાં
બંતા-પિઅનંતમાં ભાગને પણ વિવં દિવ્ય
નધનથી પામતું જયાર્થ-વિશેષાર્થવત્ સ્પષ્ટ છે. ll૧૬લા
વિશેષાર્થ સમગ્ર લોકને વિષે જે કામસુખો છે, અને જે દિવ્ય દવલોકાદિ સંબંધી) મહાસુખો છે, તે સુખો મહાલોભરૂપ રાગ સર્વથા નષ્ટ થઈ ગયો હોય એવા વીતરાગ આત્માના પ્રશમ સુખના અનન્તમાં ભાગે પણ આવતાં નથી, અર્થાત્ પૌદ્ગલિક સુખોથી વીતરાગતજન્ય સુખ, અનન્તગણું હોય છે. માયા-લોભરૂપ કહેવાનું કારણ એટલું જ કે તે રાગનાં ઘરનાં છે તેથી તે દ્વેષીભૂત ક્રોધ, માનનો પ્રથમ ક્ષય થયા બાદ ક્ષય પામે છે, અને તેથી જ “વીતરાગ' કહેતાં વીતદ્વેષપણે અંતર્ગત સમાઈ જ જાય છે. પછીના ક્ષયમાં પૂર્વનો ક્ષય નિશ્ચિત હોય જ છે.
પ્રશ્ન- વીતર શબ્દની વિશેષ વ્યાખ્યા સમજાવો.
ઉત્તર– આત્માના આધ્યાત્મિક વિકાસક્રમ માટેની ચૌદ ભૂમિકાઓ જૈનદર્શનમાં બતાવેલી છે. એ ભૂમિકાઓને ‘ગુણસ્થાનક' શબ્દથી ઓળખાવાય છે. પહેલી ભૂમિકા અત્યન્ત નિકૃષ્ટ છે, જ્યારે ચૌદમી અત્યન્ત ઉચ્ચ છે. અત્યારે વર્તમાનમાં બહુલતાએ વિકાસશીલ આત્મા છ ભૂમિકા સુધી જ પહોંચી શકે છે. બહુ બહુ તો કદાચ સાતમી ભૂમિકાનો કવચિત્ કિંચિત્ લાભ મેળવી શકે; બાકી તેથી આગળનાં સોપાનો ઉપર જઈ શકતો નથી. કારણકે, વર્તમાનમાં આત્મા તેવી યોગ્યતા જ મેળવી શકતો નથી. હવે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જે આત્મા વીતરાગ સ્થિતિને પ્રાપ્ત કરનારો હોય છે તે સ્વપુરુષાર્થથી ઉત્કૃષ્ટ સંયમ–તપના બળે સાતમી ગુણભૂમિકાથી આગળ વધતો નવમી ભૂમિકાએ ચાર કષાયમાંથી પ્રથમ ક્રોધ, માનરૂપ-દ્વેષ કાષાયિક પરિણામોનો સર્વથા નાશ કરી, જ્યારે દશમી ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે ભૂમિકાને અન્ને માયા, લોભસ્વરૂપ રાગ કાષાયિક પરિણામોનો (ક્ષપકશ્રેણી દ્વારા) સર્વથા નાશ કરે છે. બારમે ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં શીધ્ર તે આત્માઓ સર્વજ્ઞત્વને અર્થાત કેવળજ્ઞાન-દર્શનને તેરમી ગુણસ્થાનક–ભૂમિકાએ પહોંચતાની સાથે જ પ્રાપ્ત કરે છે અને ચૌદમી ભૂમિકાએ પહોંચતાં નિવમોક્ષ સ્થિતિને પામે છે.
પ્રત્યેક આત્માઓ પ્રચંડ પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આદિ દોષોનો ક્ષય કરી, તેરમી ઉચ્ચતર ભૂમિકાએ પહોંચી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, વિશ્વનું કલ્યાણ કરવા દ્વારા ચૌદમી ઉચ્ચતમ ભૂમિકાએ આરૂઢ થઈ નિવણિપદ મેળવો! સહુના જીવનનું અને આપણી સંસ્કૃતિનું એ જ અંતિમ ધ્યેય છે. [૧૬]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org