________________
३२४
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તે જ વખતે અંતર્મુહૂર્ત-૪૮ મિનિટમાં જ બાર 33અંગ સૂત્રોની રચના કરે છે. દરેક ગણધરો એ રીતે વિધિ કરી, ત્રિપદી પામી, પોતે સ્વતંત્રપણે દ્વાદશાંગી રચે છે. તેથી દરેકની દ્વાદશાંગી સ્વતંત્ર હોય છે, પણ તે શબ્દથી સમજવી; અર્થથી તો સહુની રચના સમાન જ હોય છે, જેથી એકવાક્યતા ટકી રહે છે. આ દ્વાદશાંગી તે જ ગણધરગતિ સૂત્રો.
તેને માન શાસ્ત્રોથી પણ ઓળખવામાં આવે છે. આગમશાસ્ત્રોના બે ભેદ કરવામાં આવેલા છે. એક અથગમ અને બીજો સૂત્રાગમ કે શબ્દાગમ). તીર્થકરો આગમનો ઉપદેશ કરે છે તેથી તે સ્વયં અથગમના કર્તા બને છે. ને તેથી જ અર્થથી તીર્થકરોને આગમ આત્માગમ છે, ને તે અથગમ ગણધરોને તીર્થંકરદ્વારા સાક્ષાત મળતો હોવાથી ગણધરની અપેક્ષાએ તે અનન્તરાગમ છે. પણ અથગમના આધારે જ ગણધરો સૂત્રરચના કરતા હોવાથી સૂત્રાગમ કે શબ્દાગમના કત ગણધરો જ ગણાય છે ને તેથી ગણધરગુમ્ફિત આગમો તે જ સૂત્રો કહેવાય છે.
આગમના અર્થનો ઉપદેશ તીર્થકરોએ આપ્યો પણ તેને સૂત્રરૂપે કે ગ્રન્થબદ્ધ કરવાનું માન ગણધરોના ફાળે જાય છે, એટલે સામાન્ય ભાષામાં આગમો તીર્થકરો રચિત કહીએ છીએ. તેને બદલે તીર્થંકરભાષિત કહીએ અને ગણધરવિરચિત કહીએ તે જ બરાબર છે. આગમોનું અર્થમૂળ ભલે તીર્થકરોના ઉપદેશમાં હોય પણ તેથી કંઈ ગ્રન્થ રચયિતા બની જતા નથી. આટલી પ્રાસંગિક ઉપયોગી હકીકત જણાવી.
પ્રત્યેક વુદ્ધ-સંસારની પ્રત્યેક-કોઈ પણ વસ્તુથી પ્રતિબદ્ધ થયા હોય તે. એટલે જેઓ તીર્થકર પરમાત્મા કે સગુરુ આદિના ઉપદેશરૂપ નિમિત્ત વિના-સંધ્યાસમયનાં વાદળાનાં રંગો જેમ બદલાયા કરે છે તેમ સંસારની પૌદ્ગલિક બધી વસ્તુઓ પણ પ્રતિક્ષણે પરાવર્તનશીલ છે, આજે જે વસ્તુ પ્રિય ને સારી લાગે છે તે જ વસ્તુ ક્ષણવાર પછી અપ્રિય ને અસાર પણ બની જાય છે, માટે ક્યાં કયાં રાગ-દ્વેષ કરવા ! આવું કોઈ વૈરાગ્યજનક નિમિત્ત મળતાં ચારિત્રવાન બન્યા હોય છે. આવા લઘુક આત્માઓએ બનાવેલા ગ્રન્થો તે પણ સૂત્રો કહેવાય. જેમ નમિરાજર્ષિ આદિએ બનાવેલ નજિ અધ્યયન વગેરે અધ્યયનો.
| મુતવેવની બારમા અંગના ચોથા વિભાગગત ગણાતા ચૌદપૂર્વરૂપ શ્રત–શાસ્ત્રજ્ઞાનના જે સંપૂર્ણ જ્ઞાતા હોય છે. જેઓ કેવલી=સર્વજ્ઞ ન હોવા છતાં પ્રત્યક્ષ જ્ઞાનનો ભલે અભાવ છે, પણ ચૌદપૂર્વનું જ્ઞાન એવું વિશાળ છે કે તે જ્ઞાન દ્વારા કેવળી જેવી અર્થ વ્યાખ્યા કરવાને સમર્થ હોવાથી શ્રુતકેવલી કહેવાય છે.
આ ચૌદપૂર્વીઓએ રચેલાં શાસ્ત્રો છે તે પણ સૂત્રો જ કહેવાય છે. ભગવાન મહાવીરના
૩૦૩. દ્વાદશાંગ સિવાયનું આગમશ્રુત તે અંગબાહ્ય કહેવાય છે, તેના કર્તા સ્થવિરો કે ગણધરો તે માટે ચૂર્ણિ-ભાષ્ય ટીકાકારોમાં મતભેદ પ્રવર્તે છે.
उ०४. अत्यं भासइ अरिहा, सूत्रं गंथंति गणहरा निउणं । सासणस्सहियट्ठाए, तओ सुत्तं पवत्तई ।।१।।
૩૦૫. ચૌદપર્વી એટલે શું? શ્રી તીર્થકર ભગવંતોએ અર્થરૂપે કહેલી અને બીજબુદ્ધિનિધાન લબ્ધિસંપન્ન શ્રીગણધરમહારાજાઓએ સૂત્રરૂપે રચેલી જે શ્રીદ્વાદશાંગી તે પૈકીના બારમા દષ્ટિવાદ નામનાં અંગના પરિકર્મ, સૂત્ર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org