________________
कोनी कोनी रचना सूत्ररुपे गणाय ?
શબ્દાર્થ—
પત્તેયવૃદ્ધ રહ્યં=પ્રત્યેક બુદ્ઘરચિત સુવતિના=શ્રુતકેવલીવડે મિત્રવત=સંપૂર્ણ દશપૂર્વી
Jain Education International
સુત્ત=સૂત્ર [હરરÄગણધરરચિત તહેવતે પ્રમાણે
ગાથાર્થ— ગણધર ભગવંત રચિત, પ્રત્યેકબુદ્ધ રચિત, શ્રુતકેવલી રચિત અને સંપૂર્ણ દશપૂર્વી રચિત જે શાસ્ત્ર—ગ્રન્થો હોય તે સૂત્ર કહેવાય છે. ૧૫૬ા
વિશેષાર્થ— હર એટલે ગણધર. ગણધર કોને કહેવાય અને તે કોણ હોઈ શકે ? તે માટે થોડુંક સમજી લઈએ.
३२३
દરેક યુગમાં તે તે કાળે તીર્થંકર થનારી ૨૪ વ્યક્તિઓ જન્મ લે છે. દરેક તીર્થંકર આત્માઓ પરભવમાંથી મનુષ્યલોકમાં અવતાર ધારણ કરે છે ત્યારે ત્રણ જ્ઞાન સહિત હોય છે એટલે કે આપણાથી એક જ્ઞાન વધુ હોય છે. જન્મ બાદ સ્વયંસંબુદ્ધ હોવાથી યથાયોગ્ય સમયે સંસારનાં ભોગકર્મનો ક્ષય થતાં ગૃહસ્થાશ્રમમાં સંયમ—ચારિત્ર પાલન અશક્ય હોવાથી તે અવસ્થાનો ત્યાગ કરી, સર્વ પાપના ત્યાગરૂપ પંચમહાવ્રતાદિના નિયમ સ્વરૂપ ચારિત્રને અંગીકાર કરે છે. વિશ્વના કલ્યાણ માટે ગ્રહણ કરેલા ચારિત્રને ઉગ્રકોટિની અહિંસાતપ—સંયમની આરાધના દ્વારા નિર્મલ બનાવતા જાય છે. એ આરાધનામાં ઉપસ્થિત થતાં અનેક વિઘ્નો, ઉપદ્રવોને સમભાવે સહન કરે છે. અન્તર્મુખ બની સ્વભાવરમણતાને કરતાં, કિલષ્ટ કર્મોનો ક્ષય કરે છે. પરિણામે સંપૂર્ણ જ્ઞાની ને સંપૂર્ણ ચારિત્રવાન બને છે. તે જ વખતે તેઓના પ્રભાવે દેવલોકના દેવો વિરચિત–સમવસરણ (પ્રવચનયોગ્ય સભાસ્થાન) ગૃહમાં બિરાજમાન થઈ, દેવ, મનુષ્યો અને પશુપક્ષીઓની સમક્ષ પ્રથમ પ્રવચન કરે છે. આ પ્રથમ પ્રવચન પૂર્ણ થતાં ભગવંતના પ્રધાન નવદીક્ષિત શિષ્યો જેઓ સમર્થ બુદ્ધિનિધાન હોય છે, તેઓને ગણધરનામકર્મનો ઉદય થતાં ગણધરપદ સ્થાપનાનો સમય આવતાં ગણધર થનાર વ્યક્તિ પ્રથમ ગુરુસ્થાનીય તીર્થંકર ૫૨માત્માને વિનયપૂર્વક પ્રદક્ષિણા આપી, પ્રભુ સન્મુખ હાથ જોડી ઊભા રહે છે. ઇન્દ્રમહારાજ સુગંધી વાસચૂર્ણનો થાળ ઝાલી ઊભા રહે છે. ભગવંત ઊભા થઈને ગણધર ભગવંતો ઉપર વાસક્ષેપ કરીને ગણધરપદે તેઓને સ્થાપે છે. ગણધરપદ પ્રાપ્ત થતાં જ તેઓમાં અપૂર્વ શક્તિઓનો પ્રવાહ વહેવા માંડે છે. વિશ્વના સતત કલ્યાણ માટે શાસ્રરચના કરવાની હોવાથી ગણધરો શાસ્ત્રરચનાની તૈયારી કરે છે ને તે જ વખતે ભગવંતને સવિનય પ્રથમ પ્રદક્ષિણા આપી પ્રશ્ન કરે કે–કરુણાવત્સલ ભગવન્ ! આપ સંપૂર્ણ જ્ઞાની બન્યા છો. અખિલ વિશ્વના સંપૂર્ણ ચરાચર ભાવોને હસ્તામલકવત્ જોઈ રહ્યા છો, વિશ્વના સંપૂર્ણ પદાર્થો ને તેના ભાવોને આપ સાક્ષાત્ જોઈ શક્યા છો તો ભગવંત હું પ્રશ્ન પૂછું છું કેઆ વિશ્વમાં ત્રિં તત્ત્વ? ભગવાન તેનો પ્રત્યુત્તર આપે કે ઉપન્ને૬ વા—અર્થાત્ પદાર્થો ઉત્પન્ન થાય છે.' આટલું જ બોલે. ફરીથી પૂર્વવત્ વિધિ કરી, સન્મુખ ઊભા રહી પ્રશ્ન પૂછે કે–ભગવન્ ! વિં તત્ત્વ? ભગવંત જવાબ આપે કે ‘વિમેઽ વા' પદાર્થો વિલયને પામે છે. એ જ પ્રમાણે ત્રીજીવાર પ્રશ્ન પૂછે કે–ભગવંત ! વિં તત્ત્વ? જવાબ મળે કે ‘વેડ્ વા’ અર્થાત્ પદાર્થો ધ્રૌવ્ય કહેતાં સ્થિર છે. ભગવંત આ ત્રિપદી ગણધરોને અર્પણ કરે છે. નિખિલ પદાર્થના બીજરૂપ પ્રત્યુત્તરજ્ઞાનને મેળવીને ગણધરો તેના પર ગંભીર અને ગહન વિચારણા તરત જ કરે છે અને અગાધ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થતાં બીજબુદ્ધિના ધણી તેઓ
For Personal & Private Use Only
www.jainelibrary.org