________________
३२०
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સંસ્કૃત છાયાतापसा यावज्योतिष्कान्, चरकपरिव्राजका ब्रह्मलोकं यावत् । यावत्सहस्त्रारं पञ्चेन्द्रियतिर्यञ्चो यावदच्युतं श्राद्धाः ।।१५४।।
શબ્દાર્થ સુગમ છે– થાર્થ— વિશેષાર્થવત. ||૧૫૪ના
વિશેષાર્થ – તાવસ ના નોલિયા–વનમાં રહી અનન્તકાય સ્વરુપ કન્દમૂલાદિ, તે ભોંયની અંદર ઉપજનારા બટાકા-રીંગણા–શકરીઆ-આદુલસણ–ડુંગળી–ગાજર આદિનું ભક્ષણ કરનારા, અજ્ઞાની તાપસો મરીને ભવનપતિથી માંડી યાવત્ જ્યોતિષી સુધીમાં ઉત્પન્ન થઈ શકે છે. અહીંયા ઉત્પન્ન થવામાં હેતુ ઉપરની ગાથામાં કહ્યો તે જ જાણવો.
કન્દમૂલભક્ષી જીવોની ગતિમાં હીનતા જરૂર થાય છે એમ આ ગાથા પુષ્ટિ આપે છે. કોઈને શંકા થશે કે એનું શું કારણ? તો વસ્તુ એવી છે કે—કન્દમૂલભક્ષણમાં અનંતાનંત એકેન્દ્રિય જીવોની હિંસા રહેલી છે. આપણા શરીરમાં એક જ જીવ છે તેથી જીવ સ્વતંત્રપણે શરીરદ્વારા ક્રિયા કરી શકે છે. જ્યારે કન્દમૂલની કોઈ પણ જાતના અતિ સૂક્ષ્મ ભાગમાં પણ અનંતા જીવો હોય છે. તેમજ તેઓ વચ્ચે એક જ શરીર હોય છે. શરીર એક અને તે એકના જ માલિકો અનંતા; આવી વિચિત્રતા ને પરાધીનતા ત્યાં છે. એક સોયના અગ્ર ભાગ જેટલા બટાટાના અંશમાં અનંત જીવો છે તો સંપૂર્ણ બટાટામાં કેટલા હશે ? તેનો ખ્યાલ કરજો. જ્ઞાનીઓ તો વીતરાગ સર્વજ્ઞ હતા. તેથી તેઓએ તો
જ્ઞાનથી તટસ્થભાવે પ્રત્યક્ષ જોયા બાદ જગતના કલ્યાણ માટે ઓછામાં ઓછા પાપમાંગનું, પણ પ્રકાશન કરીને જગતને સન્માર્ગે ચઢાવવાનો સત, પ્રયત્ન કર્યો છે. બીજી વાત એ કે એક સોયના અગ્ર ભાગ ઉપર લાખો જંતુઓ રહી શકે છે એમ આજનું જડ વિજ્ઞાન કહે છે તો ચૈતન્ય વિજ્ઞાની ભગવાન જ્ઞાનદષ્ટિથી આત્મ પ્રત્યક્ષ (વગર પ્રયોગે) સોયના અગ્ર ભાગ ઉપર અનંતા જીવોનું અસ્તિત્વ જોઈ શકે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. ત્યારે કંદમલાદિના ભક્ષણથી અનંત જીવોનું ભક્ષણહિંસા થાય છે માટે તેમની ગતિમાં કાપ મૂકાય છે.
જો કે આ તાપસ અને આગળ કહેવાતા જીવો તપસ્યાદિક ધર્મને પાપ કર્મ રહિત સેવે તો તેઓ તેથીએ આગળ ઉપજી શકે છે, પરંતુ તેઓને વાસ્તવિક ભેદજ્ઞાન ન હોવાનાં કારણે તપ–ધર્મ કરતાં પણ પાપસેવન તો કરે જ છે. પરંતુ એક તપશ્ચયરૂપ કાયકલેશ વગેરે અનેક બાહ્ય કષ્ટો સહન કરવાથી તેનાં ફળરૂપે જ્યોતિષી નિકાયમાં ઉપજી શકે છે, એમ સર્વત્ર સમજવું.
વર–રવાયવંમ7ોનો ના–ચરક તે સ્વધર્મ નિયમાનુસાર, ચાર પાંચ જણા ભેગા થઈને ભિક્ષાટન કરે–ચરે છે, અને પરિવાથ–પરિવ્રાજક તે કપિલમતના સંતો તે. આ ચરક–પરિવ્રાજક બન્ને થાવત્ બ્રહ્મલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે.
ના સદસારો વિિિતરિસ–પર્યાપ્તા ગભંજ તિર્યંચ પંચેન્દ્રિયો હાથી વગેરે તે સહસ્ત્રાર સુધી ઉત્પન્ન થઈ શકે છે. આ કથન સંબલ-કંબલની માફક જે તિર્યંચો કોઈ નિમિત્તથી વા જાતિસ્મરણથી સમ્યકત્વ (સાચા તત્ત્વની શ્રદ્ધા) અને દેશવિરતિને પામ્યા હોય તેઓ માટે સમજવું. ઉક્ત જીવો કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org