________________
वैमानिक देवोनुं शरीरप्रमाण जाणवा करण
३०१
શબ્દાર્થ
વિવારે વિશ્લેષ–બાદબાકી
સમયિભિન્સમધિક છતે તાળવજૂન્ને એક ઊને
વયજ્યાગકર–હાનિકર ફારસ IISઅયિારમાંથી
વિસરીરામ=પૂર્વ શરીરના માનમાંથી પgિ સેસી પાડેલા બાકી
મુત્તરવુv=એકોત્તર વૃદ્ધિ વડે હત્યિક્ષરસમા=હાથના અગિયાર ભાગો
વં એ પ્રમાણે મયરે મરે સાગરોપમે સાગરોપમે
િિાસા–સ્થિતિવિશેષથી ગાથાર્થ– ઉત્તરકલ્પગત અધિક સ્થિતિમાંથી પૂર્વકલ્પગત જે ઓછી સ્થિતિ તેને બાદ કરવારૂપ વિશ્લેષ (બાદબાકા) કરી, આવેલ સંખ્યામાંથી એકની સંખ્યા ઊણી કરવી, જે સંખ્યા આવે તે એક હાથના અગિયાર વિભાગો કલ્પી તેમાંથી બાદ કરતાં જે સંખ્યા શેષ રહે તેને પુનઃ પૂર્વ–પૂર્વકલ્પગત અંતિમ પ્રતરવર્તી યથોક્ત શરીરપ્રમાણમાંથી બાદ કરતાં જે હસ્ત–સંખ્યા અને અગિયારીયા ભાગોની સંખ્યા આવે તે યથોત્તરકલ્પ પ્રારંભના પ્રતરે જેટલા સાગરોપમની સ્થિતિવાળા દેવો હોય તેઓનું શરીરપ્રમાણ આવે. પુનઃ તે જ પ્રતરથી આયુષ્યમાં એક એક સાગરોપમની વૃદ્ધિ કરતા જવી અને સાથે સાથે (ઉત્તરોત્તર દેહમાન ઘટવાનું હોવાથી) શેષ રહેલા અગિયારીયા ભાગોમાંથી એક એક ભાગ અનુક્રમે આગળ આગળ હીન કરતા જવો.
આ પ્રમાણે કરતાં કરતાં દરેક કલ્પગત યથોક્ત સાગરોપમની સ્થિતિવાળા દેવોનું સંપૂર્ણ શરીરપ્રમાણ આવે. ૧૪૦–૧૪૧
વિરોષાર્થ – વિશેષાર્થમાં ગાથાર્થને વિશેષ સ્ફટ ન કરતાં તે ગાથાર્થને દાંત સાથે જ ઘટાવી દેવામાં આવે છે, વધુમાં સૌધર્મ-ઇશાન કલ્પયુગલે આ વિશ્લેષકરણ (તેનાથી પૂર્વે કલ્પારંભ ન હોવાથી) અનાવશ્યક છે, જે સહેજે સમજી શકાય તેમ છે, માટે સનકુમાર–મહેન્દ્રાદિ યુગલે બતાવાય છે. સનકુમાર--મહેન્દ્ર યુગલકલ્પ કરણ યોજના;–
ઉત્તરકલ્પગત સ્થિતિ એટલે સનસ્કુમાર–મહેન્દ્રયુગલવર્તી સાત સાગરોપમની જે અધિક સ્થિતિ, તેમાંથી પૂર્વકલ્પગત તિ સૌધર્મ-ઇશાનવર્સી બે સાગરોપમની] જે ન્યૂનસ્થિતિ, એ અધિક અને વનસ્થિતિ એ બંને વચ્ચે વિશ્લેષ (બાદબાકી) કરતાં ૭–૨=પ સાગરોપમની સંખ્યા આવી, તેમાંથી એકની સંખ્યા ઊણી કરવાની હોવાથી એક ઊણું કરતાં પાંચમાંથી એક જતાં ચાર સાગરોપમ રહ્યા.
સિૌધર્મ અને સનકુમાર યુગલ વચ્ચે માત્ર એક હાથનો ફેર પડે છે અર્થાત્ તેટલો ઘટાડો થાય છે. તે એક હાથના પ્રમાણને ઉત્તરકલ્પગત વહેંચી આપવાનો છે. આથી તે એક હાથના અમુક ભાગો કલ્પી, પૂર્વકલ્પગત જે આયુષ્યસ્થિતિ તેની સાથે વિશ્લેષ કર્યા બાદ આવેલ ભાગ–સંખ્યાને પૂર્વકલ્પગતના (સૌધર્મયુગલના) શરીર પ્રમાણમાંથી બાદ કરી, ઉત્તર (સનકુમાર) કલ્પગત અનુક્રમે પ્રતિસાગરોપમની વૃદ્ધિએ અને વળી અનુક્રમે તે ભાગોની હાનિ કરતાં જઈએ એટલે તે તે સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઇચ્છિત પ્રમાણ આવે છે.]
ઉપર કહ્યા મુજબ વહેંચણી કરવા યોગ્ય એક હાથ પ્રમાણની એવી અમુક ભાગ સંખ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org