________________
૨૦૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સંસ્કૃત છાયાकल्पद्विक-द्विक-द्विक-द्विक-चतुष्केषु, नवके पञ्चके च ज्येष्ठा स्थितिरतराणि । द्वे सप्त चतुर्दशाऽष्टादश, द्वाविंशतिरेकत्रिंशत् त्रयस्त्रिंशत् ॥१३६।।
શબ્દાર્થ – પણ પાંચમા
મયર સાગરોપમાં નિ—િઉત્કૃષ્ટ સ્થિતિ
શતીસ=એકત્રીશ પથાર્ય–વૈમાનિકનિકાયના પ્રથમના બે કલ્પને વિષે ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ બે સાગરોપમની છે. ત્યાર પછીના સનસ્કુમાર–મહેન્દ્ર યુગલે ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની, બ્રહ્મ અને લાંતકકલ્પ ચૌદ સાગરોપમની, શુક્ર-સહસ્ત્રાર યુગલે અઢાર સાગરોપમની, આનત–પ્રાણત અને આરણ—અય્યત એ ચારે કહ્યું બાવીશ સાગરોપમની, નવગ્રેવેયકે એકત્રીશ સાગરોપમની અને પાંચ અનુત્તરે તેત્રીશ સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે. ૧૩લા
વિશેષાર્થ-ગાથાર્થવત્ . [૧૩૯]
અવતાર– ૧૩૮મી ગાથામાં પ્રત્યેક કલ્પગત દેવોનું સામાન્યતઃ શરીરપ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. જેમ સનકુમાર યુગલે ૬ હાથનું શરીરપ્રમાણ તે પ્રથમ પ્રતરવર્તી સાત સાગરોપમની સ્થિતિવાળા દેવોનું મુખ્યત્વે કહી શકાય, પરંતુ તે જ કહ્યું અન્ય પ્રતરવર્તી દેવો કે જેઓની ૩–૪–૫-૬ સાગરોપમની સ્થિતિ છે તેઓનું જણાવ્યું નથી. એમ સમગ્રકલ્પ કલ્પાશ્રયી ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવી છે; પરંતુ પ્રતિસાગરોપમની વૃદ્ધિએ પ્રત્યેક પ્રતરવર્તી દેવોનું શરીર પ્રમાણ કેટલું ન્યૂન થાય છે તે દર્શાવ્યું નથી. તેથી કરણ દ્વારા યથોક્ત સાગરોપમાયુષ્યની વૃદ્ધિના ક્રમથી આગળ આગળ હીન-હીનતર થતા શરીર અવગાહનાના યથોક્ત પ્રમાણને પ્રતિપાદન કરનારી બે ગાથાઓ કહેવાય છે.
विवरे ताणिकूणे, इक्कारसगाउ पाडिए सेसा । हत्थिक्कारसभांगा, अयरे अयरे समहियम्मि ॥१४०॥ चय पुवसरीराओ, कमेण एगुत्तराइ वुडीए । પૂર્વ દિવિસેના, સમારતમા ૧૪૧
સંસ્કૃત છાયાविवरो तस्मिन्नेकोने एकादशभ्यः पातिते शेषाः । हस्तैकादश भागा अतरेऽतरे समधिके ।।१४०।। त्यज पूर्वशरीरात् क्रमेणैकोत्तरया वृद्ध्या ।
एवं स्थितिविशेषात् सनत्कुमारादितनुमानम् ॥१४१।। ૨૯૧. અન્ય સ્થાને વિજયાદિ ચાર અનુત્તરે ઉo સ્થિતિ ૩૨ સાવ અને સવર્થસિદ્ધ ૩૩ સાવની સ્થિતિ કહી છે જેની સાક્ષી તત્ત્વાર્થ ૪–૨, પ્રજ્ઞાપના, સમવાયાંગ આદિ ગ્રન્થો આપે છે. પરંતુ એ ૩૨ સાવ સ્થિતિ સામાન્યતઃ એક એક સાવ ની વૃદ્ધિના વરણ ક્રમે આવે છે, એટલે તેવી વિવક્ષા કરી હશે; બાકી ૩૩ સાગરોપમ યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org