________________
૨૦૨
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કલ્પવી કે જેથી સનકુમાર યુગલે પ્રારંભની ત્રણ સાગરોપમની સ્થિતિથી માંડીને સાત સાગરોપમ સુધીમાં (વિશ્લેષકરણ કર્યા બાદ) વહેંચાઈ જાય અને એમ કરતાં છેવટે સાત સાગરોપમની સ્થિતિએ પહોંચતાં દેવોનું છ હાથનું યથોક્ત દેહપ્રમાણ પણ આવી રહે.
હવે આ માટે ગ્રન્થકાર મહારાજા પોતે જ એક હાથના અગિયાર ભાગો કહ્યું છે, એ કલ્પલા અગિયાર ભાગમાંથી પૂર્વે વિશ્લેષ કરતાં શેષ આવેલી ચાર સાગરોપમની સંખ્યા તેને બાદ કરીએ એટલે (સાગરોપમની સ્થિતિ અને ભાગો વચ્ચે વિશ્લેષ કરતાં) સાત ભાગ સંખ્યા આવે, તે છે (સાત-અગિયારાંશ ભાગો સમજવા) અગિયારીયા સાત ભાગો સૌધર્મ–ઈશાન યુગલે પૂર્વગાથામાં કહેલા સાત હાથ પ્રમાણમાંથી ઘટાડવા, જેથી ૬ હાથ અને ? (૬) ભાગ શરીરપ્રમાણ સનસ્કુમાર–મહેન્દ્ર યુગલે (પૂર્વ કલ્પમાં વર્તતી યથાયોગ્ય સાગરોપમની આયુષ્યસ્થિતિમાં એક એક સાગરોપમની વૃદ્ધિ કરીને અને એક એક ભાગ ઘટાડતા જઈને કહેવાનું હોવાથી) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું દેહમાન આવે, એ પ્રમાણે પ્રતિ સાગરોપમની વૃદ્ધિ કરતાં અને પ્રતિભાગ સંખ્યા ઘટાડવાના નિયમાનુસાર-ચાર સાગરોપમની સ્થિતિવાળા દેવોનું દેહમાન ૬ હાથ અને 3 ભાગ આવે, પાંચ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ૬ હાથ : ભાગનું, છ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ૬ હાથ : ભાગનું અને સાત સાગરોપમની સ્થિતિવાળા સનસ્કુમારેન્દ્ર મહેન્દ્ર દેવોનું દેહમાન એક ભાગ ઘટાડી નાખતાં ૬ હાથનું યથાર્થ આવે.’ બ્રહ્મ–લાંતકે દેહમાન વિચાર–
બ્રહ્મ-લાંતકકલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે અને તેની નીચેના સનસ્કુમાર–માહેન્દ્ર યુગલની સ્થિતિ સાત સાગરોપમની છે, નિયમ મુજબ તેનો વિશ્લેષ કરતાં સાતની સંખ્યા શેષ રહી, તેમાંથી એક ઊણી કરતાં ૬ સંખ્યા આવી, હવે એક હાથના અગિયાર ભાગો કરી તેમાંથી તે છે સંખ્યા બાદ કરતાં ૫ ભાગ સંખ્યા આવી, એ પાંચ ભાગ પૂર્વ કલ્પે અંતિમ પ્રતરવર્તી દેવના છ હાથના દેહમાનમાંથી બાદ કરતાં ૫ હાથ અને તે ભાગનું દેહમાન બ્રહ્મકલ્પ આઠ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું. ૫ હાથ ૫ ભાગનું દેહમાન નવ સાગરોપમની સ્થિતિવાળાનું, પકે હાથ દસ સાગરોપમવાળાનું. ૫ અગિયાર સાગરોપમવાળાનું ૫. બાર સાગરોપમવાળાનું ૫ માન તેર સાગરોપમવાળાનું અને પાંચ હાથનું માન ચૌદ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું જાણવું. [૧૪–૪૧.]
અવતરણ–પૂર્વે વૈમાનિક નિકાયવર્તી દેવોનું ભવધારણીય શરીરપ્રમાણ કહ્યું, હવે તે દેવોનું ઉત્કૃષ્ટ શરીરમાન ઉત્તરવૈક્રિય અપેક્ષાએ કેટલું? તે કહે છે.
भवधारणिज्ज एसा, उक्कोस विउवि जोयणा लक्खं । વિ-syતું, ઉત્તરવેન્ટ્રિયા નથી ૧૪રા
સંસ્કૃત છાયાभवधारणीया एषा, उत्कर्षा, वैक्रिया योजनानि लक्षम् । ग्रैवेयानुत्तरेषु उत्तरवैक्रिया नास्ति ॥१४२।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org