________________
[૩૧] ગુરુઋણ મુક્તિ અર્થે શિષ્યસમુદાયની ગુરુભક્તિ, દૈનિક ક્રિયાનુષ્ઠાનશુદ્ધિ, વિનયાદિક ગુણ નિમગ્નતા કાયરોને પણ શૂરવીર ધર્મસુભટો બનાવે છે. ધર્મ સુભટોના સંઘમાં પણ શિખરરૂપ સાચા સુભટનું દિગ્દર્શન કરવું હોય ! તો સૂરીશ્વરજીના વિનીત શિષ્ય પંન્યાસ શ્રી ધર્મવિજયજી આદિ આબાલ શિષ્યવંદના બારીકાઈથી દર્શન કરો, એ જ શિષ્યરત્નોમાં સ્વયં ચક્ષદ્વારા જ જોઈ શકાશે કે એમાં તો અવનવા ગુણ રંગોની ટશરો જ ભાસે છે અને તે જ શિષ્યરત્નોના ચક્રમંડલના શિરછત્રરૂપ ગુરુદેવ આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી અને તેઓશ્રીના ગુરુવર્ય તે આપણા પૂજ્ય શ્રી મોહનસૂરીશ્વરજી મહારાજ !!!
| વિક્રમ સંવત ૧૯૭૭નું સૂરીશ્વરજીનું મુંબઈ નગરી મધ્યેનું ચાતુર્માસિ સમયનું વસંતવર્ણન તો કોઈ મહાકવિ જ કરી શકે ! ચતુરંગી સેનાની નગરીમાં સૂરીશ્વરજીની કલ્પવૃક્ષ છાયામાં સાતક્ષેત્ર પોષણાદિ અનેક ધાર્મિક લાભો યોજાયા. ચૌદપૂર્વ, પીસ્તાલીશ આગમ, અક્ષયનિધિ, મહામંગલકારી શ્રી ઉપધાનતપની ગગનભેદી (કર્મભેદી) ધર્મક્રિયાઓ આરંભાઈ. મુંબઈ ભાયખલાની જમીન સંરક્ષણાર્થે રૂપિયા ચાલીશ લાખનો શિરપાવ ચતરંગી સંઘને અર્પણ થયો. એકાએક વચનો ઉભયાં. એ જ ચતુરંગી મહારાજને સંગઠિત સ્વામિવાત્સલ્ય (નવકારશી)ના તે ઘડી પયત સેવેલાં સ્વપ્નોનો સાક્ષાત્કાર થયો.
એક સમયનો મોહમરત મુંબઈ નગરીનો જૈન સમુદાય વૈરાગ્યમય વીર સિદ્ધાંતવાદી મહાવ્રતધારી શ્રાવક શ્રાવિકાના જન્મસિદ્ધહક્કોની યોગ્યતાવાળો થયો.
જયાં જ્યાં સૂરીશ્વરજીનાં પાદાપૂરો સ્કૂયાં ત્યાં ત્યાં ઉપરોક્ત કલ્પવૃક્ષનાં ફળો ફલિત સંચિત થયાં.
એ ફળોનું રસ પૂણસ્વાદન પાલીતાણા, તલાજા, મહુવા, ધ્રાંગધ્રા, મહેસાણા, વિજાપુર, બોટાદ, ખંભાત, છાણી, વેરાવળ, માંગરોળ, પોરબંદર, અમદાવાદ, વડોદરા, સુરત, બારડોલી, બુહારી, માંડવી, નવસારી, જૂનાગઢ, રાજકોટ ઇત્યાદિ ધર્મક્ષેત્રના સંઘોએ કર્યું. તેઓને તો હવે ચક્રવાક સમ સૂરીશ્વર સમાગમની તૃષાનું અહર્નિશ રટણ થયા કરે છે.
એ મહાત્માના સમાગમના સ્વાતિનક્ષત્રની અણમોલી પળનો લાભ રાજનગર નાગજીભૂધરની પોળ શ્રીસંઘના પ્રયાસથી અમદાવાદના નગરજનોએ સં. ૧૯૭૯ના ચાતુર્માસમાં લીધો. ચાતુમસ અર્થેનો સૂરીશ્વરજીનો નગર પ્રવેશ જેટલો ભવ્ય ગૌરવ ભર્યો હતો તેનાથીએ અધિક સ્વર્ગીય દેશ્યની રચના તો ચાતુમતિ પૂણહુિતિ પછી ગુરુવર્યના આચાર્ય પદારોપણ મહોત્સવ પ્રસંગે રાજનગરના નાગરિકોએ શ્રીસંઘે કરી. સૂરીશ્વરજી પ્રત્યે મમતાભરી હાર્દિક ગુરુભક્તિનું આબેહૂબ તે ચિત્રપટ હતું.
શ્રી આચાર્ય પદાર્પણ નિમિત્તના મહોત્સવ પ્રસંગે અષ્ટાપદજી, સમવસરણ, મેરુપર્વત, તાલધ્વજગિરિ, પાવાપુરી તીર્થોની સુંદર રચના, શાન્તિસ્નાત્ર સમયનો ઉત્સાહ, જેનપુરીની જાહોજલાલીને જ્વલંત કરતો અપૂર્વ વરઘોડો, ઈન્દ્રમંડપ સમો ભગુભાઈના વંડામાનો મહામંડપ દર્શનાર્થે પ્રચંડ માનવમેદનીની ઉમંગભેર ભરતી,
ન પ્રસંગે અમદાવાદ તેમજ દેશદેશાદિકથી હજારોની સંખ્યામાં પધારેલું અગ્રગણ્ય નેતાઓનું મહામંડળ. પૂર્ણ ભાવનાયુક્ત આંગી રચના, પૂજા, પ્રભાવનાદિક રંગોથી રંગાએલું સર્વરંગી દેશ્ય રાજનગરનાં આંગણે સો બસો વર્ષના સમયમાં સૌ કોઇએ પ્રથમ જ નિહાળ્યું.
નિષ્ણાતોની નિપુણતાનાં પૂજન જિજ્ઞાસુઓ માટે ચિરકાળ પર્યત હોય, પણ સ્વયં નિષ્ણાતની આત્મવત્ થી પણ અધિક પૂજનની તમન્ના તો પોતાને વરાયેલ વિદ્યા પરત્વે જ હોય.
જિનાજ્ઞાપરાયણ શાસ્ત્રવિશારદ સૂરીશ્વરજીની અનુપમ જ્ઞાનભક્તિની ઉર્મિઓને માર્તડ ઓપ આજેય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org