________________
( ૩ ) સિદ્ધાંત, કર્મગ્રંથ, દ્રવ્યાનુયોગ આદિ વિષયોમાં નિષ્ણાત થઈ જેનાગમ વિશારદ તરીકેની જૈન આલમમાં અજોડ ખ્યાતિ મેળવી.
ઓગણસાઠ વર્ષની પ્રૌઢાવસ્થામાં પણ સૂરીશ્વરજીની જ્ઞાનાવસ્થામાં તરવરતી યુવાવસ્થા સમયની ધગશ, ગીતાર્થ ગુરુવર્યની દિવ્ય અમાપ શક્તિનું દર્શન દર્શનાભિલાષીઓને આશ્ચર્યચકિત!!! બનાવે છે.
જિનાજ્ઞાગર્ભિત શાસ્ત્રજ્ઞાન ભંડારની સાથે સૂરીશ્વરજીની લોહચુંબક સમી અદ્વિતીય પ્રખર દેશના શક્તિથી, તત્કાળ શ્રોતાવર્ગમાં પ્રેરાતી વિજળીક શક્તિનો ચમત્કાર, સ્વાનુભવ દ્વારા જ થાય છે.
જ્ઞાતા શક્તિ તો પુણ્યવંતો પ્રાપ્ત કરી શકે, પરંતુ જ્ઞાતા અને અમોઘ જ્ઞાનદાતા શક્તિનો ગંગાયમુના સંયોગ તો કોઈક (શ્રી મોહનસૂરીશ્વરજી જેવા) મહર્ષિના પરમપુણ્યવંત ભાગ્ય લલાટે જ યોજાએલો હોય.
સૂરીશ્વરજીની ધમરંગી નોબતોને રાજર્ષિ બિરૂદથી અલંકૃત કરવા કાજે મુખ્ય મંત્રી શ્રી માનસિંહજી સહિત, ધ્રાંગધ્રા નરેશ શ્રી ઘનશ્યામસિંહજી જૈન ગુરુમંદિરે (ઉપાશ્રયે) પધાયાં, એ સૂરીશ્વરજીની વિશ્વવિખ્યાત તત્ત્વજ્ઞાનની સુધાસિરિતામાં સ્નાન કરી ગોહિલવાડમાં ગોહિલ રાજમંડળ પતિતપાવન થયું. સૂરીશ્વરજીની વૈરાગ્યમય દુંદુભિનાદના પૂજન ડભોઇ તાલુકાના ઠાકોર શ્રી મોટાબાવા તથા મોતીસિંહજી સહિત ૫૦૦ ક્ષત્રિયોએ કયાં, કે જેઓએ યાવત જીવનપર્યત શિકાર, માંસ, દારૂ, વ્યસનાદિ ત્યાગના વ્રત સૂરીશ્વરજીની સાક્ષીએ ઉચ્ચરી, વ્રતપાલનની ભીષ્મપ્રતિજ્ઞા લીધી. સૂરીશ્વરજીની વાફવાણીના સૂરે સુરત જીલ્લાના આ. કલેકટર મી. માસ્તરના હૃદયમાં, તેમજ ઉનાના અધિકારી મંડળના અંતરમાં, જેનદર્શનના તાત્ત્વિક સિદ્ધાંતોનો તનમનાટ મચાવી મુગ્ધ કર્યા.
ચચસ્પિદ વિષયોમાં–દેવદ્રવ્ય, દીક્ષા, લાલન-શિવજી પ્રકરણાદિ વિવાદગ્રસ્ત વિષયોમાં અનેક આગમિક શાસ્ત્રાધારો ખડા કરી જૈન સમાજમાં સૂરીશ્વરજીએ તેમની લાક્ષણિક ચાકચિક્યવૃત્તિથી સામાં વિરોધી પક્ષનાં હૃદયો હરી લીધાં હતાં..
જૈનાગમોના અખંડ અભ્યાસીઓની નાનકડી નામાવલીમાં એ પ્રથમ પંક્તિમાં સન્માનાએલાં સૂરીશ્વરજીની દૈવિક દેશનાશક્તિ સમીપ, અદ્યાપિ ભારતવર્ષ જૈનોનાં શિર ઉમંગભેર ઝૂકે છે. ધર્મરસિક પુણ્યાત્માઓને તો સૂરીશ્વરજીનાં પ્રતિબિંબના પડછાયાનો વિયોગ પણ અસહ્ય થઈ પડે છે. એ તો અનુભવસિદ્ધ ઉક્તિ છે.
જીવનની વૃદ્ધિગત અવસ્થામાં પણ સૂરીશ્વરજીનો શાસ્ત્રજ્ઞાનાભ્યાસનો વિદ્યુત વેગ પંડિતોને પણ પ્રેરણારૂપ છે.
જૈનાગમના નિષ્ણાત (એવા) આરિણાભવનમાં બિરાજતાં સૂરીશ્વરજીની જિનાજ્ઞારાધક ચારિત્ર પરાયણતાના ચમત્કારથી અંજાઇ, સ્વર્ગસ્થ ગુરુદેવ બાલબ્રહ્મચારી આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજીએ પૂ. મુનિરાજ મોહનવિજયજીને સંવત ૧૯૭૩ના માઘ સુદ ૬ના દિને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. જોતજોતામાં પંન્યાસજીની શાસનરક્ષક સ્તંભ તરીકેની યોગ્યતા નિહાળી, માત્ર સાત વર્ષના અંતરે જ, તપાગચ્છાધિપતિ અખંડ બાલબ્રહ્મચારી શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ સં. ૧૯૮૦ના માઘ વદિ દશમીના માંગલિક પ્રસંગે પંન્યાસજી શ્રી મોહનવિજયજી ગણિને રાજનગરમાં સર્વોત્કૃષ્ટ આચાર્યપદથી અલંકૃત કર્યો.
સૂર્યચન્દ્રસમાં બાલબ્રહ્મચારી શાસન જ્યોતિધર આચાર્ય મહર્ષિઓની દિવ્યાશિષથી ઝગમગતાં સૂરીશ્વરજીનાં વૈરાગ્યમંદિરની ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રભાથી રંગાએલ વિનીત શિષ્ય સમુદાયના દર્શનથી ભાવિકજનોનાં અંતર તત્પળે હર્ષોન્માદમાં પ્રવેશે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org