________________
[૨૯ ]
ર
સૂરીશ્વરજીનો સંક્ષિપ્ત જીવનપટ
.
જીવનજંગલનો વનરાજ તો તે જ કહેવાય! કે, જે સુરમ્ય ઘટાઓમાં પરિભ્રમણ કરી જંગલની જડીબુટ્ટી શોધે. શોધી સેવન કરી શારીરિક સૌન્દર્ય સંપાદન કરે. જડીબુટ્ટી મળી અને સાચવી, સેવન કરી તો પછી ભાવારોગ્ય સૌભાગ્યના સૌષ્ઠવ માટે પ્રશ્ન જ કયાંથી ઉદ્ભવે ?
જગત જ્યોતિધરીના જીવન ઘડતર પણ મહર્ષિઓની જીવનરેખા સમી જડીબુટ્ટીઓથી જ ઘડાએલ છે. જિજ્ઞાસુ જો એ જડીબુટ્ટી શોધે, અચાનક ભાગ્યપૂર્ણિમા થકી મળતાં, રગે રગે તેનું સેવન કરે તો જરૂર તે પણ એક જ્યોતિર્ધર જ થાય.
જે સુરીશ્વરજીનાં જીવન રસાયણે અનેક આત્માઓને પ્રભુવીર વિનીત બનાવ્યા, જેમાં વિજયી જીવનપલટ પ્રસંગોએ, વિલાસીઓને વૈરાગ્યવેત્તા બનાવ્યા, જેની ધર્મરંગી મધુર વાકુ મોરલીએ છે પદવીર, હૈ મવીરના જ શ્વાસોશ્વાસથી, ભક્તભાવિકોને જીવનપર્યત મંત્રમુગ્ધ કર્યું. જેની જૈનાગમ ઓતપ્રોત અમીદષ્ટિએ નૃપમંડળ, રાજમંડળ, શ્રીમંત, બુદ્ધિવંત અનેક ધમાનુરાગી આબાલ વૃદ્ધવંદને પરમમહાવીરદેવપ્રણીત ધમસિદ્ધાંતોમાં હિમગિરિવત્ સ્થિર કર્યો, તે સૂરીશ્વરજીની જીવન જડીબુટ્ટી પ્રતિ કોને મોહ ન હોય ? કોણ. તે સંગ્રહ કરવા ઉલ્લસિત ન હોય ? તે જીવન જડીબુટ્ટી તે આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજીનાં જીવનાશ્રમંડળે અલૌકિક જીવન પ્રસંગ તારકોથી ગુંથાએલ, જીવનચંદ્રક જડીબુટ્ટી.
તીર્થાધિરાજ પાદલિપ્તપુર (પાલીતાણા)ની શીતલ છાયામાં સંવત ૧૯૩૫ના વૈશાખ શુકલ ત્રયોદશીના શુભ સમયે જન્મધારી, બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં કમળકુંજ બાળઅભ્યાસક મોતીચંદભાઈ સં. ૧૯૮૦ના માઘ દશમીના સુવર્ણ પ્રભાતે, વીરધર્મશાસ્ત્રોમાં બુદ્ધિસિંહનું જ બિરૂદ ધારણ કરી, પરમોત્કૃષ્ટ જૈનાચાર્યપદે વિરાજી, વિજય મોહનસૂરિજીએ, પોતાનાં જન્મદાતા પિતાશ્રી મૂળચંદભાઈને તેમજ માતુશ્રી જડાવબાઈને પુણ્યવંત માતાપિતા તરીકે યશઃઉજ્જવલિત કર્યો. મુક્તિપુરી સિદ્ધક્ષેત્રના શ્રી ગોડી પાર્શ્વનાથજી મંદિરના જ પરમાણુ પોષિત વીરબાળ મોતીચંદભાઈએ પોતાના જીવનનાં લગભગ બાવીસમાં વર્ષના પ્રવેશ સમયે અખંડ પ્રતાપી શ્રીમાનું (ગુરુ શ્રી મૂળચંદજી) મુક્તિવિજયજીગણીના પટ્ટધર શાંતમૂર્તિ બાલબ્રહ્મચારી શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી જેવા ધર્મધુરંધર નાવિકને પોતાની જીવનદોરી સોંપી, ઉમંગભેર પોતાનું જીવનનાવ જૈનધર્મ સાગરે ઝુકાવી સંવત ૧૯૫૭ના માઘકષ્ણ દશમીના શુભદિવસે કેવળ મોક્ષપ્રાપ્તિ અર્થે દીક્ષા અંગીકાર
કરી.
યુવાવસ્થામાં આલેખાયેલા જૈન પાઠશાળાના અભ્યાસક તેમજ ધમજ્ઞાનાભ્યાસ બાળવૃદ્ધના અધ્યાપક, સાધુ-સાધ્વી સમુદાયના ધાર્મિક તેમજ સંસ્કૃતના પ્રધાનશિક્ષક હવે આત્મશિક્ષકનો આદર્શ સિદ્ધ કરવા પરાકાષ્ઠાની કસોટીએ ચઢ્યા. મોતીચંદભાઇ પુનિત વિજયવર્ગમાં મુનિશ્રી મોહનવિજયજી તરીકે સંબોધાયા.
વીર ધર્મની ગળથુંથી સુરીશ્વરનાં રગેરગોનાં રક્તમાં બાલ્યાવસ્થાથી જ એટલે અંશે તો વ્યાપક થઇ ગઈ હતી કે, સાંસારિક ગુહાવસ્થાનો પ્રેમવેગ પણ અંતે નેત્ર પલકારામાં જ કેવળ શુષ્ક રણવત્ નીવડયો. સંયમરણક્ષેત્રે ઝુકેલા મુનિરાજે અહર્નિશ જ્ઞાનાભ્યાસમાં મશગુલ બની એક એક વ્યાકરણ, ન્યાય, સાહિત્ય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org