________________
[ ૩ર / મેઘધનુષ્ય ત્રિરંગી વટપુર (વડોદરા), પાદલિપ્તપુર (પાલીતાણા) અને ધ્રાંગધ્રા જૈન સાહિત્ય જ્ઞાનમંદિરો અપી રહ્યાં છે.
વિશ્વવિખ્યાત વિદ્યાવિશારદ વડોદરા નરેશ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ સૂરીશ્વરજીનાં ઉપદેશથી સ્થાપિત વડોદરાના સરસ્વતીમંદિરે પધાય સરસ્વતીવાસિત રાજધાનીમાં સૂરીશ્વરજી હસ્તક, મહામૂલ્યજૈનધર્મ ગ્રંથમંડિત શાસ્ત્ર શારદાનાં ઉત્કૃષ્ટ પૂજન નિહાળી મહારાજા ગાયકવાડ હર્ષગર્ભિત થઈ. સુરીશ્વરજીને આત્મવંદન કીધાં.
ધ્રાંગધ્રા નરેશે સુરીશ્વરજીના શુભોપદેશથી જ્ઞાનમંદિરની સ્થાપના સમયે ઉદ્દઘાટન ક્રિયા કરવાપૂર્વક મંદિરોપયોગી કેટલીક ભેટ કરી, અને વડોદરાના જ્ઞાનમંદિરે તો અનેક જૈન આચાર્ય મહારાજાઓ અનેક વખત પધારી સંખ્યાબંધ ભવ્યાત્માઓને પ્રભુવીરનાં વચનામૃતોનું પાન કરાવ્યું.
પાલીતાણાની પવિત્ર ભૂમિમાં તેઓશ્રીના જ અમોઘ ઉપદેશથી ચાલુ સાલમાં જ તૈયાર થયેલ આલિશાન અને ભવ્ય “જૈન સાહિત્ય મંદિર' તેઓશ્રીની અનુપમ સાહિત્યવત્સલતાનો સરિયામ પૂરાવો છે.
એ સાહિત્ય મંદિરના દર્શનીય ભાગમાં, હરકોઈ પ્રેક્ષકોને ઘડીભર આંજી નાખે તેવાં, અવનવા કલાત્મક અને આકર્ષક દશ્યોની વૈવિધ્યતાભરી ગોઠવણો પાછળ વપરાએલી દીર્ઘદ્રષ્ટિ અને ખચએિલી બુદ્ધિમત્તા માટેનાં સન્માન, પૂ. વિદ્ધદૂવર્ય શ્રી ધર્મવિજયજી તથા કલારસિક મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજાદિને ઘટે છે.
પાલીતાણા નરેશ તથા સમગ્ર રાજમંડળે જૈન સાહિત્યમંદિરની ઉદ્ઘાટન ક્રિયા પ્રસંગે પધારી પૂજ્ય આચાર્યશ્રીજીના અનુપમ દેશનામૃતનું ખૂબ જ પાન કર્યું , અને ત્યારે સાહિત્યમંદિરની વ્યવસ્થા અને ભવ્યતા નિહાળી પ્રશંસાનાં પંચરંગી પુષ્પો વરસાવ્યાં, એ ચિરસ્મરણીય પ્રસંગ સુવર્ણાક્ષરે કોતરાઈ રહેશે.
- પૂજ્ય આચાર્યશ્રીજીનો લાક્ષણિક અને કદાવર દેહ તેમની પદપ્રતિષ્ઠામાં ભારે ઓપ ચઢાવી રહ્યો છે, સાથે સાથે તેમનું ગંભીર અને ઔદાર્યભર્યું અનોખું વ્યક્તિત્વ સુવર્ણ અને સુગંધના સંયોગની યાદી આપનાર સાથે અન્યને દીવાદાંડી સમાન પ્રેરણાત્મક છે.
પ્રભુ મહાવીરદેવ પ્રણીત જૈન જ્ઞાનરૂપ વિદ્યાવાડીને સૂરીશ્વરજીની સ્વયં પ્રેરિત શ્રીમદ્ મુક્તિકમલ-જૈન-મોહનમાળાના નવજીવન પુષ્પોથી વિકસાવવા શિષ્ય સમુદાય સહિત સ્વયં આત્મશક્તિ ઝરણાં પૂરવેગે ફૂરાવી રહ્યાં છે.
સૂરીશ્વરજીની જિનાજ્ઞાગર્ભિત લોહચુંબક શક્તિથી લગભગ સવાસો જેટલા ભવ્યાત્માઓને મુક્તિમાર્ગમાં મુગ્ધ કરી, પંચપરમેષ્ઠીમંત્રના પંચમપદે આરૂઢ કર્યો છે.
વીરધર્મભરત ભૂમિના લલાટે પ્રતાપી સૂરીશ્વરજીનું યશોચંદ્રક અખંડ સૌભાગ્યવંત રહે કે જેના જન્મદાતા મૂળચંદભાઈ હોય અને મુક્તિદાતા પૂ. શ્રીમદ્ મૂળચંદજી ગણીજી મહારાજ જેવા મહર્ષિ કમળકુંજ હોય
મારા પૂજ્ય પિતાજી સહકુટુંબ અને મને ધર્મરસાયણથી આત્મધર્મપોષક એ પૂજ્યપ્રવર સૂરીશ્વરજી મહારાજને મારી સદા વંદનાવલિ. વડોદરા,
નંદસૂનુ-- નગીન શાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org