________________
ર૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ–પૂર્વે ગાથામાં જણાવ્યું કે–દેવો ઉક્ત ચારે ગતિના પ્રમાણવડે ચાલવા છતાં પણ વિમાનોનો પાર પામી શકતા નથી, ત્યારે હવે કેવી રીતે કરીએ તો પાર પામે? તે માટે નીચે મુજબ સમજવું.
૧. “ચંડા ગતિના એક ડગલામાં થતા ૨૮૩૫૮૦ યોજન યોજના પ્રમાણને ત્રિગુણું કરીએ ત્યારે ૮૫૦૭૪૦ યોજન ૧૮ ભાગ પ્રમાણ પ્રાપ્ત થાય. તેટલા પ્રમાણવાળું ડગલું ભરતો થકો કોઈ એક દેવ પહેલા ચાર દેવલોકનાં વિમાનવિસ્તારને માપવા માંડે તો છેવટે ૬ માસે કેટલાંક વિમાનોનો પાર પામી શકે છે.
૨. “ચવલા ગતિના એક ડગલામાં થતા ૪૭૨૬૩૩ યોજન ૩૦ યોજન પ્રમાણને ત્રિગુરું કરતાં ૧૪૧૭૯0 યોજન ૩૦ ભાગ પ્રમાણ થાય. કોઈ એક દેવ જો એક જ ડગલું આવા મહત્રમાણવાળું દૂર દૂર મૂકતો થકો પહેલાં ચાર દેવલોકગત વિમાનોની લંબાઈ માપવી શરૂ કરે તો કેટલાંક વિમાનોનો ૬ માસે પાર પામે છે.
૩ “જયણા' ગતિના ૬૬૧૬૮૬ યોજન ૫૪ યોજન પ્રમાણને ત્રિગુણું કરતાં ૧૯૮૫૦૬૦ યો૦ ૪૨ ભાગ થાય. આટલા પ્રમાણને ડગલું ભરતો કોઈ એક દેવ પહેલા ચાર દેવલોકગત વિમાનોના આભ્યત્તર પરિધિ (ઘેરાવા)ને માપે તો ૬ માસે કેટલાંક વિમાનોને પૂર્ણ કરે.
૪ “વેગા' ગતિના આવેલ ૮૫૦૭૪૦ યોજના ૧ યોજનપ્રમાણને ત્રિગુણું કરતાં ૨૫૫૨૨૨૦ યોજન ૫૪ ભાગ પ્રમાણ પ્રાપ્ત થાય. તે વડે કરીને ડગલું મૂકતો દેવ ચાર દેવલોકગત કેટલાંક વિમાનોનો બાહ્ય પરિધિને ૬ માસે પૂર્ણ કરે.
ત્યારપછી પાંચમા કલ્પમાંથી લઈ અમ્રુત કલ્પ સુધીનાં કલ્પગત વિમાનોનો પાર પામવા ચંડાચવલાદિ પ્રત્યેક ગતિને પંચગણી કરી વિમાનનો વિષ્કસ્મ, આયામ, આભ્યન્તરપરિધિ તથા બાહ્ય પરિધિને યથાસંગે પૂર્વવત્ ૬ માસ સુધી આવેલ પ્રમાણવડે માપવા માંડે તો કેટલાંક વિમાનોનો પાર પામે છે.
વળી નવરૈવેયકનાં વિમાનોનો પાર પામવા પૂર્વોક્ત ગતિમાનને સાતગુણું કરી ચાલવા માંડે તો પાર પામે છે.
વિજય-વિજયવંત-જયંત–અપરાજિતએ ચાર અનુત્તરનાં વિમાનોનો પાર પામવા ઉક્ત ચંડાદિ ચારે ગતિનાં પ્રમાણને નવગુણું કરી ચારે પ્રકારના પરિધિને યથાસંખ્યગતિએ પૂર્વોક્ત રીતિએ ૬ માસ સુધી મારે તો કેટલાંક વિમાનોનો પાર પામે છે.
અહીંયા સર્વાર્થસિદ્ધ વિમાનની માપણી ન કહી તે એટલા માટે કે તે વિમાન તો મર્યાદિત એક લાખ યોજનાનું જ છે, જેથી તેને કંઈ માપવાનું હોઈ શકે નહીં, એમ સર્વ ઇન્દ્રક વિમાનો માટે સમજવું.
આ મતમાં કેટલાક આચાર્યો અસંમત છે. તેઓશ્રી તો જણાવે છે કે પૂર્વોક્ત રીતિએ (ચંડાદિ ત્રિગુણાદિક) કરવા છતાં છ માસ વ્યતીત થાય તો પણ પાર પામી શકતા નથી. જે માટે કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org