________________
प्रत्येक देवलोके विमानोनुं जाडाइपणुं तथा उंचाइप्रमाण હાયત્રહીન થાય છે
ના=જ્યાં સુધી ઢવીસુપૃથ્વીપિંડો વિષે
અનુસુ અનુત્તરે થાય વ વધે છે
વીસસયા એકવીસસો યોજના મવસુત્રવિમાનોને વિષે
વત્તીનોયસયા=બત્રીસો યોજન પ્રમાણ ટુર્વેસુ બે કહ્યું
નિતિયા સંવર્ધી મળેલું સર્વત્ર તહેવત્તે પ્રમાણે
ગાથાર્થ–પહેલાં બે દેવલોકને વિષે વિમાનના મૂળપ્રાસાદના શિખર સુધીનું પિંડપ્રમાણ સત્તાવીસો યોજનાનું હોય છે. અને વિમાનની ઊંચાઈ પાંચસો યોજન હોય છે. ત્યારપછીના બે કલ્પ–પુનઃ બે કલ્પ–પુનઃ બે કલ્પ–પછી ચાર દેવલોકે–નવગ્રેવેયક અને પાંચ અનુત્તરે જતાં ત્રીજા દેવલોકથી જ માંડી પૂર્વ પૂર્વ કલ્પના પૃથ્વીપિંડમાંથી સો સો યોજન ઘટાડતાં અને પૂર્વ પૂર્વ કલ્પની વિમાન ઊંચાઈમાં સો સો યોજન વધારતાં પ્રત્યેક કહ્યું કે તે પ્રમાણ દર્શાવતાં જવું. જેથી અનુત્તરે ૨૧00 યોજન પૃથ્વીપિંડ પ્રમાણ અને ૧૧00 યોજન ઊંચાઈ આવી રહેશે. પ્રત્યેક કલ્પગત વિમાનનું પૃથ્વીપિંડપ્રમાણ અને વિમાન ઊંચાઈ મેળવતાં ૩૨૦૦ યોજન આવે. |૧૧૪–૧૧૫–૧૧૬
વિશેષાર્થ–પૃથ્વીપિંડ એટલે વિમાનની ભૂમિનું જાડાપણું. જેમકે લોકમાં ઘણાં ગૃહો–મહેલો વગેરેને અમુક પ્રમાણની ઊંચી પીઠિકા (પ્લીન્થ) હોય છે અને પીઠિકા પ્રમાણ પૂર્ણ થયા બાદ મજલાની ગણત્રી ગણાય છે, પરંતુ મહેલની ભૂમિપીઠ સહિત મજલાનું પ્રમાણ ગણવાનો નિયમ નથી હોતો, તેમ અહીં પણ પૃથ્વીપિંડ અને વિમાનની ઊંચાઈ જુદી જ ગણાશે.
સૌધર્મ અને ઇશાન એ બે દેવલોકના વિમાનની પૃથ્વીનું ઊંચાઈ પ્રમાણ ૨૭00 યોજન અને વિમાનની ઊંચાઈ ૫00 યોજન હોય છે. (પૃથ્વીપિંડ સહિત વિમાનની ધ્વજા સુધીનું એકંદર વિમાન પ્રમાણ ૩૨૦૦ યોજન) સનસ્કુમાર મહેન્દ્ર બે દેવલોકે ૨૬૦૦ યોજન, વિમાનની ઊંચાઈ ૬૦૦ યોજન, બ્રહ્મ અને લાંતકે ૨૫00 યોજન પૃથ્વીપિંડ, ૭00 યોજન વિમાન ઊંચાઈ, શુક્ર સહસ્ત્રારે ૨૪૦૦ યોજન પૃથ્વીપિંડ, ૮00 યોજન વિમાન ઊંચાઈ. આનત–પ્રાણતે, આરણ અશ્રુતે ૨૩00 યોજન પૃથ્વીપિંડ, ૯૦૦ યોજન વિમાન ઊંચાઈ. નવસૈવેયકે ૨૨00 યોજન પૃથ્વીપિંડ અને 1000 યોજન વિમાન ઊંચાઈ, અને પાંચ અનુત્તરે ૨૧00 યોજન પૃથ્વીપિંડ પ્રમાણ અને વિમાન ઊંચાઈ ૧૧૦૦ યોજનાની હોય છે.
પ્રત્યેક દેવલોકે વિમાનના પૃથ્વીપિંડનું અને વિમાનની ઊંચાઈ એ બન્નેનું પ્રમાણ એકત્ર કરતાં ૩૨00 યોજન આવશે. આથી એકંદરે સમગ્ર વિમાનોનું પ્રમાણ તો સર્વ કલ્પ સમાન જ આવે.
આ યોજન પ્રમાણ આગળ આવવાની “નાઢવી વિનાવુિં–મિળપૂનાગંગુત્તેન તુ” એ ગાથાના વચનથી પ્રમાણાંગુલના પ્રમાણ વડે સમજવું.
દરેક પૃથ્વીપિંડો વિચિત્ર પ્રકારના ભિન્ન ભિન્ન રત્નમય હોય છે. [૧૧૪–૧૫-૧૬]
અવતર-પૂર્વે પૃથ્વી પિંડ પ્રમાણ અને વિમાનની ઊંચાઈ દર્શાવી. હવે તે વૈમાનિકના પ્રત્યેક દેવલોકગત વિમાનો કેવાં વર્ણવાળાં હોય તે કહે છે.
૨૮૨. સૌધર્મકલ્પનાં વિમાનો કરતાં ઇશાન કલ્પનાં વિમાનો માપ અને ગુણથી કંઈક ઊંચાં સમજવાં. એ પ્રમાણે અન્ય કલ્પયુગલે પણ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org