________________
२३४
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ અંધકાર છવાઈ જતો હોવાથી આ અંધકાર ક્ષેત્રની આકૃતિ પ્રકાશક્ષેત્રવત્ સમજવી.
એ અંધકાર ક્ષેત્રની સભ્યત્તર પહોળાઈ મેરુની આગળ મેરુની પરિધિના જેટલી અર્થાત્ ૬૩૨૪ જેટલી છે, અને લવણસમુદ્ર તરફ અન્તમંડલની પરિધિના જેટલી અર્થાત્ યોજનની હોય છે, કારણકે સભ્યત્તરમંડળે ઉત્કૃષ્ટ દિને અંધકારક્ષેત્ર ન્યૂન હોય છે.
આ પ્રમાણે સભ્યત્તરમંડળે ઉત્કૃષ્ટદિવસે કર્કસંક્રાંતિમાં સૂર્યના આતપ તથા અંધકારક્ષેત્રનું સ્વરૂપ કહ્યું. હવે સર્વબાહ્યમંડળને વિષે કહે છે.
સર્વનામંડપ– હવે જ્યારે બન્ને સૂર્યો સર્વથી બહારનાં મંડળે આવે છે ત્યારે તાપક્ષેત્ર અને અંધકારક્ષેત્રના આકાર આદિનું સ્વરૂપ તો પૂર્વવત્ (તાપક્ષેત્ર પ્રસંગે કહ્યું તેમજ) સમજવું. ફક્ત સમુદ્ર તરફ પહોળાઈના પ્રમાણમાં ફેર પડે એટલે સૂર્ય સર્વબાહ્યમંડળ દૂર ગયો, તેથી સમુદ્ર તરફ આતષક્ષેત્રની પહોળાઈ સર્વબાહ્યમંડળ પરિધિના ૨ જેટલી (૬૩૬૬૩ યોજન) અને ત્યાં જ અંધકારક્ષેત્રની. પહોળાઈ (અંધકાર વ્યાસ) સર્વબાહ્યમંડળ પરિધિના ૩ જેટલી (૫૪૯૪ યોજન) હોય છે એટલે કે સભ્યત્તરમંડળની અપેક્ષાએ તાપક્ષેત્ર . ન્યૂન, જ્યારે અંધકારક્ષેત્રમાં ની વૃદ્ધિ થઈ. તિ अंधकाराकृतिविचारः ।
બહારનાં અને અંદરનાં મંડળોમાં રહેલાં સૂર્યોનાં તાપક્ષેત્રને અનુસારે આતપ અને અંધકાર ક્ષેત્રની વૃદ્ધિ હાનિ થાય છે, આથી જ્યારે સૂર્યો સવથી અંદરનાં મંડળે આવે ત્યારે નજીક અને તેથી જ તીવ્ર તેજ તાપવાળા થતા હોવાથી દિવસના પ્રમાણની વૃદ્ધિ (ગ્રીષ્મઋતુ અત્તે ૧૮ મુહૂર્ત) થાય છે. તે કારણે અહીં તીવ્ર તાપ લાગે છે અને તે જ કાળે અંધકાર ક્ષેત્રનું અદ્ભુત્વ હોવાથી રાત્રિમાન પણ અલ્પ હોય છે.
વળી બને સૂર્યો જ્યારે સર્વબાહ્યમંડળમાં હોય ત્યારે તેઓ ઘણે દૂર હોવાથી મંદ તેજવાળા દેખાય છે, અને અહીં દિનમાન ટૂંકું થાય છે. જ્યારે અંધકાર ક્ષેત્રની વૃદ્ધિ અને તેથી રાત્રિમાન ઘણું વૃદ્ધિવાળું હોય છે, જ્યારે તાપક્ષેત્ર સ્વલ્પ હોય છે તે વખતે હિંમત્ત ઋતુમાં જગતમાં હિમ (ઠંડી) પણ પડે છે.
વળી જે મંડળમાં તાપક્ષેત્રનો જેટલો વ્યાસ હોય તેથી અર્ધ પ્રમાણ પૂર્વ અને પશ્ચિમમાં સૂર્યનાં કિરણોનો પ્રસાર-ફેલાવો હોય અને એટલે જ દૂરથી સૂર્ય તે મંડળે જોઈ શકાય, જેમકે સવભ્યિન્તર મંડળે સૂર્યો હોય ત્યારે એક સૂર્યાશ્રયી પૂર્વ-પશ્ચિમ કિરણ વિસ્તાર ૪૭૨૬૩ યોજન હોય, ઉત્તર-દક્ષિણમાં મેરુ તરફ ૪૪૮૨૦ યોજન, સમુદ્ર તરફ ૩૩૩૩૩ યોજન અને દ્વીપમાં ૧૮૦ યોજન હોય છે.
એ પ્રમાણે સર્વબાહ્યમંડળે બને સૂય વિચરતા હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ કિરણ વિસ્તાર ૩૧૮૩૧ યોજન મેરુ તરફ સમુદ્રમાં ૩૩૦ યોજન, દ્વીપની અંદર ૪૫ હજાર યોજન છે અને વળી લવણસમુદ્રમાં શિખા તરફ ૩૩૦૦૩ યોજન છે. રૂતિ તિર્યહૃતિવિસ્તાર: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org