________________
आतप - अंधकार क्षेत्र
२३३
દિશામાં લંબાઈને રહેલી છે. પ્રત્યેક આકૃતિની શરૂઆત મેરૂના અન્નભાગથી શરૂ થઈ લવણસમુદ્ર મધ્યે પૂર્ણતાને પામેલી હોવાથી તેની (મેરુથી માંડી લવણસમુદ્રપર્યંતની) લંબાઈ ૭૮૩૩૩- યોજન છે. આમાંથી કેવળ જંબુ—જગતી સુધીનું ક્ષેત્રપ્રમાણ ગણીએ તો ૪૫૦૦૦ યોજન થાય અને શેષ ૩૩૩૩૩ યોજનપ્રમાણ લવણસમુદ્રમાં, પ્રત્યેક આકૃતિનું એક બાજુએ હોય.
આ પ્રમાણે જેઓના મતે સૂર્યોનો પ્રકાશ મેરુથી પ્રતિઘાત પામે છે તેમને મતે આ સમજવું.
પરંતુ સૂર્યનો પ્રકાશ પ્રતિઘાત પામતો નથી, પરંતુ મેરુની મહાન ગુફાઓમાં પણ ફેલાય છે તેઓના મતે તો મેરુપર્વતથી અર્ધ વિસ્તારવાળી મેરુની મહાગુફાઓના પાંચ હજાર યોજન સહિત ૪૫ હજાર યોજન ભેળવીને ૮૩૩૩૩ યોજન તાપક્ષેત્ર પ્રમાણ કહેવું.
આ તાપક્ષેત્ર પૂર્વ પશ્ચિમ દિશામાં હોય ત્યારે તે જ પ્રમાણે લંબાઈ (પહોળાઈ)ની વ્યવસ્થા યથાયોગ્ય વિચારવી.
૨૫૧
સઘળાય મંડળોમાં વિચારતાં તાપક્ષેત્રની લંબાઈ હંમેશા અવસ્થિત રહે છે કારણકે વિપર્યાસ તો પહોળાઈમાં જ પરિધિની વૃદ્ધિ અનુસાર અંદરબહાર મંડળે આવતાં જતાં સૂર્યના પ્રકાશ—અંધકાર ક્ષેત્રમાં હોઈ શકે છે.
બાતપક્ષેત્રનો પહોળા વિસ્તાર;– આ તાપક્ષેત્રની આકૃતિ મેરુ પાસે અર્ધ વલયાકાર જેવી થતી હોવાથી તેની મેરુ પાસેની પહોળાઈ મેરુની પરિધિના ત્રણ દશાંશ (૩) એટલે૧૪૮૬ જેટલી હોય છે, ત્યાંથી માંડી ક્રમશઃ પહોળાઈમાં વિસ્તારવાળી થતી સમુદ્ર તરફ પહોળાઈ અન્તર્મંડળની (સવભ્યિન્તર) પરિધિના ત્રણ દશાંશ જેટલી (૯૪૫૨૬ યોજન॰ ભાગની) હોય છે.પ
આ તાપક્ષેત્રની બન્ને પ્રકારની પહોળાઈ (મેરુ તથા લવણસમુદ્ર તરફની) અનવસ્થિત—અનિશ્ચિત છે કારણકે દક્ષિણાયનમાં પ્રકાશક્ષેત્રમાં ક્રમે ક્રમે હંમેશાં ૨ ભાગ ક્ષેત્ર જેટલી હાનિ થાય છે જ્યારે ૬૧. દક્ષિણાયનની સમાપ્તિ ઉત્તરાયણનો આરંભ થતાં પુનઃ ઘટેલા તે જ તાપક્ષેત્રના વિસ્તારમાં પુનઃ ક્રમશઃ ૐ ભાગે વૃદ્ધિ થતી આવે છે અને એથી મૂલ પ્રમાણ આવીને ઊભું રહે છે. આથી સૂર્ય જ્યારે સર્વબાહ્યમંડળે પહોંચે છે ત્યારે ૧ જેટલું ક્ષેત્ર ઘટાડે છે અને પાછો ફરી સર્વાભ્યન્તરમંડલે આવે ત્યારે પુનઃ ૧ વધારે છે. આ 3° ક્ષેત્ર ગમનની હાનિવૃદ્ધિ ૬ મુહૂર્તમાં ગમન કરી શકાય તેટલી જ હોય છે. કારણકે સાડીત્રીશ મંડળે એક સૂર્ય એક મુહૂર્તમાં ગમન કરી શકાય તેટલું ક્ષેત્ર વધારે (ઘટાડે પણ) છે. કૃતિ જ્ઞાતપક્ષેત્રાકૃતિવિવારઃ ।
૧૦
૧૦
अंधकारक्षेत्राकृतिविचारः- - હવે બંને સૂર્યો જ્યારે સર્વથી અંદરના—[સભ્યન્તર] મંડળે હોય ત્યારે અન્ધપુરુષની જેમ પ્રકાશની પાછળ લાગેલા અંધકાર ક્ષેત્રની આકૃતિ પણ પૂર્વે કહ્યું તે રીતે ઊર્ધ્વમુખવાળાં પુષ્પનાં જેવી છે, એનું મેરુથી માંડી લવણસમુદ્ર પર્યન્તનું લંબાઈ પ્રમાણ આતપવત્ સમાન હોય છે. કારણ દિનપતિ–સૂર્ય અસ્ત પામે છે, ત્યારે (પ્રકાશવત્) મેરુની ગુફા આદિમાં
૨૫૧. પરંતુ એટલું વિશેષ સમજવું કે—જેમ સૂર્ય બહિર્મંડળે જતો જાય તેમ તાપક્ષેત્ર પ્રથમ મંડળની અપેક્ષાએ પ્રતિમંડળે ક્રમશઃ દૂર દૂર ખસતું અને લવણ તરફ વધતું જાય, પરંતુ તાપક્ષેત્રની લંબાઈનું પ્રમાણ તો અવસ્થિત જ રહે.
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org