________________
૨રૂર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह દેશો તેથી દૂર-દૂર આવેલા છે. એટલે કે અહીં દિવસ હોય ત્યારે ત્યાં રાત્રિ હોય છે અને ત્યાં રાત્રિ હોય ત્યારે અહીં દિવસ હોય છે.
એ કારણથી અમેરિકાને મહાવિદેહ કલ્પવાની મૂર્ખાઈ કરવી તે વિચારશૂન્યતા છે. આ વિચારણાને વધુ ન લંબાવતાં અહીં જ સમાપ્ત કરીએ છીએ. રૂતિ તૃતીયદ્વાર રૂપબા | ४ चारप्ररूपणा [प्रतिमंडलमां क्षेत्रविभागानुसार रात्रि-दिवसप्ररूपणा- અંતર મંડન પ્રવMI;-ચોથું ચારપ્રરૂપણા'નું દ્વાર કહેવાય છે, એમાં પ્રથમ સવભ્યિન્તરમંડળનાં ૩૧૫૦૮૯ યોજના ઘેરાવાના દશ વિભાગ કલ્પવા જેથી પ્રત્યેક વિભાગ ૩૧૫૦૮ યોજન પરિધિ પ્રમાણનો હોય. એ દશ ભાગમાંથી ત્રણ ભાગને ઉત્કૃષ્ટ દિવસે એક સૂર્ય પ્રકાશિત કરે છે, જ્યારે બીજો સૂર્ય એની સન્મુખના તેટલા જ પ્રમાણના ત્રણ વિભાગને પ્રકાશિત કરે છે, તેથી સામસામાં છ વિભાગમાં દિવસ હોય, બાકી વચ્ચે બે બે વિભાગ રહ્યા એમાં (કુલ ચાર વિભાગમાં) રાત્રિ હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ દિવસે દશ વિભાગની વ્યવસ્થા સભ્યત્તરમંડળે થઈ.
હવે સભ્યન્તરમડળે જઘન્ય દિવસ હોય ત્યારે બેઉ સૂર્યો સામસામી દિશાના બબે વિભાગને પ્રકાશિત કરે છે, તેથી ચાર વિભાગમાં દિવસ અને શેષ છ વિભાગમાં રાત્રિ હોય છે.
આ પ્રરૂપણા ૧૮ મુહૂર્ત દિનમાન હોય ત્યારે સમજવી. ત્યારપછીનાં પ્રતિમંડળે પ્રકાશક્ષેત્ર ક્ષેત્રથી ઘટે અને જ્યારે તે પ્રમાણે ૨ થી રાત્રિક્ષેત્ર વધતું જાય, એમ કરતાં સૂર્યો
જ્યારે સર્વબાહ્યમંડળે આવે ત્યારે બન્ને સૂર્યો સર્વબાહ્યમંડળ પરિધિના ભાગને દિપ્ત વેશ્યાથી પ્રકાશિત કરે અને શેષ ભાગને અંધકારથી વ્યાપ્ત કરે છે, એ પ્રમાણે સૂય સર્વબાહ્યમંડળેથી પાછા સવભિંતરમંડળે આવતાં પ્રકાશક્ષેત્રમાં ક્રમશઃ ભાગથી વૃદ્ધિ કરે જ્યારે અંધકારક્ષેત્રમાં : ભાગની ન્યૂનતા કરે. જેથી ઉક્ત કથન મુજબ સભ્યન્તરમંડળ ભાગ દિપ્ત વેશ્યા–તેજથી પ્રકાશિત હોય.
આ પ્રમાણે સૂર્યોનાં પ્રકાશક્ષેત્રના દશાંશની કલ્પના પુષ્કરાર્ધદ્વીપ સુધી વિચારવી. प्रकाश्यक्षेत्रनीआकृत्ति संबंधी विचार;
સવવ્યંતરમંડળે રહેલા અને સૂર્યાનાં આ આતપ-પ્રકાશક્ષેત્રની આકૃતિ ભમરડા જેવી, બેટરીમાંથી નીકળીને બહાર ફેલાવતા તેજ જેવી, અથવા ગાડાની ધુંસરી જેવી, તેમજ ઊર્ધ્વમુખ નાળવાવાળાં પુષ્પના જેવી છે. આથી તે મેરુ તરફ અધવલયાકાર જેવી રહે છે જ્યારે સમુદ્ર તરફ ગાડાની ઉંધીના મૂળ ભાગના આકાર જેવી થાય છે, આથી મેરુ તરફ સંકોચાયેલી અને સમુદ્ર તરફ વિસ્તૃત થયેલી છે.
માતાક્ષેત્રની તંવાર્ડ તથા વિસ્તા-વળી બને (પ્રત્યેક) આકૃતિ મેરુથી ઉત્તર અને દક્ષિણ
૨૫૦. એટલે કે પ્રત્યેક આકૃતિમાં સૂયશ્રયી દિશા વિચારવી ઘટે છે અથાત્ તે તે આકૃતિમાં સૂર્યને મધ્યબિન્દુ ગણી ઉત્તર-દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમગત સર્વત્ર (અવ્યવસ્થિતપણે) પહોળાઈ વિચારવાની છે, જે ચિત્ર જોવાથી સ્પષ્ટ જણાઈ આવશે.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org