________________
૨૨૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હોય તેમ જણાતું નથી, કારણકે ભરતક્ષેત્રની પહોળાઈ પ૨૬ યોજન ૬ કળા છે અને નીચેના અડધા વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહોળાઈ સમગ્ર પ્રમાણની અપેક્ષાએ અર્ધ પ્રમાણથી ન્યૂન પ્રમાણ છે, તો પણ પાશ્ચાત્ય વિદ્વાનો દક્ષિણ ધ્રુવથી ઉત્તરધ્રુવનું જેટલા માઈલ પ્રમાણ અંતર માને છે તેના કરતાં જરૂર દક્ષિણાર્ધ ભરતના ત્રણ વિભાગનું પ્રમાણ વિશેષાધિક છે, કારણકે પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્રપર્યત ભરતક્ષેત્રની લંબાઈ ૧૪૪૭૧૫ યોજન પ્રમાણ છે. જૈન ગણિત મુજબ ૪૦૦ ગાઉનો એક યોજન હોવાથી તેના માઈલની સંખ્યા પ૭૮૮૪૦૦ છે. જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા પર્વતની (પરિધિની) લંબાઈ લગભગ ૨૫૦૦૦ માઈલ પ્રમાણ મનાય છે. પૂર્વ-પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઈલ અને ઉત્તર-દક્ષિણ વ્યાસ ૭૯૦૦ માઈલ પ્રમાણ છે. એ અપેક્ષાએ વર્તમાનમાં શોધાયેલા દેશોનો ભરતના નીચેના ત્રણ ખંડમાં સમાવેશ કરવો તેમાં કોઈ પણ બાધક હેતુ જણાતો નથી.
ઉત્તર
૭૯૨૬
માઈલ
પશ્ચિમ
હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૭૯૨૬ માઈલ છે અને ઉત્તર-દક્ષિણ ૭૯૦૦
માઈલ છે.
૭૯૦૦
માઈલ
ક્ષિણ
અમેરિકાદિ પાશ્ચાત્ય ક્ષેત્રને મહાવિદેહક્ષેત્ર માની શકાય? પ્રશ્ન – તમોએ જણાવ્યું કે પાશ્ચાત્ય દેશોનો સમાવેશ દક્ષિણાર્ધ ભારતમાં ગણવો તો આપણે પણ દક્ષિણાર્ધ ભારતમાં છીએ છતાં જ્યારે જોધપુર–અમદાવાદની અપેક્ષાએ આ દેશમાં સૂર્યોદય થાય છે, તે અવસરે અમેરિકા વગેરે દૂર દેશમાં લગભગ સાંજનો ટાઇમ થયેલો હોય છે, એમ ત્યાંથી આવતા વાયરલેસ, ટેલીગ્રાફ આદિથી જણાવવામાં આવે છે એટલે અમેરિકાદિ દેશમાં થતું સૂર્યોદય તથા સૂર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ ૧૦ કલાકનું પડે છે. અને તે શાથી પડે છે તે પૂર્વે જણાવાયું છે, એટલું જ નહિ પણ તે મુજબ ઈગ્લેન્ડ, જર્મની, વળી ખુદ હિંદુસ્તાનમાં પણ ચાર–ત્રણ–એક કલાકના અંતર અમુક અમુક દેશાશ્રયી પડે છે, એ વાત જૈન શાસ્ત્રોમાં નોંધવામાં પણ આવી છે.
જ્યારે ભરતક્ષેત્રમાં દિન હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય છે અને જ્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય છે. એવા એકદેશીય સિદ્ધાન્તનું શ્રવણ કરી કોઈ અર્ધદગ્ધને એમ પણ કહેવાનું મન થાય કે અમેરિકામાં આ દેશની અપેક્ષાએ લગભગ ઉદય-અસ્તનો વિપરીત ક્રમ હોઈ તે અમેરિકાને મહાવિદેહ કેમ કહી ન શકાય? વળી શાસ્ત્રના રહસ્યને સમજનારાઓ તો મહાવિદેહમાં સદાકાળ ચતુર્થ આરો, ખુદ તીર્થંકરનો સદ્ભાવ, મોક્ષગમનનો અવિરહ, તેમજ અહીંના મનુષ્યને ત્યાં જવાની શક્તિનો અભાવ વગેરે કારણોથી અમેરિકાને મહાવિદેહ કદી ન કહે. ત્યારે હવે ઉક્ત અંતર પડે છે, તેનું કારણ શું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org