________________
अमेरिकादि पाश्चात्य देशोने महाविदेहक्षेत्र मनाय?
૨૨૬ મિનિટનો તફાવત પડતો હોય છે. એમ દર પંદર રેખાંશે કલાક કલાક ઘડિયાળ પાછું મુકાવે છે. એટલે જે વહાણ વિના અટક્ય એકધારી ગતિએ જાય તો વિલાયત પહોંચતા બપોરનો (લગભગ) દોઢ વાગ્યો હોય અને અમેરિકા ન્યુયોર્ક પહોંચે તો સવારના સાડાસાત વાગ્યા હોય એટલે ૧૧ાા કલાકનું લગભગ અંતર પડે.
હવે જો સ્ટીમર ભારતના પૂર્વ કિનારાથી પૂર્વ તરફ આગળ ને આગળ જાય તો એ તરફ પંદર રેખાંશે ઘડિયાળ એક એક કલાક આગળ મૂકાવરાવે છે, કારણકે પૂર્વના દેશો તરફ સૂર્ય અગાઉથી ઉદય પામ્યો હોવાથી ત્યાં દિવસ ઘણો આગળ વધ્યો હોય છે. ત્યાં પણ એક રેખાંશે ચાર મિનિટ આગળ ઘડિયાળ મૂકવાની હોય છે.
- અથાત્ પૂર્વ તરફ સાંજ કે રાત્રિ જેવું હોય ત્યારે પશ્ચિમ તરફ દિવસનો પ્રારંભ, તેમજ કોઈ કોઈ સ્થળે મધ્યાહ્ન આદિ હોય.
એ જ પ્રમાણે જ્યારે વિલાયતથી ઉપડેલી સ્ટીમર મુંબઈ તરફ આવવા લાગી, ત્યારે ઘટીયન્ચના ક્રમમાં (વિપરીત) જે ઠેકાણે જતાં જેટલો ટાઈમ ઘટાડ્યો હતો, પુનઃ પાછા ફરતાં તે તે સ્થાને તેટલો વધારતા જવો જેથી પુનઃ મુંબઈ આવતાં મુંબઈ સ્ટાન્ડર્ડ ટાઇમ મળી રહેશે.
આ નોંધ શાસ્ત્રીય કથનને સંપૂર્ણ ટેકો આપે છે એ નિઃશંક વાત છે.
આ ઉપરથી ૧૮ મુહૂર્તનું દિનમાન વિવક્ષિત તે ક્ષેત્રોમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અસ્તિત્વ ધરાવતા પ્રકાશાશ્રયી લેવાનું છે.
શંકા- અહીંયા જિજ્ઞાસુને કદાચ શંકા થાય કે સભ્યત્તરમંડલે ગતિ કરતો સૂર્ય જ્યારે નિષધપર્વત ઉપર આવે ત્યારે ભરતક્ષેત્રમાં થતો ઉદય કેટલો દૂરથી દેખાય?
સમાધાન – આના સમાધાનમાં સમજવું કે-નિષધ ઉપર સૂર્ય આવે ત્યારે કિરણોનો પ્રસાર બેટરીના પ્રકાશવત, સૂની સન્મુખ દિશામાં જ હોય છે એમ હોતું નથી, પરંતુ પ્રકાશ તો ચારે
માં હોય છે. એમાં મેરુ તરફ ૪૪૮૨) યોજન, લવણસમદ્રની દિશા તરફ ૩૩૩૩૩ યોજના (દ્વીપમાં ૧૮૦ યોજન) જ્યારે ઉત્તર તરફસિદ્ધશિલા, અર્ધચન્દ્ર કે તીરકામઠાકારે ભારતના માનવીને તે સૂર્ય ૪૭૨૬૩૭ યોજન દૂરથી દેખાય અને તે સૂર્ય સ્થાનની પાછલી દિશામાં ઐરવત તરફ પણ મંડલકારે તેટલા જ પ્રમાણમાં કિરણોનો પ્રસાર હોય.
- વર્તમાનના પાશ્ચાત્ય દેશોનો સમાવેશ કયાં કરવો? જ પ્રશ્ન- વર્તમાનના એશિયા-યૂરોપ-આફ્રિકાઑસ્ટ્રેલિયાદિનો સમાવેશ જૈન દૃષ્ટિએ ગણાતાં જંબૂદ્વીપનાં (અથવા જંબુદ્વીપના સાત ક્ષેત્રો પૈકી) એક ભરતક્ષેત્રવર્તી છ ખંડો પૈકી કયા ખંડોમાં થાય છે?
ઉત્તર-વૈતાઢ્ય પર્વત તેમજ વૈતાઢ્ય પર્વતને ભેદી લવણસમુદ્રમાં મળનાર ગંગા તથા સિન્ધથી ભરતક્ષેત્રના છ વિભાગો થયેલા છે. તે છ વિભાગો પૈકી નીચેના ત્રણ વિભાગમાં (દક્ષિણાર્ધ ભરતમાં) પાંચ દેશોનો સમાવેશ માનવો એ ઉચિત સમજાય છે, અને એ પ્રમાણે માનવામાં કોઈ વિરોધ આવતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org