________________
२२८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ક્ષણથી આગળ નિષધસ્થાનેથી ખસવા માંડ્યો એટલે અંધકાર ક્ષેત્રોની આદિનાં પ્રથમ–ક્ષેત્રોમાં (અયોધ્યાની હદ છોડી નજીકના ક્ષેત્રોમાં અથત સૂર્ય જેમ જેમ નિષધથી જેટલો જેટલો ખસવા માંડે તેમ તેમ તેટલા પ્રમાણ ક્ષેત્રોમાં સ્વપ્રકાશની સ્પર્શના કરતો જાય) પ્રકાશ પડવો શરૂ થાય (પુનઃ હજુ તેથી આગળના પશ્ચિમગત સર્વ ક્ષેત્રોમાં અંધારું પડેલું છે જ) એમ ભારત સૂર્ય, તેથી પણ આગળ ભરતક્ષેત્ર તરફ આવતો જાય, ત્યારે જેટલું આગળ વધ્યો તેટલા પ્રમાણમાં અંધકારવાળાં ક્ષેત્રો પ્રકાશિત કરતો જાય.
એ પ્રમાણે સૂર્ય જેમ જેમ ભરત તરફ આવતો જાય તેમ તેમ પાશ્ચાત્ય વિભાગોમાં તે તે ક્ષેત્ર, ક્રમે ક્રમે પ્રકાશિત કરતો જાય. આ પ્રમાણે ભારતના સૂર્યોદય સમયે અમુક વિભાગમાં તદ્દન અંધકાર હોય, અથવા ભરતના સૂર્યોદય સમયે તે તે ક્ષેત્રોમાં દિવસના અથવા રાત્રિના અમુક અમુક વાગ્યા હોય છે તેનું કારણ અહીં ટૂંકમાં પ્રદર્શિત કરવામાં આવ્યું. આ ઉપરથી સવિશેષ સર્વ વિચાર વિદ્વાનો સ્વયં કરી લેશે. भरतक्षेत्रनां जुदां जुदां देशोमां सूर्योदयादि समयना विपर्यास हेतुओ
વધુ સમજણ માટે ભરતના મધ્યવર્તી અયોધ્યામાં જે કાળે સૂર્યોદય થયો તે વખતે જ કોઈપણ વ્યક્તિ તરફથી અયોધ્યાની અમુક હદ છોડીને પશ્ચિમ દિશાગત પ્રથમના ક્ષેત્રોમાં તાર-ટેલીફોનાદિ કોઈપણ સાધન દ્વારા પૂછવામાં આવે કે તમારે ત્યાં સૂર્યોદય થયો છે કે નહિ? તેના પ્રત્યુત્તરમાં જવાબ એ જ મળશે કે ના, હજુ થોડીક વાર છે. પ્રભાત શરૂ થઈ ચૂક્યું છે. આ પ્રશ્ન તો અયોધ્યાની હદની સમીપવર્તી દેશ માટેનો જ હોવાથી ઉપરોક્ત જવાબ મળે, કારણકે અયોધ્યામાં જ્યારે સૂર્યોદય થયો એટલે આ દેશ તેની નજીક હોવાથી ત્યાં સૂર્યના તેજને પહોંચતા વાર પણ કેટલી હોય ?અથત થોડીક જ. જો અયોધ્યામાં ઉદય થયા બાદ અમુક સમય થયે (સૂર્ય નિષધથી ખસવા માંડે ત્યારે) તે જ ક્ષેત્રોમાં પુનઃ પ્રશ્ન કરીએ કે હવે તમારે ત્યાં ઉદય થયો કે નહિ? ત્યારે જવાબ મળશે કે હવે ઉદય થયો, (તમારે ત્યાં તે વખતે અમુક સમય દિવસ ચઢેલો હોય) તેથી પણ જો દૂર દૂરના ક્ષેત્રોમાં ખબર પુછાવતા જઈએ ત્યારે એવા ખબર મળશે કે હજુ અમારે ત્યાં અમુક વાગ્યા હોવાથી અંધકાર છે, એમ ક્રમશઃ આગળ આગળના પશ્ચિમ તરફના દેશોમાં પુછાવીએ તો ભરતની અપેક્ષાએ થતો અમુક અમુક વખતનો વધતો જતો ફેરફાર એકત્ર કરીએ ત્યારે વિલાયત—ઈગ્લેન્ડ પહોંચતાં ઉભય દેશના સ્ટાન્ડર્ડ સમયની અપેક્ષાએ લગભગ પોણા થી , કલાકનું અંતર મળી આવે. એથી
જ્યારે દિલ્હીમાં સવારના ૬ વાગ્યા હોય ત્યારે પશ્ચિમના દેશોમાં (૬-પા) સાડાપાંચ કલાક બાદ કરતાં રાતનો દોઢ વાગ્યો હોય; કારણકે પશ્ચિમ તરફ સ્થાનિક કાળ પાછળ પાછળ થતો જાય છે તેથી બાદ કરવાના હોય છે.
દાખલા તરીકે મુંબઈથી એક વ્યક્તિ પશ્ચિમ એટલે આફ્રિકા-યુરોપ તરફ મુસાફરી કરવા સ્ટીમરમાં સાંજના સાત વાગે જાય છે ત્યારે સ્ટીમર મુંબઈનું બંદર છોડીને ૧૫ રેખાંશ ભૂમિ ઓળંગી જાય ત્યારે એક કલાક ઘડિયાળ પાછું મૂકાવે એટલે સ્ટીમર ચાલતી વખતે સાત હતા તે હવે ૧૫ રેખાંશની જગ્યાએ પહોંચતાં છ મુકાવે; કારણકે એક રેખાંશ જેટલી ભૂમિ પસાર થાય ત્યારે ચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org