________________
भरतक्षेत्रमा सूर्योदयनी गति
રિર૭ તો આગળ જણાવવા પ્રમાણે આઠ પ્રહર (-૩૦ નુહૂર્ત) સુધી પણ ભારતમાં સૂર્યનો પ્રકાશ હોઈ શકે છે. આપણે અહીં જે ૧૮ મુહૂર્તો લેવાં છે તે ભરતક્ષેત્રના કોઈ પણ વિભાગમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય સુધીના કાળની અપેક્ષાએ લેવાનાં છે. આગળ કહેવાતો ૧૫ મુહૂર્ત અથવા ૧૨ મુહૂર્તનો કાળ પણ આ રીતે જ સમજવાનો છે.
નિષધ પર્વત ઉપર જ્યારે સૂર્ય આવે ત્યારે ભરતક્ષેત્રના મધ્યભાગે રહેલી અયોધ્યા નગરીના અને તેની આજુબાજુની અમુક અમુક પ્રમાણ હદમાં રહેનારાને તે સૂર્યનું અઢાર મુહૂર્ત સુધી દેખવું થાય, ત્યારબાદ મેરુને સ્વભાવસિદ્ધ ગોળાકારે પ્રદક્ષિણા આપતો સૂર્ય જ્યારે નિષધથી ભરત તરફ વલયાકારે ખસ્યો અર્થાત્ આગળ વધ્યો એટલે પ્રથમ જે અયોધ્યાની હદમાં જ પ્રકાશ પડતો હતો તે હવે આગળના ક્ષેત્રમાં (મૂળસ્થાનેથી જેટલું ક્ષેત્ર સૂર્ય વલયાકારે આ બાજુ ખસ્યો તેટલો જ પ્રકાશ આ બાજુ વધ્યો) પ્રકાશ પડવા મંડ્યો.
તે સૂર્ય આગળ કયું ક્ષેત્ર પ્રકાશ્ય?
ભરતક્ષેત્રની અપેક્ષાએ ભારત સૂર્ય નિષધે ઉદય પામ્યો હોય ત્યારે સૂર્યના તેજની લંબાઈ અયોધ્યા સુધી હોવાથી અયોધ્યાના પ્રદેશમાં રહેતા વતનીને તે સૂર્ય ઉદયરૂપે દેખાય, જ્યારે અયોધ્યાની અંતિમ હદે એટલે જ્યાં સુધી સૂર્યના પ્રકાશવાળું ક્ષેત્ર હોય છે, તે ક્ષેત્ર છોડીને ત્યાંથી આગળના આ બાજુના સમગ્ર ભાગમાં (ભારત સૂર્યાસ્ત સ્થાન સુધીના પાશ્ચાત્યક્ષેત્રોમાં) સર્વત્ર અંધકાર હોય છે.
અહીં પ્રશ્નપૂર્વક સમાધાનની પદ્ધતિ એટલા માટે સ્વીકારી કે, આપણે અહીં સૂર્યોદય થાય છે ત્યારે કેટલાક પાશ્ચાત્ય દેશોમાં અંધકાર હોય છે તથા અમુક જુદાં જુદાં ક્ષેત્રોમાં રાત્રિ અથવા દિવસના અમુક અમુક વાગ્યા હોય છે; આ પ્રમાણે આપણી અપેક્ષાના સૂર્યોદય અને સૂર્યાસ્ત, ત્યાંના કાળની અપેક્ષાએ ઘણા અંતરવાળા હોય છે. તેનાં કારણો ખ્યાલમાં લાવવા માટે છે.
આ પાશ્ચાત્ય દેશો મધ્યભરતથી (અયોધ્યાની) પશ્ચિમની દિશા તરફ-પશ્ચિમ સમુદ્ર તરફ રહેલા છે. અત્યારનો પાશ્ચાત્ય વિભાગ તે અદશ્ય દેશોની અપેક્ષાએ ઘણો થોડો કહી શકાય. અસ્તુ.
ત્યારે શું થયું? પૂર્વ નિષધ ઉપર રહેલો ભારત સૂર્ય ભરતક્ષેત્રે (અયોધ્યામાં) જ્યારે ઉદય પામે ત્યા સર્વ પાશ્ચાત્ય દેશો એટલે અત્યારના દષ્ટિગોચર તથા અદષ્ટિગોચર સર્વ સ્થાને અંધકાર હોય કારણકે ભારતસૂર્ય હજું ભારતમાં (અયોધ્યામાં) ઉદય પામ્યો છે તેથી (અયોધ્યાથી) આગળ તો તે સૂર્યના તેજની લંબાઈ સમાપ્ત થવાથી આગળ પ્રકાશ આપી શકતો નથી, ઐરાવત સૂર્ય તો ઐરાવતક્ષેત્ર તરફ ઉદય પામેલો છે, એથી આ બાજુ પશ્ચિમના અનાર્ય દેશો તરફ કોઈ પ્રકાશ આપવાની ઉદારતા કરી શકે તેમ નથી એટલે ભરતથી પશ્ચિમ દિશા તરફનાં સમગ્ર ક્ષેત્રોમાં અને ઐરાવત ક્ષેત્રાશ્રયી પશ્ચિમ દિશા તરફના ક્ષેત્રોમાં એમ બન્ને દિશાગત ક્ષેત્રોમાં બન્ને સૂર્યોનાં તેજના અભાવે રાત્રિકાળ વર્તતો હોય છે.
આથી સ્પષ્ટ જણાશે કે ભારતમાં (અયોધ્યામાં) સૂર્યોદય હોય તે કાળે તે દેશોમાં સર્વત્ર અંધકાર હોવાથી પાશ્ચાત્ય દેશોમાં સૂર્યોદય-સૂર્યાસ્તનું અંતર જે છે તે સ્વાભાવિક છે.
હવે ભારતમાં (અયોધ્યામાં) ઉદય પામતો સૂર્ય, જ્યારે તે વિકસિત મંડળસ્થાનના પ્રથમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org